બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / cashless health insurance work in case of emergency hospitalisations

જાણવા જેવું / શું કેશલેસ હેલ્થ પોલિસીમાં પણ સારવાર અર્થે રૂપિયા ખિસ્સામાંથી કાઢવા પડે? ઇમરજન્સીમાં થઇ શકે છે આ પ્રોબ્લેમ

Arohi

Last Updated: 08:34 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cashless Health Insurance: કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમ સુવિધા ફક્ત નેટવર્ક હોસ્પિટલોમાં જ મળે છે. અમુક ખાસ પરિસ્થિતિઓમાં પણ આ કામ નથી કરતી.

  • કેશલેસ હેલ્થ પોલિસીના શું છે ફાયદા? 
  • ક્યાં નથી ચાલતી કેશલેસ પોલિસી? 
  • જાણો ક્યાં આપવા પડી શકે છે પૈસા? 

વીમા કંપનીઓ દ્વારા કેશલેસ સુવિધાએ વિમો લેનાર વ્યક્તિની ઘણી મુશ્કેલીઓ દૂર કરી નાખી છે. હેલ્થ પોલિસી ધારકોને ફાયદો થયો છે તેમને સારવાર પર પહેલા પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા નથી પડતા અને ખર્ચનો ક્લેમ પણ નથી કરવો પડતો. 

વીમા કંપની અને હોસ્પિટલ સારવાર પર થયેલા ખર્ચનું નિર્ધારણ કરી લે છે અને કંપની દર્દીની સારવાર પર થયેલા પૈસા હોસ્પિટને આપી દે છે. પરંતુ અમુક કેસોમાં કેન્સલેસ હેલ્થ પોલિસી હોવા પર પણ પહેલા તમારે પોતાના ખિસ્સાથી પૈસા આપવા પડી શકે છે. 

એક વાત જાણી લો કે કેશલેસ સુવિધા વીમા કંપનીના નેટવર્ક હોસ્પિટલમાં જ ઉપલબ્ધ હોય છે. તેના ઉપરાંત તમે અચાનક બીમાર પડી ગયા અને તમને તરત સારવારની જરૂર છે તો આવી સ્થિતિમાં સારવારનો ખર્ચ એક વખત ફરી તમારે તમારા ખીસ્સામાંથી ચુકવવો પડી શકે છે. આ કેશલેસ સુવિધા આપવાથી હોસ્પિટલ ઈનકાર કરી શકે છે. 

ઈમરજન્સીમાં નહીં મળે સુવિધા
જો ઈમરજન્સીમાં કોઈ વીમાધારકને વીમા કંપનીના નેટવર્ક હોસ્પિટમાં પણ સારવાર કરાવવી પડે તો કેશલેસ સુવિધાનો લાભ તે નહીં ઉઠાવી શકે. તેને ખિસ્સામાંથી પૈસા આપવા પડશે અને બાદમાં તેને રિબ્રસમીટ લેવું પડશે. આવું એટલા માટે કારણ કે નેટવર્ક હોસ્પિટલમાં કેશલેસ ક્લેમ માટે પ્રી-ઓથોરાઈઝેશન જરૂરી હોય છે. પરંતુ ઈમરજન્સીમાં ઓથોરાઈઝેશન માટેનો સમય નથી હોતો. 

જ્યારે પણ તમે સામાન્ય પરિસ્થિતિઓમાં કોઈ નેટવર્ક હોસ્પિટલમાં સારવાર કરવા જાઓ છો તો તે ઈશ્યોરમ્સ ડેસ્કના માધ્યમથી તમે પોતાના હોસ્પિટલમાં દાખલ કરવાના હશે. સારવા અને ખર્ચની જાણકારી વીમા કંપનીને આપે છે. ઈન્શ્યોરન્સ કંપની આ કાગળો અને તેની સારવારથી સંબંધિત જાણકારીઓનું મુલ્યાંકન કરી પ્રી-ઓથોરાઈઝેશન આપે છે. તેના બાદ હોસ્પિટલ જઈને સારવાર શરૂ કરી દે છે. 

પ્રી-ઓથોરાઈઝેશનમાં લાગે છે સમય 
ત્યાં જ જો તમે અચાનક બીમાર પડી જાઓ છો તો સારવારની તરત જરૂર પડે છે. નેટવર્ક હોસ્પિટલમાં પ્રી-ઓથોરાઈઝેશન માટે સમય તે સમયે નથી હોતો કારણ કે પ્રી-ઓથોરાઈઝેશન પ્રક્રિયામાં વીમા કંપની સામાન્ય રીતે 6થી 24 કલાકનો સમય લગાવી દે છે. કારણ કે ઈમરજન્સીમાં અપ્રુવલ માટે રાહ જોવાનો સમય નથી હોતો. માટે તમારે પૈસા જમા કરાવીને સારવાર કરાવવાની રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ