બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / change in documents procedure of vhali dikari yojna here is the information about it

તમારા કામનું / રૂ. 1,10,000નો લાભ આપતી વ્હાલી દીકરી યોજનામાં સરકારે કર્યો મોટો બદલાવ, ખોટા ધક્કા થશે બંધ

MayurN

Last Updated: 03:48 PM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્હાલી દીકરી યોજનામાં થયો બદલાવ સમક્ષ અધિકારી કરેલ દંપતિના સોગંદનામાને બદલે હવે અનુસૂચિ મુજબના સ્વ-ઘોષણા (Self-Declaration) પત્ર રજુ કરવાનું રહેશે.

  • વ્હાલી દીકરી યોજના તારીખ 19/11/2019 થી શરુ થઇ હતી 
  • આ યોજનામાં કુલ 1,10,000 રૂપિયાની સહાય મળશે 
  • ડોક્યુમેન્ટમાં હવે એફિડેવિટનાં બદલે આપવું પડશે સ્વ-ઘોષણા પત્ર 

હવે એફિડેવિટની માથાકૂટ માંથી મળશે છુટકારો. 
વ્હાલી દીકરી યોજનાનાં ડોક્યુમેન્ટમાં એક એફિડેવિટ જોડવું પડતું હતું પરંતુ હવે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી રાજ્યમાં વિવિધ વિભાગોમાં  એફિડેવિટની જોગવાઈની બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે.  ગુજરાત રાજ્યમાં જુદા-જુદા વિભાગો એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વ-ઘોષાણા (Self-Declaration) ની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવેલ છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, વ્હાલી દીકરી યોજનાની સોગંદનામાની જોગવાઈ બાબતે નવો ઠરાવ બહાર પાડેલો છે. જેનો ઠરાવ ક્રમાંક: મસક/132019/1181/અ(પા.ફા.), તા: 04/04/2022 દ્વારા સોગંદનામું પ્રક્રિયા રદ કરેલી છે. હવે પછી વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમક્ષ અધિકારી કરેલ દંપતિના સોગંદનામાને બદલે અનુસૂચિ મુજબના સ્વ-ઘોષણા (Self-Declaration) કરવાનું રહેશે. જેના લીધે લોકોને પ્રક્રિયા કરવામાં સરળતા રહેશે. 

શું છે વ્હાલી દીકરી યોજના 
ગુજરાત સરકારના Women And Child Development Department, Gujarat દ્વારા તારીખ 19/11/2019 થી “વ્હાલી દીકરી યોજના” બહાર પાડવામાં આવી છે.  વ્હાલી દીકરી યોજના થકી દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે મુખ્ય હેતુ છે. આ ઉપરાંત દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે પણ ઉદ્દેશ રહ્યો છે. 

કેટલી મળે છે સહાય 
પ્રથમ હપ્તા પેટે- લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટે- લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા પેટે- દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 1,00,000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.  

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે. 
- દીકરી ના જન્મ નું પ્રમાણપત્ર
- દીકરી ના આધારકાર્ડ નંબર (જો હોય તો)
- માતા-પિતાના આધાર કાર્ડ
- માતા-પિતાના જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાની કુલ વાર્ષિક આવક નું પ્રમાણપત્ર મામલતદાર/ તાલુકા વિકાસ અધિકારી ઓફિસ દ્વારા આપવામાં આવેલ હોય તેવું હોવું જોઈએ.
- દંપતીના પોતાના તમામ હયાત બાળકોના જન્મના દાખલા
- અરજદારના રેશનકાર્ડની નકલ  
- અનુસૂચિ મુજબના સ્વ-ઘોષણા (Self-Declaration) પત્ર

 

વ્હાલી દિકરી યોજના માટેનું ફોર્મ ક્યાંથી મળશે?
- ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર તથા ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ થશે.
- તાલુકા કક્ષાએ સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી ખાતેથી આ અરજી પત્રક મળશે.
- જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતેથી આ અરજી પત્રક મળશે

આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા 
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
- દીકરીના માતા-પિતાની સંયુક્ત આવક 2 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
- બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- દીકરી જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

નોંધ : આ યોજનાનો લાભ ફક્ત ઓફલાઈન અરજીથી મળી શકશે

ઓફીશીયલ વેબસાઈટ : https://wcd.gujarat.gov.in/

સંકળાયેલા મુદ્દાઓ

Self Declaration Vahli Dikri Yojana Vtv Exclusive વ્હાલી દીકરી યોજના tamara kamnu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ