બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / car buyer guide disadvantages of car overloading dont make this mistake
Arohi
Last Updated: 03:29 PM, 12 February 2024
ADVERTISEMENT
ગાડીઓના કારણે આપણું જીવન ખૂબ જ સરળ થઈ ગયું છે. ક્યાંક પણ જવું હોય તો ગાડીમાં અમુક જ સમયમાં ત્યાં પહોંચી જવાય છે. એવામાં ઘણી વખત થાય છે કે વધારે લોકો ગાડીમાં સીટિંગ કેપેસિટીથી વધારે લોકો બેસાડી લે છે અથવા તો વધારે સામાન મુકી દે છે. પરંતુ આમન કરવું કાર માલિકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
થઈ શકે છે નુકસાન
કારમાં ક્ષમતાથી વધારે સામાન રાખવાના કારણે ઘણા નુકસાન થાય છે. જો કારમાં વધારે યાત્રી બેઠેલા હોય તો મુસાફરીમાં મુશ્કેલી આવે છે અને ડ્રાઈવિંગ કરવામાં પણ સમસ્યા થાય છે. સાથે જ ડેકીમાં વધારે લગેજ પણ ન રાખવું જોઈએ.
બોડીમાં થાય છે ડેમેજ
જો ગાડીમાં તેની ક્ષમતા કરતા વધારે સામાન કે લોકો બેસાડવામાં આવે તો બોડી પર અસર પડે છે. ગાડીમાં જે ચેસિસ લાગેલી હોય છે તેમાં મર્યાદિત વજન ઉઠાવવા માટેની જ ક્ષમતા હોય છે. એવામાં જો તેના પર વધારે લોડ આવે છે તો ખરાબ થવાની સંભાવના વધી જાય છે.
ટાયરોમાં ખરાબી
કારમાં જો વધારે સામાન મુકવામાં આવે કે લોકો બેસાડવામાં આવે તો ટાયરમાં કમી આવવા લાગે છે. ઓવરલોડિંગ કરવાના કારણે ટાયર જલ્દી ઘસાઈ જાય છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે.
વધુ વાંચો: TATA એ કર્યો કમાલ! ભારતમાં પહેલીવાર CNG સાથે ઓટોમેટિક કાર લૉન્ચ, કિંમત બસ આટલી
એન્જિન અને સસ્પેન્શંન
ગાડીમાં જરૂર કરતા વધારે લોકો બેસાડવાના કારણે સસ્પેંશન પર દબાણ વધી જાય છે. જેના કારણે સસ્પેંશનમાં ખરાબી કે તેને તૂટવાનો ખતરો રહે છે. ત્યાં જ સૌથી મહત્વપૂર્ણ ગાડીમાં વધારે સામાન રાખવાથી કે વધારે લોકોને બેસાડવાથી એન્જિન પર સીધી અસર પડે છે. કારમાં ઓવર લોડિંગ કરવાથી તેનું એન્જિન ખરાબ થવાની સંભાવના વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.