બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Carbon dating of the alleged Shivling found in Gnanavapi premises or not?

અલાહાબાદ / જ્ઞાનવાપી પરિસરમાંથી મળેલ કથિત શિવલિંગનું કાર્બન ડેટિંગ થશે કે નહીં ? ASI આજે આપશે હાઇકોર્ટમાં જવાબ

Priyakant

Last Updated: 07:37 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપી પરિસરમાંથી મળી આવેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે

  • જ્ઞાનવાપી પરિસરમાં મળેલ કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ અંગે સુનાવણી 
  • કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી અંગે સુનાવણી 
  • આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જવાબ દાખલ કરવામાં આવશે

અલાહાબાદ હાઈકોર્ટમાં આજે એટલે કે બુધવારે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાંથી મળી આવેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. વાત જાણે એમ છે કે, આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જવાબ દાખલ કરવામાં આવશે. ગત સુનાવણીમાં કોર્ટે 2 સપ્તાહમાં જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. 

ASI દ્વારા કરવામાં આવેલી કમિશન કાર્યવાહી દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગનું વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માગણી માટે એક અરજી દાખલ કરવામાં આવી છે.  મહત્ત્વનું છે કે, 16 મે 2022ના રોજ કમિશનની કાર્યવાહી દરમિયાન કથિત શિવલિંગ મળી આવ્યું હતું. હિન્દુ પક્ષ તરફથી વારાણસીની નીચલી અદાલતમાં કથિત શિવલિંગની કાર્બન ડેટિંગને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી. જે બાદ હિન્દુ પક્ષ તરફથી કાર્બન ડેટિંગને મંજૂરી ન આપવાના નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હિંદુ પક્ષે ચુકાદા સામે અરજી દાખલ કરી છે.

કોણે હાઈકોર્ટમાં સિવિલ રિવિઝન દાખલ કરી ? 
આ સમગ્ર મામલે અરજીકર્તા લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક વતી હાઈકોર્ટમાં સિવિલ રિવિઝન દાખલ કરવામાં આવી છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે એએસઆઈને પૂછ્યું હતું કે, શું કથિત શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના તેની કાર્બન ડેટિંગ કરી શકાય છે. જેના પર આજે ASI વતી કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવશે. વાસ્તવમાં વારાણસી કોર્ટે વૈજ્ઞાનિક સર્વે કરાવવાની અરજી ફગાવી દીધી હતી. કાર્બન ડેટિંગથી કથિત શિવલિંગને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ