બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / | Chief Minister Bhupendra Patel launched two schemes of 1650 crores, namely Namo Lakshmi Yojana and Namo Saraswati Vigyan Sadhana Yojana.
Vishal Dave
Last Updated: 05:39 PM, 9 March 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1650 કરોડની બે યોજનાઓનો શુભારંભ થયો છે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની જ્ઞાનદા સ્કૂલ ખાતેથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે...
ADVERTISEMENT
9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થિનીને 50 હજારની સહાય
‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થિનીને 50 હજારની સહાય ચૂકવાશે...જ્યારે ધોરણ 10માં 50 ટકાથી વધુ ગુણ મેળવી ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 25 હજારની સહાય મળશે... વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે હેતુથી બે યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે...
ADVERTISEMENT
ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે. અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કુલથી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) March 9, 2024
નમો લક્ષ્મી યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય… pic.twitter.com/Ood1f3M8tL
આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની ધારણા
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
નમો લક્ષ્મી યોજનામાં વાર્ષિક 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.
વિદ્યાર્થિનીઓના પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થીનીને કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે. હાલ તો નમો લક્ષ્મી યોજનામાં વાર્ષિક 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.
કન્યાઓને શિક્ષણ સાથે પોષણ પણ મળે તેવો ઉદ્દેશ્ય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી યોજના’ની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ધોરણ 9 થી 12 માં ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યાઓ પ્રવેશ મેળવે, સાથે-સાથે તેમને પોષણ મળે તે માટે આ યોજનાની શરૂઆત કરી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ સુધીનો અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે.
આ રીતે મળશે સહાય
નમો લક્ષ્મી યોજના વિશે તેમણે વધુમાં જણાવ્યું કે, ધોરણ ૯ અને ૧૦માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૫૦૦-૫૦૦ પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા ૧૦ હજાર ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.
ધોરણ ૧૧ અને ૧૨માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૭૫૦-૭૫૦ પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા ૧૫ હજાર ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. મુખ્યમંત્રીએ નમો સરસ્વતી વિદ્યા અને સાધના યોજના અંગે કહ્યું કે, રાજ્યના દીકરા દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રોત્સાહિત થાય સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તેવો હેતુ આ યોજના શરૂ કરવા પાછળ છે.
મુખ્યમંત્રીએ આ યોજનાની ભૂમિકા આપતા જણાવ્યું કે, આ યોજનામાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સમાં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૧૦૦૦ પ્રતિ વર્ષ, એમ કુલ રૂપીયા ૨૦ હજાર મળશે, બાકીના રૂપીયા પાંચ હજાર ધોરણ ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ ૯, ૧૦માં અને સાયન્સ, કોમર્સ, આર્ટ્સના ધો. ૧૧, ૧૨માં અભ્યાસ કરતી દિકરીઓને ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ મળશે. તેમજ ધો.૧૧ ,૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા દીકરા-દીકરીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મળશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ધોરણ ૧૧-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના આ બન્ને યોજનાનો લાભ મળશે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાઓનો લાભ પરિવારની આવક મર્યાદા ધ્યાને લીધા વિના મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.