બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Cases of Hong Kong flu H3N2 increased in Gujarat

ચિંતા / જાતે કે મેડિકલ સ્ટોરમાંથી દવા ન લેશો: સ્વાઇનફ્લૂની સાથે હૉંગકૉંગ ફ્લૂના વધ્યા કેસ, અમદાવાદના ડોક્ટરે આપી આ સલાહ

Malay

Last Updated: 12:09 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એક બાદ એક બીમારી આવી રહી છે. ગુજરાતમાં હોંગકોંગ ફ્લૂ H3N2ના કેસોનો રાફડો ફાટ્યો છે. H1N1 સાથે સાથે હોંગકોંગ ફ્લૂના કેસો વધ્યા છે.

 

  • H3N2 ફ્લૂએ ગુજરાતમાં મચાવ્યો હાહાકાર
  • લોકોમાં ડર તો તબીબી આલમમાં ચિંતા 
  • ગંભીર દર્દીઓના ટેસ્ટ કરવાની સૂચના અપાઈ 

વિશ્વભરમાં હાહાકાર મચાવી ચૂકેલો કોરોના વાયરસ માંડ શાંત પડ્યો છે ત્યાં કોરોના જેવી જ નવી ઉપાધિ શરૂ થઈ રહી હોવાનો એઇમ્સના ડોક્ટરોએ દાવો કર્યો છે. જેને લઈને લોકોમાં ડર તો તબીબી આલમમાં ચિંતા જન્મી છે. રાજકોટ અને અમદાવાદમાં H3N2 ફ્લૂના કારણે રોગચાળો વકર્યો છે. વાયરલ સાથે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. ગંભીર દર્દીઓના ટેસ્ટ કરવાની સૂચના અપાઈ છે.

હોંગકોંગ ફ્લૂમાં તાવ 2-3 દિવસમાં જતો રહે છે: ડો.મહેશ્વરી 
ગુજરાતમાં હોંગકોંગ ફ્લૂના કેસમાં સતત વધારો થયો છે. સોલા સિવિલમાં ગત સપ્તાહે વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર 391 કેસ નોંધાયા છે. હોંગકોંગ ફ્લૂ H3N2 મુદ્દે IMAના ડો.મુકેશ મહેશ્વરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 60% કેસ સ્વાઈન ફ્લૂના અને 35% કેસ હોંગકોંગ ફ્લૂના નોંધાયા છે.  સાથે કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે. હોંગકોંગ ફ્લૂમાં તાવ 2-3 દિવસમાં જતો રહે છે. હોંગકોંગ ફ્લૂમાં ખાંસી 2-3 અઠવાડિયા સુધી રહે છે. હોંગકોંગ ફ્લૂવાળા દર્દીએ જાતે કે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ન લેવી જોઈએ. હોંગકોંગ ફ્લૂએ સ્વાઈન ફ્લૂ કરતા માઈલ્ડ છે પણ વધુ સમય અસર રહે છે. H1N1 સાથે-સાથે હોંગકોંગ ફ્લૂના કેસો વધ્યા છે.

રાજકોટમાં પણ રોગચાળો વકર્યો
રાજકોટમાં પણ H3N2 ફ્લૂના કેસમાં સતત વધારો નોંધાયો છે.  ગંભીર દર્દીઓના ટેસ્ટ કરવાની સૂચના અપાઈ છે. સ્વાઈન ફ્લૂના લક્ષણ જણાય તો યોગ્ય સારવાર લેવા તબીબોએ સલાહ આપી છે. મનપાના આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા છે. તો રાજકોટમાં કોરોનાનો પણ એક કેસ નોંધાયો છે. ICMR દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 

સાવચેતી પગલાં ભરવા જરૂરી 
એઇમ્સના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયાએ દેશમાં ફેલાતા H3N2 ઇનફલ્યુંએન્ઝા વિશે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ વાયરસ કોરોનાની જેમ જ ફેલાઈ રહ્યો છે અને તેનાથી બચવા માસ્ક પહેરવું ખૂબ જ આવશ્યક બની ગયું છે. બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને વારંવાર હાથ ધોવા સહિતની સાવચેતી રાખવી જરૂરી બની છે. જેમાં પણ આ વાયરસ વૃદ્ધો અને પહેલેથી જ કોઈ પણ રોગથી પીડાતા લોકો માટે વધુ પરેશાની પેદા કરી શકે છે. જેને લઈને લોકોને ભ્રમમાં ન રહેવા જણાવ્યું છે.

આરોગ્ય મંત્રાલયે બેઠક બોલાવી
બીજી બાજુ આ મામલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ પર સતર્ક મોડમાં આવી ગયો છે અને આરોગ્ય મંત્રાલય સોમવારે H3N2 વાયરસના વધતા કેસોની ચર્ચા માટે આરોગ્ય નિષ્ણાતો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ ફ્લુના કેસમાં વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે.

શું છે લક્ષણ? 
ICMRના અનુસાર, હોસ્પિટલમાં દાખલ H3N2 વાળા દર્દીઓમાં 92 ટકા દર્દીઓ તાવ, 86 ટકા ખાંસી, 27 ટકા શ્વાસ ફૂલવા, 16 ટકાને ગભરામણની સમસ્યા હતી. તેનાથી વધારે ICMRની દેખરેખમાં જાણવા મળ્યું કે 16 ટકા રોગીઓને નિમોનિયા હતો અને 6 ટકાને દોરા પડ્યા હતા. આઈસીએમઆરના અનુસાર, "H3N2 વાયરસથી પીડિત ગંભીર દર્દીઓમાં લગભગ 10 ટકા રોગીઓને ઓક્સિઝનની જરૂર હતી અને 7 ટકાને ICU દેખરેખની જરૂર હતી."
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ