બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Cabinet approves National Logistics Policy: Union Minister Anurag Thakur

આર્થિક / મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, નેશનલ લોજિસ્ટીક પોલિસીને આપી મંજૂરી, જાણો શું છે સ્કીમ અને લાભ

Hiralal

Last Updated: 05:18 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી કેબિનેટે નેશનલ લોજિસ્ટીક પોલિસીને આપી મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીએ આ વખતના તેમના બર્થડે પર આ યોજનાની જાહેરાત કરી હતી.

  • મોદી કેબિનેટે નેશનલ લોજિસ્ટીક પોલિસીને આપી મંજૂરી
  • પીએમ મોદીએ આ વખતના તેમના જન્મદિવસે કરી હતી જાહેરાત 
  • દેશમાં ઝડપી બનશે માલસામાનની અવરજવર
  • પરિવહન ખર્ચમાં પણ થશે ઘટાડો

મોદી કેબિનેટમાં નેશનલ લોજિસ્ટીક પોલિસીને મંજૂરી આપી દેવાઈ છે. કેબિનેટની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે નેશનલ લોજિસ્ટીક પોલિસીને મંજૂરી આપી છે.  જેનું અનાવરણ પીએમ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું  કે સરકારનું લક્ષ્ય લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં સુધારો કરવાનો અને 2030 સુધીમાં ટોચના 25 દેશોમાં શામેલ થવાનું છે. 

દેશમાં ઝડપી બનશે માલસામાનની અવરજવર, ઘટશે પરિવહન ખર્ચ 
નેશનલ લોજિસ્ટિક પોલિસી લાગુ થયા બાદ દેશમાં માલસામાનની અવરજવર ઝડપી બનશે અને પરિવહન ખર્ચમાં પણ ઘટાડો આવશે. 

પીએમ મોદીએ 17 સપ્ટેમ્બરે કરી હતી જાહેરાત 
પીએમ મોદીએ 17 સપ્ટેમ્બરે નેશનલ લૉજિસ્ટિક્સ પોલિસીની રૂપરેખા રજૂ કરી છે. આના દ્વારા દેશભરમાં ઉત્પાદનોની અવિરત અવરજવરને પ્રોત્સાહિત કરીને પરિવહન સાથે સંકળાયેલા ખર્ચમાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ જાહેર કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)નાં 13-14 ટકાના વર્તમાન સ્તરથી ઘટાડીને એકમનાં આંકડામાં લાવવાનો છે. લોજિસ્ટિક્સ નીતિ હેઠળ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ (યુલિપ) વિકસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે વિવિધ સરકારી અને ખાનગી એજન્સીઓને સુવિધા આપનાર તરીકે કામ કરશે.

લોજિસ્ટિક્સમાં આવી સેવાઓ સામેલ 
લોજિસ્ટિક્સમાં વેપાર માટે મહત્ત્વપૂર્ણ સુવિધાઓનો સમાવેશ થાય છે જેવી કે માલસામાનની હેરફેર માટે પરિવહન સેવાઓ, ખાદ્ય ચીજવસ્તુઓ, ફળો અને શાકભાજી જેવી ચીજવસ્તુઓના વેપાર માટે જરુરી સ્ટોરેજ સુવિધાઓ અને લાઇસન્સિંગ અને કસ્ટમ્સ જેવા વેપારને સરળ બનાવતી સરકારી સેવાઓની સુચારૂ કામગીરી.

નેશનલ લોજિસ્ટિક પોલિસીની ચાર ખાસિયત 
ડિજિટલ સિસ્ટમનું સંકલન (આઇડીએસ); યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ (યુલિપ); લોજિસ્ટિક્સની સરળતા (ઇલોગ); અને સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ ગ્રુપ (એસઆઈજી). આઇડીએસ હેઠળ, સાત વિભાગોની 30 જુદી જુદી પ્રણાલીઓને સંકલિત કરવામાં આવી છે - જેમાં માર્ગ પરિવહન, રેલ્વે, કસ્ટમ્સ, ઉડ્ડયન અને વાણિજ્ય વિભાગોના ડેટાનો સમાવેશ થાય છે.

શું છે યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ
યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ યુલિપ "પરિવહન ક્ષેત્ર સાથે સંબંધિત તમામ ડિજિટલ સેવાઓને એક જ પોર્ટલમાં લાવશે. એ જ રીતે, ઉદ્યોગ સંગઠનો માટે સરકાર સુધી પહોંચીને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક નવું ડિજિટલ પ્લેટફોર્મ ઇઝ ઓફ લોજિસ્ટિક્સ સર્વિસીસ (ઇ-લોગ્સ) પણ શરૂ કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ