બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ભારત / Change in rules from 1 January 2024: Not only from 1 January, many rules will change in the country, see the list of changes.

ફેરફાર / 1 જાન્યુઆરીથી વર્ષ જ નહીં આ નિયમો પણ બદલી જશે! આધાર, આઈટી સહીતના બદલાવોનું જુઓ લિસ્ટ

Pravin Joshi

Last Updated: 08:07 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જાન્યુઆરી, 2024થી માત્ર વર્ષ અને કેલેન્ડર જ બદલાશે નહીં, પરંતુ દેશમાં આવા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય લોકોના જીવન પર પડશે. 1 જાન્યુઆરી, 2024થી ITR અપડેટ, સિમ કાર્ડ અને બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

  • 1 જાન્યુઆરી, 2024થી દેશમાં ઘણા ફેરફારો થશે
  • ITR અપડેટ, સિમ કાર્ડ અને બેંક લોકર સંબંધિત નિયમોમાં થશે ફેરફાર
  • સિમ કાર્ડ ખરીદવા અને રાખવાના નિયમોમાં મોટો ફેરફાર થયા

1 જાન્યુઆરી, 2024થી માત્ર વર્ષ અને કેલેન્ડર જ બદલાશે નહીં, પરંતુ દેશમાં આવા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય લોકોના જીવન પર પડશે. 1 જાન્યુઆરી, 2024થી ITR અપડેટ, સિમ કાર્ડ અને બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે નવા વર્ષમાં શું બદલાવ આવવાનો છે.

બસ છેલ્લા અમુક કલાક બાકી: 31 જુલાઇ પછી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે? જાણો  શું છે નિયમો અને લેટેસ્ટ અપડેટ | Just few hours left: Income tax return can  be filed after July 31?

ITR ફાઇલ કરવાના નિયમો

ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ એટલે કે નાણાકીય વર્ષ 2022-23 માટે પેનલ્ટી સાથે આવક રિટર્ન 31 ડિસેમ્બર 2023 હતી. જો તમે નિર્ધારિત મર્યાદા પહેલા આવું નહીં કરો તો તમારી સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આટલું જ નહીં, મોડેથી ITR ફાઈલ કરનાર પર 5,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. જો કે, જે લોકોની કુલ આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તેમને માત્ર 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Tag | VTV Gujarati

આધાર અપડેટ સંબંધિત નિયમો

કોઈપણ વધારાની ફી વિના આધારને ઑનલાઇન અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 હતી. જો તમે આ તારીખ સુધીમાં આધાર અપડેટ કરી શક્યા નથી, તો 1 જાન્યુઆરી, 2024 થી તમારે દસ્તાવેજમાં કોઈપણ ફેરફાર માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. તેથી, જો તમે તમારા આધાર કાર્ડમાં કેટલાક ફેરફારો કરવા માંગો છો, તો તે 31 ડિસેમ્બર સુધીમાં કરો.

Topic | VTV Gujarati

બેંક લોકર સંબંધિત નિયમો

ભારતીય રિઝર્વ બેંક અનુસાર, બેંકોમાં લોકર ધરાવતા ગ્રાહકો પાસે હવે 31મી સુધી સુધારેલા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરીને ડિપોઝિટ મેળવવાનો વિકલ્પ હતો. નવા નિયમ અનુસાર, જો તેઓ આ સમયમર્યાદા સુધીમાં આમ નહીં કર્યું હોય તો 1 જાન્યુઆરી, 2024થી તેમનું બેંક લોકર ફ્રીઝ થઈ જશે.

1 જાન્યુઆરીથી સિમ કાર્ડ ખરીદવા માટે કરવું પડશે નવા નિયમોનું પાલન, ફ્રોડ  રોકવા માટે સરકારે કર્યા અનેક ફેરફાર / The method of buying sim card is  changing from ...

સિમ કાર્ડ સંબંધિત નિયમો

1 જાન્યુઆરી 2024થી સિમ કાર્ડ ખરીદવા અને રાખવાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે નવા વર્ષમાં ગ્રાહકોએ સિમ કાર્ડ ખરીદતી વખતે KYC સબમિટ કરવું પડશે. કાગળ આધારિત KYCની પ્રક્રિયા સિમ કાર્ડ ખરીદતી વખતે શરૂ થશે. સિમ કાર્ડ મેળવતી વખતે, તમારે બાયોમેટ્રિક્સ દ્વારા તમારી વિગતોની પુષ્ટિ કરવી પડશે.

ડિમેટ એકાઉન્ટ નથી વાપરી રહ્યા તો આ રીતે કરાવી નાખો બંધ? નહીં તો થશે આટલું  નુકસાન | If you are not using a demat account, can you close it like this?  Otherwise

ડીમેટ ખાતા સંબંધિત નિયમો

જો તમારી પાસે ડીમેટ ખાતું છે તો તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે. સેબી એટલે કે રેગ્યુલેટરી સિક્યોરિટી બોર્ડ ઓફ ઈન્ડિયાએ ડીમેટ ખાતામાં નોમિનેશન ઉમેરવાની છેલ્લી તારીખ તરીકે 31 ડિસેમ્બર 2023 નક્કી કરી છે. આવી સ્થિતિમાં, નોમિની ન ઉમેરનારા કોઈપણ ખાતાધારકોનું ડીમેટ એકાઉન્ટ 1 જાન્યુઆરી, 2024 થી ફ્રીઝ થઈ શકે છે.

તમારો ગેસ સિલિન્ડર ક્યારે એક્સપાયર થશે? શું તમે જાણો છો! તો જુઓ આ છે તેને  જાણવાની બેસ્ટ ટ્રિક/ how to check the expiry date of lpg gas cylinder

એલપીજી સિલિન્ડરનો દર જાહેર થશે

દર મહિનાની જેમ સામાન્ય રીતે દર મહિનાની 1લી તારીખે એલપીજીના દરમાં ફેરફાર થાય છે. નવા વર્ષ નિમિત્તે સામાન્ય માણસને રાહત મળશે કે પછી મોંઘવારીના આંચકાનો સામનો કરવો પડશે તે આવતીકાલે ખબર પડશે. એલપીજી સિલિન્ડરના નવા દર 1 જાન્યુઆરી, 2024ના રોજ જાહેર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ