બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Central government alert regarding heavy rains: Amit Shah called CM Bhupendra Patel and got information

જળબંબાકાર / ભારે વરસાદને લઈને કેન્દ્ર સરકાર એલર્ટઃ અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલને ફોન કરી મેળવી માહિતી, આપી સંપૂર્ણ મદદની ખાતરી

Malay

Last Updated: 11:30 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે.

 

  • રાજ્યના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
  • કેન્દ્રીય ગૃહમંત્રીએ CM સાથે કરી વાતચીત
  • પૂરથી અસરગ્રસ્ત વિસ્તારની મેળવી માહિતી

રાજ્યના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને જૂનાગઢમાં વરસાદના પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરંભાયુ છે. તેમજ નદીનાળા પાણીથી છલકાઈ ગયાં છે. નદીઓ પણ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂરની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું ટ્વિટ
આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું છે. જેમાં તેઓએ લખ્યું છે કે, ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા સરકાર સખત મહેનત કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી. NDRF અને SDRFની ટીમો તેમજ સ્થાનિક વહીવટીતંત્ર આ વિસ્તારોમાં લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ખડેપગે છે.

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા જામનગર
ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે જામનગર પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ સ્થિતિ અંગે ચર્ચા કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરીને વરસાદી પાણીથી થયેલ નુકસાન અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

મુશળધાર વરસાદના કારણે લોકો પરેશાન 
ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. કેટલીક જગ્યાએ તો મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાતા નુકસાની પણ થઈ છે. ગુજરાતમાં જુનાગઢથી જામનગર સુધી મુશળધાર વરસાદના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને ભારે વરસાદને પગલે રસ્તાઓ તેમજ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. 

અત્યાર સુધીમાં 275 મીમી વરસાદ નોંધાયો
રાજ્યમાં સિઝનનો 31.40% વરસાદ નોંધાયો છે. ચોમાસાના પ્રારંભ બાદ અત્યાર સુધીમાં 275 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતના 1 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 35 તાલુકામાં 20થી 40 ઈંચ, 61 તાલુકામાં 10થી 20 ઈંચ, 14 તાલુકામાં 5થી 10 ઈંચ, 37 તાલુકામાં 2થી 5 ઈંચ અને 3 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ