બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / chandra grahan on holi 2024 surya rahu yuti in meen dangerous for kumbh rashi

જ્યોતિષ શાસ્ત્ર / આ વખતે આ રાશિના જાતકો ખાસ બચીને રહે, કારણ ચંદ્રગ્રહણ, સાથે બની રહ્યો છે અશુભ યોગ

Manisha Jogi

Last Updated: 09:52 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે. જેના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. કેટલીક રાશિના જાતકો માટે આ ગ્રહ ગોચર નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ફાગણી પૂનમની રાત્રે હોલિકા દહન થાય છે અને તેના પછીના દિવસે રંગોના તહેવાર હોળીની ઊજવણી કરવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચે હોલિકા દહન થશે અને 25 માર્ચે રંગબેરંગી રંગોથી હોળી ઊજવવામાં આવશે. કેટલાક ગ્રહ ગોચર કરી રહ્યા છે, જેના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. કેટલીક રાશિના જાતકો માટે આ ગ્રહ ગોચર નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

ગ્રહ ગોચર
18 માર્ચના રોજ શનિ ગ્રહનો ઉદય થશે. શનિ ઉદયના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. હોળી પહેલા સૂર્ય ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલેથી જ રાહુ ગ્રહ હાજર છે. રાહુ ગ્રહ સૂર્ય અથવા ચંદ્ર સાથે હોય તો ગ્રહણ યોગ બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને અશુભ માનવામાં આવે છે. મીન રાશિમાં સૂર્ય અને રાહુ એકસાથે આવવાથી ગ્રહણ યોગ બનશે, જેથી તમામ રાશિના જાતકો પર અસર થશે. 

ચંદ્રગ્રહણની નકારાત્મક અસર 
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે 25 માર્ચના રોજ થશે. મીન રાશિમાં પણ ગ્રહણ યોગ બની રહ્યો છે, જે કેટલાક લોકો માટે અશુભ સાબિત તઈ શકે છે. 25 માર્ચના રોજ સવારે 10.24 વાગ્યાથી બપોરે 03.01 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, તેમ છતાં આ ચંદ્રગ્રહણની લોકો પર અસર થઈ શકે છે. 

વધુ વાંચો: જો તમારી પણ છે આ રાશિ, તો થઇ જજો સતર્ક, આ તારીખથી બુધ ગ્રહ કરશે ગોચર, આવશે મુશ્કેલી

કુંભ રાશિના જાતકોએ સાવધાન રહેવું
હોળીના દિવસે ગ્રહ અને નક્ષત્રની સ્થિતિ બદલાતા કુંભ રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. આ રાશિના જાતકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી અને બિઝનેસમાં પ્રોબ્લેમ આવી શકે છે. નાણાંકીય આવક પર નકારાત્મક અસર થઈ છે અને આર્થિક પરિસ્થિતિ બગડી શકે છે. જે પણ કામ થતાં હશે તે કામ અટકી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Chandra Grahan 2024 Chandra Grahan 2024 Rashifal Lunar Eclipse chandra grahan chandra grahan impact chandra grahan on holi lunar eclipse holi ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણ 2024 રાશિફળ Chandra Grahan 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ