બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

VTV / ગુજરાત / c patil declare three days break to party workers

ઇલેક્શન-2022 / ભાજપ કાર્યકરોને 3 દિવસ રજા પછી 6 મહિના દોડધામ: તાપીમાં CR પાટીલે કર્યું મોટું એલાન

Khyati

Last Updated: 03:53 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપીમાં સી.આર પાટીલે કાર્યકરો માટે કરી મોટી જાહેરાત, 3 દિવસ માટે કાર્યકરોને આપી રજા

  • તાપીમાં સી.આર.પાટીલનું કાર્યકરોને નિવેદન
  • 3 દિવસ આરામ કરો પછી કામે લાગી જાઓ
  • 1 થી 3મે સુધી રજા, પછી છ મહિના સુધી દોડવાનું છે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવા એંધાણ વચ્ચે ભાજપે તૈયારીઓને લઇને ધમધમાટ શરુ કર્યો છે.  એક તરફ  આજથી બે દિવસ  પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે છે. તો બીજી તરફ કલેક્ટર ઓફિસથી સરકારી કર્મચારીઓની વિગતો મંગવાઈ રહી છે. એક બાદ એક  સરકાર તરફથી વિકાસલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.  ત્યારે આ  તમામ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું .

 કાર્યકરો માટે 3 દિવસ રજાની  જાહેરાત

વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તડામાર તૈયારીઓ તો શરુ કરી દીધી છે. પરંતુ ભાજપ હમેશા કંઇક નવા પ્રયોગો કરતુ આવ્યુ છે. ત્યારે આ વખતે ચૂંટણીની કામગીરીમાં ભાજપ કોઇ કચાશ રાખવા માગતું નથી. હેતુસર રોજબરોજના કાર્યોમાંથી પાર્ટીના કાર્યકરોને થોડો બ્રેક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકરો માટે 3 દિવસ રજાની જાહેરાત કરી છે. તાપીમાં આયોજિત એક કાર્યક્રમમાં સી.આર પાટીલે 
1મે થી 3મે સુધી કાર્યકરોને રજા જાહેર કરી.  પ્રદેશ અને જિલ્લા કક્ષાએથી 3 દિવસ સુધી કોઇ પણ કાર્યક્રમ નહી આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે.  

3 દિવસનો બ્રેક શા માટે ??

3 દિવસની રજા આપવા પાછળ કારણો જણાવતા સી.આર પાટીલે કહ્યું કે સતત બે વર્ષથી કાર્યક્રમો આપતા આવ્યા છીએ. દરેકને થોડો સ્પેસ આપવાની જરુર હોય છે. ઘણા કાર્યકરોની રજૂઆત હતી કે થોડો બ્રેક આપો. જેથી 3 દિવસની રજા આપવામાં આવી, સી.આર પાટીલનું માનવુ છે કે 3 દિવસની રજા આપવાથી અમે વધુ તાજગી સાથે 2022ની વિધાનસભાની તૈયારી કરી શકીશું. વધુમાં એમ પણ જણાવ્યું કે 3 દિવસ એ લાંબો સમયગાળો નથી પરંતુ રજા બાદ નવી તાજગી સાથે આવનારા દિવસો માટે કામે લાગે તેમ જણાવ્યું હતું.

 


ભૂપેન્દ્ર યાદવ છે ગુજરાતના પ્રવાસે

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ભલે ડિસેમ્બરમાં યોજાવાની હોય પરંતુ ભાજપ દ્વારા તે પહેલા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસના પ્રવાસમાં તેઓ સતત બેઠકો યોજશે. બેઠકમાં રાજકીય, સામાજીક પરિસ્થિતિ અંગે ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવશે. બે દિવસના પ્રવાસમાં તેઓ વર્તમાન મંત્રી, પૂર્વમંત્રી, જૂના સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવશે. સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યા બાદ તેઓ રિપોર્ટ દિલ્લીમાં ભાજપ હાઇ કમાન્ડને આપશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ