બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Calcutta High Court, trial court order, hotel executive, cheating, live-in partner,Living, live-in, information, being married is not fraud

મહત્વનો નિર્ણય / પરિણીત હોવાની જાણકારી આપીને લીવ-ઈનમાં રહેવું એ કોઈ દગો નથી: કોલકાતા હાઇકોર્ટે કહ્યું મહિલાને રિસ્ક વિશે ખબર હતી

Pravin Joshi

Last Updated: 06:48 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકત્તા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો છે જેમાં હોટલના એક્ઝિક્યુટિવને તેના લિવ-ઈન પાર્ટનર સાથે છેતરપિંડી કરવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

  • લિવ-ઈન રિલેશનશિપને લઈને કોલકત્તા હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
  • પાર્ટનરને તેના લગ્ન અને બાળકો વિશે જણાવી દે તો તેને છેતરપિંડી નથી
  • લિવ-ઇન પાર્ટનર સાથે છેતરપિંડી બદલ રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો 

કોલકાતા હાઈકોર્ટે પોતાના એક મહત્વના નિર્ણયમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ લિવ-ઈન રિલેશનશિપમાં જતા પહેલા તેના પાર્ટનરને તેના લગ્ન અને બાળકો વિશે બધું જ સ્પષ્ટપણે જણાવી દે તો તેને છેતરપિંડી ન કહેવાય. આ નિર્ણય સાથે કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને બાજુ પર રાખ્યો હતો જેણે હોટલના એક્ઝિક્યુટિવને તેના લિવ-ઇન પાર્ટનર સાથે છેતરપિંડી કરવા બદલ રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો હતો. આ વ્યક્તિએ તેના 11 મહિનાના લિવ-ઈન પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું. તેના પર લગ્ન કરવાનો ઇનકાર કરીને સંબંધ તોડવાનો આરોપ હતો. 11 મહિના સુધી 'લિવ-ઈન રિલેશનશિપ'માં રહ્યા બાદ તેણે મહિલા સાથે સંબંધ તોડી નાખ્યો

Topic | VTV Gujarati

શું છે સમગ્ર મામલો?

જણાવી દઈએ કે આ મામલો વર્ષ 2015નો છે. મહિલાએ કોલકાતાના પ્રગતિ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ફેબ્રુઆરી 2014માં તે હોટલમાં જોબ ઈન્ટરવ્યુ માટે ગઈ હતી જ્યાં તે ફ્રન્ટ ડેસ્ક પર ઉક્ત એક્ઝિક્યુટિવને મળી હતી. તેણે તેનો નંબર માંગ્યો, જે તેણે આપ્યો. આ પછી, પ્રથમ મુલાકાતમાં, પુરુષે મહિલાને તેના તૂટેલા લગ્ન વિશે જણાવ્યું હતું. પુરુષે તેને લિવ-ઈનમાં રહેવા કહ્યું, જેના માટે મહિલા સંમત થઈ ગઈ. મહિલાના માતા-પિતાને પણ આ સંબંધની જાણ હતી અને તેઓ ઈચ્છતા હતા કે તેમની પુત્રી જલ્દી લગ્ન કરીને સેટલ થઈ જાય.

21 વર્ષ બાદ આજે આવી શકે નરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો, માયાબેન કોડનાની, બાબુ  બજરંગી સહિત કુલ 86 આરોપીઓને કોર્ટ સંભળાવશે સજા! | Principal of the City  Civil ...

અલીપોર કોર્ટે આરોપીઓને 10 લાખનો દંડ ફટકાર્યો હતો

લગભગ 11 મહિના પછી તે વ્યક્તિ તેની પત્નીને મળવા મુંબઈ ગયો. જ્યાંથી તે કોલકાતા પાછો આવ્યો અને તેણે તેના પાર્ટનરને કહ્યું કે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. તે હવે તેની પત્નીને છૂટાછેડા આપશે નહીં. આ સાંભળીને મહિલાને છેતરાયાની લાગણી થઈ અને તેણે છેતરપિંડી અને બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી. આ અંગે અલીપોર કોર્ટે આરોપીઓને 10 લાખનો દંડ ફટકાર્યો હતો. નીચલી કોર્ટના નિર્ણય સામે હોટેલ એક્ઝિક્યુટિવએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

કોર્ટે પોતાના નિર્ણયમાં શું કહ્યું?

જસ્ટિસ સિદ્ધાર્થ રોય ચૌધરીએ પોતાના ચુકાદામાં કહ્યું કે છેતરપિંડી એ IPCની કલમ 415 દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઇરાદાપૂર્વકની અપ્રમાણિકતા અથવા કોઈનું કામ કરાવવા માટે પ્રલોભન એ છેતરપિંડી ગણવામાં આવશે. આ એક સુવિચારીત ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું છે. આ કેસમાં એ સાબિત કરવું જરૂરી હતું કે આરોપીએ સેક્સ કરવા માટે લગ્નનું ખોટું વચન આપ્યું હતું. તેણે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ તેની વૈવાહિક સ્થિતિ અને પિતૃત્વને છુપાવતી નથી, તો તે આવા સંબંધોમાં અનિશ્ચિતતાનું તત્વ રજૂ કરે છે. કોર્ટે કહ્યું જો પીડિતાએ તેમના સંબંધની શરૂઆતમાં જ અનિશ્ચિતતાના જોખમને જાણી જોઈને સ્વીકાર્યું હોય તો તેને છેતરપિંડી ન કહી શકાય. જો આરોપીએ સત્ય છુપાવ્યું ન હોય અને છેતરપિંડી ન કરી હોય, તો IPCની કલમ 415 માં વ્યાખ્યાયિત મુજબ છેતરપિંડી સાબિત થતી નથી. કોલકાતાની અલીપોર કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ સામેની અપીલની સુનાવણી દરમિયાન કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. જણાવી દઈએ કે નીચલી અદાલતે આરોપીને તેના લિવ-ઈન પાર્ટનર સાથે લગ્ન કરવાનું વચન આપીને સેક્સ માણવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આમાંથી આઠ લાખ મહિલાને અને બાકીના બે લાખ સરકારી તિજોરીમાં આપવાના હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ