બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CBSE Class 10 exams from November 30 Class 12 from December 1

શિક્ષણ / ધોરણ-10 અને 12ની પરીક્ષાને લઈને મોટો નિર્ણય, CBSEની પરીક્ષાને લઇ નોટિફિકેશન જાહેર

Kiran

Last Updated: 12:03 PM, 6 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીબીએસઈ દ્વારા આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા બે ટર્મમાં લેવાશે. પ્રથમ ટર્મની પરીક્ષાનું આયોજન નવેમ્બર ડિસેમ્બરમાં થશે

  • CBSE પરીક્ષાને લઇ નોટિફિકેશન જાહેર
  • ધો-12ની 16 નવેમ્બરથી યોજાશે પરીક્ષા
  • ધો-10ની 17 નવેમ્બરથી પરીક્ષા યોજાશે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE દ્વારા પ્રથમ ટર્મ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 10 અને 12ની પરીક્ષા પહેલા કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. 



 

CBSE પરીક્ષાને લઇ નોટિફિકેશન જાહેર

મહત્વનું છે કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં યોજાનાર છે ત્યારે શિયાળાને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા સવારે 10: 30 કલાકને બદલે 11:30 કલાકે શરૂ થશે, એટલું જ નહીં OMR પદ્ધતિથી 90 મિનીટની પરીક્ષા લેવાશે, તેમજ પરીક્ષા પહેલા પેપર વાંચન સમયમાં પણ ફેરફાર કરાયો છે. આ સમય હવે 15 મિનિટની જગ્યાએ હવે 20 મિનિટનો કરી દેવામાં આવ્યો છે. 


ધો-12ની 16 નવેમ્બરથી યોજાશે પરીક્ષા

CBSEએ શુક્રવારે નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં 10માં કુલ 75 અને ક્લાસ 12માં 114 વિષય ઓફર કરે છે એટલો બોર્ડ દ્વારા કુલ 189 વિષયોની પરીક્ષા લેવાની રહેશે પરતું આ પરીક્ષાઓને પૂરી કરાવવામાં 40-45 દિવસનો સમય લાગશે તેથી બોર્ડે વિદ્યાર્થીઓના અભ્યાસના સમયના નુકસાનને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. જે અનુસાર બોર્ડ હવે ઘણા વિષયોની જૂથવાર પરીક્ષા લેવામાં આવશે, માત્ર મુખ્ય વિષયો નિયમિત પણે પરીક્ષા લેવામાં આવશે. આ વર્ષે ધોરણ 10 અને 12ના 36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ટર્મ 1 પરીક્ષાના દરેક પેપર OMR પદ્ધતિથી લેવામા આવનાર છે. આ સાથે OMR શીટમાં દરેક જવાબ સાથે એક અલગ બોક્સ હોવાથી વિદ્યાર્થીઓને આકસ્મિક રીતે જવાબ ખોટો લખાય જાય તો ચિંતા કરવાની જરૂર નથી. જો ઉમેદવારો જવાબ બદલવા માંગતા હોય તો તેઓ જવાબ બદલી શકે છે. 

 


ધો-10ની 17 નવેમ્બરથી પરીક્ષા યોજાશે

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. CBSE દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ટર્મ 1 પરીક્ષાને મુખ્ય અને નાના વિષયોમાં વિભાજિત કરવામાં આવશે. નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાના વિષયોની પરીક્ષા 16 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે તમામ મુખ્ય વિષયોની પરીક્ષા 24 નવેમ્બર 2021થી શરૂ થશે. તમામ વિદ્યાર્થીઓ માટે ટર્મ 1 ની પરીક્ષામાં હાજર રહેવું ફરજિયાત છે.

ધોરણ-10 અને 12ની પરીક્ષાને લઈને મોટો નિર્ણય

 

 

ટર્મ 1 બોર્ડ પરીક્ષા 2022 10મા અને 12માના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પરથી CBSE ટર્મ 1 બોર્ડ પરીક્ષા એડમિટ કાર્ડ 2021 ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ CBSE વેબસાઇટ પર નજર રાખે. મહત્વનું છે કે કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે CBSEએ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બંનેની બોર્ડ પરીક્ષાઓ રદ કરવી પડી હતી. વૈકલ્પિક મૂલ્યાંકન યોજનાનો ઉપયોગ કરીને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

CBSE exam cbse 2021 cbse board પરીક્ષા પ્રથમ ટર્મ વિદ્યાર્થી સીબીએસઈ CBSE exams
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ