બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Chandrayaan 3 inches closer to moon: What is the role of Vikram lander, Pragyan rover?

ચંદ્રયાન કેટલે પહોંચ્યું / ચંદ્રયાન ચંદ્ર પર લેન્ડ થાય તે પહેલા આવ્યાં મોટા સમાચાર, ઈસરોએ કર્યું આ ખાસ એલાન

Hiralal

Last Updated: 05:28 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન કેટલું પહોંચ્યું છે તે લોકોને દેખાડવા માટે ઈસરોએ લાઈવ ટ્રેકર શરુ કર્યું છે.

  • ચંદ્રયાનને લઈને ઈસરોનું લેટેસ્ટ અપડેટ
  • ઈસરોએ શરુ કર્યું લાઈવ ટ્રેકર
  • લોકો ચંદ્રયાનની પળપળની માહિતી લઈ શકશે 

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્ર તરફ જઈ રહ્યું છે. 5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. બેંગલુરુમાં ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક ચંદ્રયાન-3 પર સતત નજર રાખી રહ્યું છે. 

લોકો ચંદ્રયાનને લાઈવ ટ્રેક કરી શકશે 
ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું કે ચંદ્રયાન-3ની સ્થિતિ સારી છે અને તે પોતાનું પૂર્વનિર્ધારિત કામ કરી રહ્યું છે. સામાન્ય જનતા હવે અંતરિક્ષમાં ચંદ્રયાન-3 લાઈવ ટ્રેક કરી શકે છે. સામાન્ય નાગરિકો એ પણ જોઈ શકે છે કે આ સમયે ચંદ્રયાન-3 ક્યાં છે અને ચંદ્ર સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે.

હાલ કેટલે પહોંચ્યું ચંદ્રયાન 
ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષાથી 38,520 કિમી પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. હાલ તેની સ્પીડ 37,200 કિમી પ્રતિ કલાક છે. 5 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 6:59 વાગ્યે, તે ચંદ્રની કક્ષામાં પહોંચશે. આ સ્થળ ચંદ્રની સપાટીથી લગભગ 40 હજાર કિમી દૂર હશે. અહીંથી ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ શરૂ થાય છે. 5 ઓગસ્ટ સુધીમાં ચંદ્રયાન-3એ ચંદ્રની કક્ષામાં જવા માટે પોતાની ગતિ વધારીને 3600 કિમી પ્રતિ કલાક કરવી પડશે. ત્યાં સુધી ચંદ્રયાન ધીમે ધીમે પોતાની સ્પીડ ઓછી કરી દેશે. 23 ઓગસ્ટે સાંજે 5.45 કલાકે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે. ઇસરોના સૂત્રોએ જણાવ્યું છે કે અત્યાર સુધીના ઈતિહાસ અનુસાર, જે દેશોએ કે અંતરિક્ષ એજન્સીઓએ રોકેટ મારફતે સીધા ચંદ્ર પર જવાનો પ્રયાસ કર્યો છે, તેઓ મોટાભાગે નિરાશ થયા છે. અત્યાર સુધી આવા ત્રણ મિશનમાંથી એક મિશન નિષ્ફળ રહ્યું છે. તે જ સમયે, ઇસરોએ પસંદ કરેલા માર્ગ અને તકનીકીમાં નિષ્ફળતા માટે બહુ ઓછો અવકાશ છે. ઈસરો અત્યાર સુધી બે વાર સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં પહોંચી ચૂક્યું છે.

લેન્ડર અને પ્રોપલ્શન મોડેલ ક્યારે અલગ હશે?
5 ઓગસ્ટથી 17 ઓગસ્ટ વચ્ચે ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં ધીરે ધીરે આગળ વધશે અને ચંદ્રની સપાટીની નજીક જવાની કોશિશ કરશે. 17 ઓગસ્ટે ચંદ્રયાન-3 લગભગ 100 કિમીની કક્ષામાં આવશે. તે જ દિવસે પ્રોપલ્શન મોડેલ અને લેન્ડર મોડેલ એક બીજાને અડીને હશે. આ પછી 18થી 20 ઓગસ્ટ સુધી લેન્ડર મોડલ પોતાની સ્પીડમાં ઘટાડો કરશે અને ડી ઓર્બિટ કરવાનો પ્રયાસ કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીની કક્ષામાં પહોંચી જશે. જો ચંદ્રયાન-3 આ તમામ સ્તરને પાર કરી લે છે તો 23 ઓગસ્ટે સાંજે 5:45 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે.

ચંદ્રના ગુરૂત્વાકર્ષણમાં નહીં રોકાય તો પરત આવશે ચંદ્રયાન  
હાલમાં ચંદ્રયાનની સ્પીડ 38,520 કિમી પ્રતિ કલાક છે. ચંદ્રયાન-3એ ચંદ્રની કક્ષા સુધી પહોંચવા માટે પોતાની સ્પીડ વધારવી પડશે. જો આમ નહીં થાય તો ચંદ્રયાન 10 દિવસની સફર કરીને પૃથ્વીની કક્ષામાં પરત આવી જશે. ગતિ ઘટાડવા માટે ચંદ્રયાનને વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવશે. આ પ્રક્રિયાને ડી-બુસ્ટિંગ કહેવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ