બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સંબંધ / By investing Rs 210 every month, you will get Rs 60,000 pension every year, know full details

અટલ પેન્શન યોજના / 210માં 60,000નું પેન્શન ! ઘડપણમાં છોકરા સામું ન જોવે ત્યારે 'જીવાડી જશે' આ સરકારી યોજના

Hiralal

Last Updated: 08:20 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘડપણ નિરાંતે ગાળવા માટે કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના ખૂબ કારગર છે અને તેમાં રોકાણ દ્વારા તમને એકસામટી મોટી રકમ મળી જાય છે.

  • અટલ પેન્શન યોજનામાં રોકાણથી ઘડપણમાં શાંતિ
  • મહિને 210 રુપિયાના રોકાણમાં વર્ષે મળે છે 60,000નું પેન્શન
  • 18 થી 40 એમ 22 વર્ષ સુધી કરી શકાય છે રોકાણ
  • બદલામાં એક સામટી મળે છે મોટી રકમ 

ઘડપણ ખૂબ દોહ્યલું હોય છે અને તેમાંય તો છોકરાઓ ન રાખે તો વૃદ્ધ માતાપિતાનું જીવવું હરામ બની રહેતું હોય છે અને ખાવાના પણ ફાંફા પડી જતા હોય છે. શરીર નબળું હોવાથી કંઈ કામ પણ થઈ શકતું નથી આવી સ્થિતિમાં કોણ પૈસા આપે? તેથી જવાનીમાં બચત કરી લેવી ખૂબ હિતાવહ છે જેથી જવાનીની બચત ઘડપણમાં કામ આવે પછી ભલેને છોકરા સામું પણ ન જોવે પરંતુ બચતના પૈસાથી જીવનનું ગાડું ચાલ્યું જાય છે. ઘડપણમાં કામ લાગતી સરકારની આવી જ એક યોજના છે જેનું નામ અટલ પેન્શન યોજના છે. તમે 42 વર્ષ સુધી દર મહિને 210 રૂપિયાનું રોકાણ અથવા બે દાયકા સુધી દર મહિને 1454 રુપિયાનું રોકાણ કરી શકો છો. 

શું લાભ છે અટલ પેન્શન યોજનામાં રોકાણનો 
અટલ પેન્શન યોજના (એપીવાય) સરકાર દ્વારા સંચાલિત યોજના છે, જે મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક વ્યક્તિ 18 થી 40 વર્ષની વય વચ્ચે પેન્શન યોજનામાં રોકાણ શરૂ કરી શકે છે, જેનાથી તે વ્યક્તિના યોગદાન અને ઉંમરના આધારે 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની નિશ્ચિત ન્યૂનતમ માસિક પેન્શન મેળવી શકે છે. એપીવાય ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લું છે. એટલે કે જો ગ્રાહકો દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરે છે તો તેમને કુલ 60 હજાર રૂપિયા મળશે. તેઓએ ફક્ત બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવાનું છે.

અટલ પેન્શન યોજનામાં કોણ કરી શકે છે રોકાણ?
અસંગઠિત ક્ષેત્રના તમામ નાગરિકો આ યોજનામાં રોકાણ કરી શકે છે. અટલ પેન્શન યોજના એવા લોકો માટે સારું છે જેઓ ઓછી આવક જૂથના છે અથવા એવા વ્યક્તિઓ કે જેમની પાસે કોઈ નિશ્ચિત રોજગાર નથી. અટલ પેન્શન યોજના હેઠળ દર મહિને 5000 રૂપિયા મેળવો. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે મહિને 210 રુપિયાનું રોકાણ શરુ કરે તો તે કુલ 1,05,840 રુપિયાનું રોકાણ કરે છે. આ રીતે તે 40 વર્ષની ઉંમરમાં 1454 રુપિયાનું રોકાણ કરે તો તે 3,48,960 રુપિયાનું રોકાણ કરે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દે છે તો તે 2,43,120 રૂપિયાની બચત કરી શકશે.

અટલ પેન્શન યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
એપીવાય સબ્સ્ક્રાઇબર ફોર્મ તમામ બેંક વેબસાઇટ્સ પર ઓનલાઇન ઉપલબ્ધ છે. ગ્રાહકોએ ફોર્મ ડાઉનલોડ કરવાનું હોય છે, જરૂરી વિગતો ભરવાની હોય છે અને તેને પોતાની બેંકોમાં જમા કરાવવાની હોય છે. અન્ય જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે અને અરજદારો સરળતાથી અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ