બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / chaitri navratri durga pooja benefits for some zodiac person

ઉપાય / ચૈત્રી નવરાત્રિંમાં આ રાશિના જાતકોનો થશે બેડો પાર, ફટાફટ કરી લો આ એક કામ

Khyati

Last Updated: 05:17 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્રી નવરાત્રિમાં નવદુર્ગાની સાચા મનથી પૂજા કરવાની મળશે તમામ દોષમાંથી મુક્તિ

  • ચૈત્રી નવરાત્રિનો થશે પ્રારંભ
  • મા દુર્ગા અપાવશે શનિની પીડામાંથી મુક્તિ
  • દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી થશે  લાભ 

ચૈત્રી નવરાત્રિનો 2જી એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે. 9 દિવસની નવરાત્રિ 11 એપ્રિલે સમાપ્ત થશે. ત્યારે આ 9 દિવસ માતાજીની ઉપાસના માટે ખાસ ગણાય છે. આ દિવસોમાં દેવીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તેમાં પણ જે રાશિના જાતકો શનિદેવથી પીડિત છે તેવી રાશિના જાતકોએ તો ખાસ મા દુર્ગાની પૂજા કરવી જોઇએ. એમ કહેવાય છે કે શનિની ઢૈય્યા અને સાડાસાતીથી પીડિત જાતકોએ દેવીની ઉપાસના ખાસ આ પ્રકારે કરવી જોઇએ.

આ રાશિના જાતકોએ કરવી દેવી ઉપાસના

 ધન, મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીથી પ્રભાવિત છે. આ રાશિના જાતકો શારિરીક અને માનસિક યાતનામાંથી પસાર થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં દેવીની પૂજા કરવામાં આવે તો તેઓને લાભ થઇ શકે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે મિથુન અને તુલા રાશિના લોકો શનિની દૈયાથી પરેશાન રહે છે. જેના કારણે તેઓ માનસિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નવરાત્રિમાં દેવીની પૂજા આ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ વૃષભ, મિથુન, કન્યા, મકર, તુલા, કુંભ અને મીન રાશિના લોકો માટે પણ નવરાત્રિમાં દેવીની ઉપાસના ફાયદાકારક રહેશે. તેની સાથે વિશેષ મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે.

કેવી રીતે કરશો દેવી ઉપાસના

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના ભક્તો સંપૂર્ણ વિધિ સાથે 9 દિવસ સુધી પૂજા કર્યા પછી દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ મોટાભાગના ઘરોમાં દરરોજ કરવામાં આવે છે, પરંતુ નવરાત્રિમાં તેનું પઠન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં ઓછામાં ઓછા ત્રણ કલાક લાગે છે, પરંતુ આજના ભાગદોડભર્યા જીવનમાં દુર્ગા સપ્તશતીનો સંપૂર્ણ પાઠ કરવા માટે સમય નથી. ઘરના કામના દબાણ અને સમયસર ઓફિસ પહોંચવાના કારણે આખો પાઠ કરવો શક્ય નથી. ત્યારે સમગ્ર દુર્ગા સપ્તશતીના પાઠનો સંપૂર્ણ લાભ મેળવવાની એક સરળ રીત જણાવીએ જે સ્વયં ભગવાન શિવ દ્વારા જણાવવામાં આવી છે.

દુર્ગા સપ્તશતીમાં છે 13 અધ્યાય 

દુર્ગા સપ્તશતીમાં 13 અધ્યાય છે, જે ત્રણ પ્રકરણમાં  વહેંચાયેલા છે. દરેક પ્રકરણ મા ભગવતીનો મહિમા અને તેમના સ્વરૂપોનું વર્ણન  છે. દુર્ગા સપ્તશતીના પ્રથમ ચરિત્રમાં મધુ કૈતાભના સંહારની કથા છે, મધ્યમાં મહિષાસુરના સંહારની કથા છે અને પછીના પાત્રમાં શુંભ-નિશુમ્ભ સંહાર અને માતા સુરથ અને વૈશ્ય દેવી પાસેથી મળેલા વરદાનનું વર્ણન છે. .

સંપૂર્ણ પાઠનું ફળ આ રીતે મેળવો 

ઓછા સમયમાં દુર્ગા સપ્તશતીનો સંપૂર્ણ લાભ લેવા માટે સૌ પ્રથમ કવચ, કીલક અને અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પછી કુંજિકા સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી દુર્ગા સપ્તશતીના સમગ્ર પાઠનું ફળ પ્રાપ્ત થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ