બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Chandra Grahan 2023 Tomorrow is the last lunar eclipse of the year: If you are also this Rashi, be careful, do not do these things

Chandra Grahan 2023 / આવતીકાલે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ: જો તમારી પણ છે આ રાશિ તો ચેતીને રહેજો, સૂતક કાળમાં ભૂલથી પણ ન કરતા આ કાર્યો

Megha

Last Updated: 09:01 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાના રોજ થવાનું છે, સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા એટલે કે 28મી ઓક્ટોબરે સાંજે 04:05 કલાકે શરૂ થશે. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી જ તે સમાપ્ત થાય છે.

  • વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાના રોજ થવાનું છે
  • સુતક 28મી ઓક્ટોબરે સાંજે 4 કલાકથી શરૂ થશે 
  • સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરુ થશે 

વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાના રોજ એટલે કે 28 ઓક્ટોબર 2023ના રોજ થવાનું છે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે, જે શનિવારે મધ્ય રાત્રે 1:05 કલાક થી 02:24 કલાક સુધી રહેશે. અ સાથે જ સુતક 28મી ઓક્ટોબરે સાંજે 4 કલાકથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણ કોને કહેવાય?
જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક રેખામાં આવે છે, તો આવી સ્થિતિમાં ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જાય છે. આ રીતે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી ન પહોંચવાને કારણે અંધકાર પ્રવર્તે છે. આને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ આંશિક રહેશે.

sharad purnima 2023 shubh sanyog on purnima these zodiac sings or rashi will be lucky

સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરુ થશે 
સુતક કાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા એટલે કે 28મી ઓક્ટોબરે સાંજે 04:05 કલાકે શરૂ થશે. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી જ તે સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. પૂજા ન કરવી જોઈએ. માન્યતાઓ અનુસાર જ્યારે સુતક કાળ શરૂ થાય છે ત્યારે પૃથ્વીનું વાતાવરણ પ્રદૂષિત અને પ્રભાવિત થાય છે.

ચંદ્રગ્રહણ પર ગ્રહોની સ્થિતિ
ચંદ્રગ્રહણ પર ગ્રહોની સ્થિતિ ઉત્તમ છે.ચંદ્ર મેષ રાશિમાં રહેશે, રાહુ અને ગુરુની સાથે અને સૂર્ય, બુધ, મંગળ કેતુની સાથે રહેશે.તેથી, જે લોકો પર ચંદ્ર અને સૂર્યનો પ્રભાવ છે, તેઓએ ખાસ કાળજી લેવી પડશે.મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે ગ્રહણ થોડું મુશ્કેલ રહેશે.આ સિવાય સિંહ, મિથુન, ધનુ અને કુંભ રાશિના લોકો માટે ગ્રહણ આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને લાભ લાવશે. 

Topic | VTV Gujarati

સુતક કાળ દરમિયાન 4 વાગ્યાથી શું કરવું અને શું ન કરવું 
સૂતક કાળ અને ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાની મનાઈ છે. આ સમયે ખાવું, પીવું, સૂવું, નખ કાપવું, રસોઈ બનાવવી, તેલ લગાવવું વગેરે પણ વર્જિત છે. ચંદ્રગ્રહણના સુતક સમયગાળા દરમિયાન દાન અને જાપ વગેરેનું મહત્વ માનવામાં આવે છે.પવિત્ર નદીઓ અથવા તળાવોમાં સ્નાન કરવામાં આવે છે.મંત્રોના જાપ કરવાથી જલ્દી લાભ મળે છે અને આ સમયે મંત્ર સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.આ સમય દરમિયાન જો તીર્થયાત્રા, સ્નાન, હવન અને ધ્યાન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવે તો તે શુભ અને લાભદાયક સાબિત થાય છે.

ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે
નોંધનીય છે કે આ વર્ષે કુલ બે ચંદ્રગ્રહણ થયા, પહેલું ચંદ્રગ્રહણ 05 મે 2023ના રોજ થયું હતું. વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ એશિયાના મોટાભાગના ભાગો અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે. ભારતમાં પણ દિલ્હી, પટના, મુંબઈ, કોલકાતા, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે જેવા ઘણા રાજ્યો અને શહેરોમાં દેખાશે. ગ્રહણનો સમય સમગ્ર ભારતમાં સમાન હોવાને કારણે અને ભારતની ધરતી પર સ્પષ્ટ દેખાતો હોવાને કારણે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ તે મહત્વપૂર્ણ છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ