બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / C R patil statement over remdesivir injection distribution by bjp
ગુજરાતમાં સરકાર પાસે પણ હાલ કોરોનાના રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે ત્યારે ભાજપ પ્રમુખ દ્વારા મફત વહેંચણીથી ભારે વિવાદ સર્જાયો છે.
ADVERTISEMENT
આવામાં સી.આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું હતું કે આ ઈન્જેક્શન અમે જાતે કરી છે. આમા સરકારે અમને કોઈ મદદ નથી કરી. હું મારી જાતે ઈન્જેક્શન લાવું છું. સુરતના અમારા કેટલાંક મિત્રોએ આ ઈન્જેક્શન ખરીદ્યા હતા. તે જ ઈન્જેક્શનનું હવે ભાજપ દ્વારા લોકોની જરૂરિયાત મુજબ કરવામાં આવશે. આવામાં દેખાઈ રહ્યું છે કે પાટીલ મફતના ઈન્જેક્શનની જાહેરાત કરીને ભરાઈ ગયા હતાં.
5000 રેમડેસિવીર ઈન્જેક્શન મફત આપવા મામલે વિવાદ વધતા C R પાટીલનું નિવેદન આવ્યું સામે, કહ્યું હું મારી રીતે ઈન્જેક્શન લાવું છું, જાતે વ્યવસ્થા કરી છે. અગાઉ CM રૂપાણીએ કહ્યું હતું કે સરકારને ખબર નથી પાટીલ ક્યાંથી ઈન્જેક્શન લાવ્યાં.@CRPaatil @vijayrupanibjp @BJP4Gujarat @INCGujarat pic.twitter.com/2l1spmtbNL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 10, 2021
ADVERTISEMENT
ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કરી દીધુ
ADVERTISEMENT
સુરતમાં ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કરી દીધુ છે. શહેર ભાજપે 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. ઇન્જેક્શનના કાળા બજાર રોકવા ભાજપમાં મફતમાં વિતરણ કરી રહ્યુ છે. ઝાયડસ કંપની પાસેથી 5 હજાર ઇન્જેક્શન ખરીદ્યા હોવાનું જાણવા મળ્યુ છે અને સામે ઝાયડસ કંપનીએ લોકોને સીધું વેચાણ બંધ કર્યું છે. ઉધના ભાજપ કાર્યકાલ ખાતે ઇન્જેક્શન વિતરણ શરૂ કરાયું છે.
શું કહ્યુ CM રૂપાણીએ?
ADVERTISEMENT
સી.આર.પાટીલ સરકાર સાથે સંકલન વિના કામ કરી રહ્યાં હોવાનો ખુલાસો થયો છે. સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ( remdesivir injection )વિતરણ મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે સરકારે ભાજપને કોઈ જથ્થો નથી આપ્યો. ઈન્જેક્શનના જથ્થા મુદ્દે સી.આર.પાટીલને પૂછવું જોઈએ. સી.આર.પાટીલે વ્યવસ્થા કેવી રીતે કરી એ તેમને ખબર છે.
સુરતમાં ભાજપ રેમડેસિવીર ઇન્જેક્શન કેવી રીતે આપશે એ C R પાટીલને ખબર, સરકારે કોઈ નથી આપ્યા : CM રૂપાણી #Remdesivir #Gujarat #coronavirus #CMRupani #surat #ahmedabad #covid19india #vijayrupani #crpatil @CMOGuj @vijayrupanibjp @PatilOffice pic.twitter.com/nviNcKXUgg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 10, 2021
ADVERTISEMENT
તપાસના આદેશ અપાયા
ADVERTISEMENT
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરે આ મામલે નોંધ લેતા તપાસના આદેશ આપ્યાં છે. વિભાગે કહ્યું છે કે આ મામલે તપાસ સોંપાઈ છે અને ક્યાંથી આવ્યા તેમ જ ભાજપના કાર્યાલય પર તેના વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું તે પણ તપાસ કરવામાં આવશે. નિયમોઅનુસાર કોઈ ખાનગી જગ્યાએ આ ઈન્જેક્શનનું સરકારની પરવાનગી વિના વિતરણ ન કરી શકે. ઉપરાંત ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના પણ આ ઈન્જેક્શન આપી શકાય નહીં.
કોંગ્રેસનો વિરોધ
સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection ) નો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે ભાજપ પર આક્ષેપ કર્યા છે કે, હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર પર ઇન્જેક્શન નથી મળતા અને ભાજપ પાસે ઇન્જેક્શન કેવી રીતે પહોચ્યાં? શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે? શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે. ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો કેવી રીતે મેળવ્યો? સી.આર.પાટીલ માત્ર સુરત અને નવસારીની જ સેવા કેમ કરે છે. પાટીલ અન્ય જિલ્લાઓમાં કેમ વિતરણ ના કર્યું.
લાયસન્સ વિના ભાજપ દવાનું વેચાણ કેવી રીતે કરી શકે?
સુરતમાં ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું છે ત્યારે ભાજપ કાર્યાલય પર ઇન્જેક્શન વિતરણ પર કોંગ્રેસે આક્ષેપ કરી રહ્યુ છે. મનિષ દોશી ભાજપે રસીકરણનું રાજકીયકરણ કર્યું છે. ભાજપને ઇન્જેક્શન વેચાણની મંજૂરી કોને આપી? હોસ્પિટલની જગ્યાએ પાર્ટી કાર્યાલયથી આવી વ્યવસ્થા ના હોવી જોઇ. ઇન્જેક્શન હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે. હોસ્પિટલમાં ઇન્જેક્શન ના આપી શકો તો રાજીનામું આપો. ઇન્જેક્શન આપી ભાજપ લોકોને ભ્રમિત કરી રહી છે. લાયસન્સ વિના ભાજપ દવાનું વેચાણ કેવી રીતે કરી શકે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.