બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / chandigarh punjab governor banwari lal purohit warns cm bhagwant mann for president rule in punjab

રાજનીતિ / મારી પાસે પછી બીજો કોઈ વિકલ્પ નથી: પંજાબમાં રાજ્યપાલે આપી રાષ્ટ્રપતિ શાસનની ચેતવણી, AAPએ કર્યો પલટવાર

Manisha Jogi

Last Updated: 10:56 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાજ્યપાલે ભગવંત માનને ચેતવણી આપી છે કે, જો અધિકૃત સંચારનો જવાબ નહીં આપે તો રાષ્ટ્રપતિ શાસનની રજૂઆત કરી શકે છે.

  • પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે વિવાદ
  • રાષ્ટ્રપતિ શાસનની રજૂઆત કરવાની આપી ચેતવણી
  • આપ નેતાએ આપ્યો સણસણતો જવાબ

પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદે હવે નવું સ્વરૂપ લઈ લીધું છે. પંજાબના રાજ્યપાલે મુખ્યમંત્રી ભગવંત માનને ચેતવણી આપી છે કે, જો અધિકૃત સંચારનો જવાબ નહીં આપે તો રાષ્ટ્રપતિ શાસનની રજૂઆત કરી શકે છે. તેમણે એક પત્રમાં લખ્યું છે કે, રાજ્ય સરકાર રાજભવન તરફથી માંગવામાં આવતી જાણકારી આપી નથી રહી. તે સંવૈધાનિક કર્તવ્યનું અપમાન છે. કાર્યવાહી રિપોર્ટ મોકલવામાં નહીં આવે તો કાયદો અને સંવિધાન અનુસાર કાર્યવાહી કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી નહીં રહે. 

મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબના રાજ્યપાલે પત્રમાં સીમાવર્તી રાજ્યોમાં માદક પદાર્થોની તસ્કરી પર સવાલો ઊભા કર્યા છે. ઉપરાંત પંજાબ સરકારની કાર્યવાહી વિશે જાણકારી માંગી છે. પત્રમાં સવાલ પૂછવામાં આવ્યો છે કે, વિભિન્ન એજન્સીના રિપોર્ટ અનુસાર રાજ્યમાં નશીલા પદાર્થોની ઉપલબ્ધતા અને તેના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ફાર્મસીઓ તથા સરકાર દ્વારા નિયંત્રિત શરાબની દુકાનોમાં પણ ઉપલબ્ધ છેય રાજ્યપાલે હાલમાં જ સંસદીય સમિતિનો રિપોર્ટ આપતા જણાવ્યું છે કે, પંજાબમાં પાંચમાંથી એક વ્યક્તિ નશાની લતનો શિકાર છે. 

કાયદો
રાજ્યપાલે પત્રમાં જણાવ્યું છે કે, અગાઉના મામલે મુખ્યમંત્રી તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. નારાજગી વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે, સંવૈધાનિક તંત્રની નિષ્ફળતા પર રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલી શકે છે. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે મુખ્યમંત્રીને સલાહ આપી છે કે, તેઓ સંવિધાનના અનુચ્છેદ 356 અને ભારતીય દંડ સહિતાની ધારા 124 હેઠળ અંતિમ નિર્ણય અને પગલું લેવું જોઈએ. સામાન્ય રીતે રાજ્યપાલને રિપોર્ટ મોકલ્યા પછી અનુચ્છેદ 356 લાગુ થવા પર રાજ્ય કેન્દ્રના શાસન હેઠળ લાવવામાં આવે છે. IPCની ધારા રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ પર હુમલો કરવા અને તેમની કાયદાકીય શક્તિઓનો ખોટો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકે છે. 

રાજ્યપાલની ચેતવણી પર પ્રતિક્રિયા
આપ નેતા માલવિંદર સિંહ કાંગે રાજ્યપાલની ચેતવણી પર પ્રતિક્રિયા આપી છે કે, ‘રાજ્યપાલે મર્યાદા જાળવવી જોઈએ. ભારતનું સંવિધાન નિર્વાચિત લોકોને અધિકાર આપે છે. રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ધમકી અને ચેતવણી આપવી તે વ્યક્ત કરે છે કે, ભાજપના દિલની વાત રાજ્યપાલના મોઢે આવી ગઈ છે. હું રાજ્યપાલને જણાવવા માંગુ છું કે, રાષ્ટ્રપતિ શાસન લગાવવું હોય તો તે સૌતી પહેલા મણિપુર, હરિયાણામાં લગાવવું જોઈએ. પંજાબ સરકાર સંવૈધાનિક ઢાંચા હેઠળ કામ કરી રહી છે. રાજ્યપાલનો આ માત્ર એક એજન્ડા છે. જે રાજ્યમાં ભાજપ સરકાર નથી, ત્યાં ભાજપ સામે મુશ્કેલી ઉભી કરે છે.’ તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા અન્ય વિપક્ષના રાજ્યોમાં પણ રાજ્ય સરકારના કામકાજમાં રાજ્યપાલના હસ્તક્ષેપનો આરોપ મુકવામાં આવ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Punjab banwari lal purohit cm bhagwant mann president rule in Punjab punjab governor પંજાબ ન્યૂઝ પંજાબ રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત Punjab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ