બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / car driving tips dont forget these 5 things while driving manual gearbox car

કાર ટિપ્સ / મેન્યુઅલ ગિયરવાળી કાર ચલાવતી વખતે ક્યારેય પણ ન કરતા આ 5 ભૂલ, નહીંતર મુકાશો મુશ્કેલીમાં

Manisha Jogi

Last Updated: 04:27 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેન્યુઅલ કાર ચલાવતા સમયે મોટાભાગના લોકો આ પ્રકારની ભૂલ કરી બેસે છે, જેના કારણે ગાડી અને ડ્રાઈનરને નુકસાન થાય છે. મેન્યુઅલ કાર ચલાવતા સમયે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવા જોઈએ, ફોલો કરો આ ટિપ્સ.

મોટાભાગના લોકોને હવે ઓટોમેટિક કાર ગમી રહી છે, તેમ છતાં હજુ પણ કેટલાક લોકો એવા છે  જેમને મેન્યુઅલ કાર પસંદ છે. મેન્યુઅલ કાર ચલાવતા સમયે મોટાભાગના લોકો આ પ્રકારની ભૂલ કરી બેસે છે, જેના કારણે ગાડી અને ડ્રાઈનરને નુકસાન થાય છે. મેન્યુઅલ કાર ચલાવતા સમયે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, ફોલો કરો આ ટિપ્સ. 

મેન્યુઅલ કાર ચલાવવાની ટિપ્સ

ગિયર લેવલને આર્મરેસ્ટ ના બનાવવો
મોટાભાગના લોકો કાર ચલાવતા સમયે એક હાથ સ્ટીયરિંગ પર અને બીજો હાથ ગિયર લીવર પર રાખે છે. ગિયર લીવરનો ઉપયોગ હાથ રાખવા માટે ના કરવો જોઈએ. મેન્યુઅલ ટ્રાન્સમિશન દરમિયાન માત્ર ગિયર લીવર દેખાય છે, પણ પાછળના ફંક્શન દેખાતા નથી. ગિયર લીવર ચેન્જ કરતા સમયે સ્થિર રહેતા સેલેક્ટર ફોર્ક રોટેટિંગ કોલર તરફ દબાઈ જાય છે. ગિયર લેવલ પર હાથ રાખવાથી સેલેક્ટર ફોર્ક રોટેટિંગ કોલર સાથે સંપર્કમાં આવી શકે છે અને ગિયર બદલાવાની આશંકા રહે છે. જેથી કાર ચલાવતા સમયે હાથ સ્ટીયરિંગ વ્હીલ પર જ રાખવું. 

ક્લચ પેડલ પર પગ ના રાખવો
કારના ક્લચ પેડલ પર પગને આરામ ના આપવો. આ પ્રકારે કરવાથી વધુ ઈંધણ વપરાય છે, જેથી ટ્રાન્સમિશન એનર્જીને નુકસાન થવાની આશંકા રહે છે. અચાનક બ્રેક લગાવવી પડે તો ઉતાવળમાં બ્રેકની જગ્યાએ ક્લચ દબાવી દેવાની સંભાવના રહે છે, જેના કારણે એક્સિડન્ટ થઈ શકે છે. આ કારણોસર ડેડ પેડલનો ઉપયોગ કરવો. 

સ્ટોપ સિગ્નલ પર કાર ગિયરમાં ના રાખવી
સ્ટોપ સિગ્નલ પર એન્જિન બંધ કરવા માંગતા નથી તો કારને ન્યૂટ્રલ પર રાખવી. સ્ટોપ સિગ્નલ પર કાર ગિયરમાં રાખવાથી સિગ્નલ ગ્રીન થતા પહેલા ક્લચના કારણે પગ સ્લિપ થવાની સંભાવના રહે છે. જેથી દુર્ઘટના થઈ શકે છે. 

સ્પીડ વધારતા સમયે ગિયરનો ઉપયોગ ના કરવો
સ્પીડ વધારતા સમયે ગિયર સ્પીડ અનુસાર જ રાખવો. નીચેના ગિયર પર સ્પીડ વધુ રાખવાથી એન્જિન પર વધુ પ્રેશર આવે છે અને એન્જિમાંથી અવાજ આવે છે. જેના કારણે વધુ ફ્યુઅલ વપરાશ થાય છે. કારનું ગિયર હંમેશા બદલતા રહેવું જોઈએ અને તે અનુસાર અક્સેલરેટર દબાવવું જોઈએ. 

વધુ વાંચો: કારનું આયુષ્ય વધારવા ક્યારેય ન ભૂલતા આ 5 ટિપ્સ, ગાડી કાયમ માટે રહેશે ચકાચક

પહાડ ચઢતા સમયે ક્લચ પેડલ ના દબાવવું
સામાન્ય રીતે લોકો પહાડી ચઢાણ પર કાર ચલાવતા સમયે ક્લચ દબાવે છે, જે એકદમ ખોટું છે. આ પ્રકારે કરવાથી કાર ગિયર વગરની થઈ જાય છે. જો તમે ક્લચ દબાવી રાખો તો ક્લચનો હંમેશા ગિયર બદલતા સમયે જ ઉપયોગ કરવો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ