બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CCC certificate of all primary teachers of gujarat will be checked

નિર્ણય / ખોટા CCC સર્ટિફિકેટ મેળવનારાઓની હવે ખેર નહીં, ગુજરાતના તમામ પ્રાથમિક શિક્ષકોના પ્રમાણપત્ર ચેક કરાશે

Dhruv

Last Updated: 02:49 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના 49 શિક્ષકોએ ખોટા CCC સર્ટિફિકેટ મેળવ્યાં હોવાનું સામે આવતા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોના CCC સર્ટિફિકેટની ચકાસણી કરાશે.

  • ગુજરાતના તમામ શિક્ષકોના ચેક કરાશે CCC સર્ટિફીકેટ
  • રાજ્યના 49 શિક્ષકોએ CCCના ખોટા સર્ટિફિકેટ મેળવ્યા
  • તમામે તમામ 49 શિક્ષકો સામે કરાશે શિક્ષાત્મક કાર્યવાહી

ગુજરાતની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક કર્મચારીઓને ઉચ્ચ પગાર ધોરણ મેળવવા માટે CCC કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. ત્યારે તાજેતરમાં રાજ્યમાં 49 શિક્ષકોએ CCC ના ખોટા સર્ટિફિકેટ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. આથી રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોના CCC સર્ટિફિકેટની ચકાસણી કરાશે. તદુપરાંત ઉચ્ચ પગારનો લાભ મેળવવા CCCના ખોટા સર્ટિફિકેટ મેળવનારા તમામે તમામ 49 શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. જેમાં ઉચ્ચતર પગાર ધોરણના લાભો રદ કરવા સહિત ચૂકવેલી રકમ પણ પરત લેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.

આજે AMC શિક્ષકોના ગ્રેડ પેને લઇને પણ લેવાયો મહત્વનો નિર્ણય

આ સિવાય ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં AMC શિક્ષકોના ગ્રેડ પેને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળી પહેલા શિક્ષકોના પરિવારમાં આનંદનો માહોલ ઊભો કરી દીધો છે. કારણ કે રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આજે મંજૂર કરી દીધો છે. આથી AMC શિક્ષક મંડળે સરકાર અને AMC સ્કૂલ બોર્ડનો આભાર પણ માન્યો છે. મહત્વનું છે કે, છેલ્લાં ઘણા વર્ષોથી શિક્ષકો 4200 ગ્રેડ પે માટે લડત ચલાવી રહ્યાં હતાં.

 

અગાઉ વિદ્યાસહાયકોની ભરતી અંગે પણ લેવાયો હતો મહત્વનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત સરકારે 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 1થી 5 માટે એક હજાર વિદ્યાસહાયકોની ભરતી થશે જ્યારે ધોરણ 6થી 8માં 1600 વિદ્યાસહાયકોની ભરતી કરશે તેવી માહિતી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી હતી.

આ ભરતીમાં જ ગણિત-વિજ્ઞાન માટે 750 અન્ય ભાષાના વિષયો માટે 250ની ભરતી જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી થશે. અગાઉની જાહેરાત મુજબ વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા વધારાના ગુણ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ