બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / causes of weak bone and what precaution may take for stronger bone

હેલ્થ / તમે પણ ચેતી જજો! આવી આદતોથી હાડકા થઈ જશે નબળા, જાણો કારણ અને મજબૂત રાખવાના ઉપાયો

MayurN

Last Updated: 04:49 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાડકાંને મજબૂત રાખવા ખૂબ જરૂરી છે, પરંતુ કેટલીક આદતોના લીધે આપણે આપણા પોતાના હાડકાંને નબળા પાડવા લાગીએ છીએ, આ માટે કેટલાક ખાસ ઉપાય જરૂરી છે.

  • શરીરની તંદુરસ્તી માટે હાડકા મજબુત હોવા જરૂરી
  • વધુ ઉંમર સાથે હાડકા નબળા પડતા જાય છે
  • દૈનિક આહારમાં કેલ્શિયમ અને વિટામીનથી ભરપુર આહાર લેવો

શરીરને મજબૂત રાખવું હોય તો હાડકાંને મજબૂત બનાવવાં જરૂરી છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નબળા પડવા લાગે છે, કારણ કે 35થી 40 વર્ષની ઉંમર પછી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે, જે હાડકાં અને દાંત પર અસર કરવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે આપણને આપણા દૈનિક આહારમાં કેલ્શિયમ ઉપરાંત વિટામિન ડીની પણ જરૂર પડે છે, જે શરીરની દર્દ અને હાડકાના તૂટવાથી બચી શકાય છે. આવો જાણીએ કયા કારણોથી હાડકું કમજોર થવા લાગે છે.

આ આદતોને કારણે હાડકાં નબળાં પડે છે.

1. જે લોકો મોટાભાગે રેડ મીટ વધારે ખાય છે, તેમના શરીરમાં જરૂર કરતા વધુ પ્રોટીન મળવા લાગે છે, જેના કારણે એસિડિટીની સમસ્યા ઉભી થાય છે અને મળત્યાગ દરમિયાન મોટાભાગનું કેલ્શિયમ શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેથી, મર્યાદિત માત્રામાં પ્રોટીનયુક્ત આહારનું સેવન કરો.

2. જે લોકો કોલ્ડ ડ્રિંક્સ અને સોફ્ટ ડિંક જેવા કાર્બોનેટેડ પીણાંનું વધુ સેવન કરે છે તેમને નબળા હાડકાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવા પીણાંમાં ફોસ્ટેટ વધારે હોય છે જે કેલ્શિયમ ઘટાડવા માટે જવાબદાર હોય છે, આવી રીતે હાડકાં ધીમે ધીમે નબળા પડવા લાગે છે.

3. કેટલાક લોકો એસિડિટીની દવાઓનું વધુ પડતું સેવન કરે છે, તેમણે તેના પર લગામ લગાવવી જોઈએ. આ દવાઓના કારણે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનિજોના શોષણમાં સમસ્યા થાય છે.

4. હાડકાંને મજબૂત રાખવા હોય તો ચા-કોફીનું સેવન ઓછું કરો, કારણ કે તેમાં રહેલાં કેફીનની અસર હાડકાં પર પડે છે અને આવા લોકોને વધુ કેફીનની જરૂર પડે છે.

હાડકાંને મજબૂત બનાવવાનાં પગલાં

1. તમારા દૈનિક આહારમાં કાજુ, બદામ, કીસમીસ અને અખરોટ જેવા સૂકા ફળોનો સમાવેશ કરો કારણ કે તે કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપુર હોય છે.

2. જો તમને મીઠાસ માટે ખાંડ ખાવી ગમતી હોય તો આજથી તેના બદલે ગોળ ખાવાનું શરૂ કરી દો, જેથી તમારા શરીરને કેલ્શિયમ અને આયર્ન બંને મળે.

3. દૂધ અને દૂધની બનાવટો જો તમે તેને ન ખાતા હોવ તો અત્યારથી જ તેનું સેવન શરૂ કરી દો, દૂધ સિવાય દહીં અને પનીર ખાવાથી ફાયદો થાય છે.

4. હાડકાંને મજબૂત કરવા માટે લીલા શાકભાજી ખાવા જોઈએ. ખાસ કરીને આહારમાં કઠોળનો સમાવેશ કરો, તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, અને ફોલિક એસિડ હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ