બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / centre issues new covid guidelines for offices 10 points

કોરોના વાયરસ / કોરોના વધતાં જ ઓફિસો માટે મોદી સરકારે જાહેર કર્યા આદેશ: 50 ટકા જ હાજરી અને સમયમાં પણ બદલાવ

Dharmishtha

Last Updated: 01:33 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પોતાની ઓફિસો માટે નવી કોરોના ગાઈડલાઈન્સ જારી કરી છે.

  • કેન્દ્ર સરકારે નવી કોરોના ગાઈડલાઈન્સ જારી 
  • સોમવારે ઓમિક્રોનના આંકડા 1700 થી વધારે થઈ ગયા
  • અંડર સેક્રેટરીથી નીચેના પદો વાળા 50 ટકા કર્મચારી ઘરેથી કામ કરશે

ગાઈડલાઈન્સ અંતર્ગત અંડર સેક્રેટરીની નીચે આવનારા પદો પર કામ કરી રહેલા લોકો માટે ઓફિસમાં મદદની સંખ્યા મર્યાદિક કરવામાં આવી છે. દેશમાં કોરોના માટે ફરી સતત વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમવારે ઓમિક્રોનના આંકડા 1700 થી વધારે થઈ ગયા

કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના કારણે દેશમાં સંક્રમણના મામલા તેજીથી વધી રહ્યા છે. સોમવારે આ આંકડા 1700 થી વધારે થઈ ગયા છે. આ જ કારણે સરકારે સંક્રમણના પ્રસારને રોકવાના હેતુથી ફરી તકેદારીમાં કડકાઈ વર્તવાની શરુ કરી છે. આ અંતર્ગત પગલા ભરવાની સલાહ રાજ્ય સરકારોને પણ આપવામાં આવી છે. 

નવી ગાઈડલાઈનની 10 મહત્વની વાતો

  • કેન્દ્રીય કાર્મિક મંત્રાલયના નિર્દેશો મુજબ હવે આગલા આદેશ સુધી અંડર સેક્રેટરીથી નીચેના પદો વાળા 50 ટકા કર્મચારી ઘરેથી કામ કરશે.
  • દિવ્યાંગ અને ગર્ભવતી મહિલા કર્મચારીઓને ઓફિસ આવવાની જરુર નથી. તેમને ઘરેથી કામ કરાવની પરવાનગી આપી છે.
  • કેન્દ્ર સરકારની ઓફિસના ટાઈમિંગ 2 ભાગમાં - સવારે 9 વાગ્યાથી 5.30 અને સવારે 10થી 6.30ની વચ્ચે વહેંચી દેવામાં આવ્યા છે. જેથી આવતા જતા સમયે કર્મચારીઓની ભીડ ભેગી ન થાય.
  • કોવિડ કન્ટેનમેન્ટ જોન(એવા વિસ્તાર જ્યાં સંક્રમણનું સ્તર વધારે છે)માં રહેનારા કર્મચારીઓને ઓફિસ જવાની જરુર નથી. તે ઘરેથી કામ કરી શકે છે.
  • અંડર સેક્રેટરી અને તેમનાથી ઉપરના કર્મચારીઓને નિયમિત રુપથી આવવું પડશે.
  • કેન્દ્રના તમામ વિભાગ નવા દિશા નિર્દેશો અનુસાર પોતાના રોસ્ટર ફિર તૈયાર કરશે.
  • તમામ બેઠકો, જ્યાં શક્ય હોય ત્યા વીડિયો કોન્ફરન્સિગના માધ્યમથી થશે. ઓફિસોમાં વિઝીટર સાથે મુલાકત બહું જરુરી હોવા પર કરી શકે છે. જ્યાં સુધી બની શકે તેનાથી બચવાનું રહેશે.
  • તમામ કાર્યાલયોમાં નિયમિત સાફ સફાઈ અને ખાસ કરીને એવી જગ્યાઓ જ્યાં ઘણા લોકોના સ્પર્શની સ્થિતિ બને છે. સતત સેનેટાઈઝર કરવાનું સુનિશ્ચિક કરવાનું રહેશે.
  • વિભાગ પ્રમુખ એ સુનિશ્ચિત કરે કે તેમની ઓફિસની ગલિયારો, કેન્ટીન વગેરેમાં ભીડ ભાડ ભેગી ન થાય.
  • તમામ કર્મચારીઓ કોરોના વર્તનનું કડકાઈથી પાલન કરશે. જેમાં વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવા, એકબીજાથી અંતર રાખવા જેવા મહત્વના પગલા ભરશે.
     

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Vaccination guidelines કોરોના વાયરસ ગાઈડલાઈન રસી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ