બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ચૂંટણી 2019 / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / By-elections will be held tomorrow at 6 seats of Gujarat Legislative Assembly
Last Updated: 01:03 AM, 21 October 2019
ADVERTISEMENT
14.73 લાખ મતદારો મત આપશે
સોમવારે ગુજરાત વિધાન સભાની 6 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં 14.73 લાખ મતદારો મતદાન કરશે. તેમજ 1781 મથક પર મતદારો મતદાન કરી શકશે. 24 ઓક્ટોબરનાં રોજ મત મત ગણતરી હાથ ધરાશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ અમરાઈવાડી બેઠક પર વિજયનાં દાવા પણ કરી દીધાં છે.
ADVERTISEMENT
EVM અને VVPATડિસ્પેચ કરાયાં
ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર આજે મતદાન થશે. મતદાનને લઈને અમદાવાદના અમરાઇવાડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અહીં EVM અને VVPAT મશીન ચકાશણી પૂર્ણ કરાઈ છે. કે,કા શાસ્ત્રી કોલેજ ખાતે સ્ટોંગ રૂમ તૈયાર કરાયો છે. ચૂંટણીની તમામ સ્ટેશનરીનુ પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ અમરાઈવાડી બેઠક પર રહેલા ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.
ADVERTISEMENT
81 મતદાન મથક પરથી વેબ કાસ્ટિંગ થશે
બાયડમાં EVM અને VVPATને મતદાન મથકે મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. અહીં 316 બુથ પરથી મતદાન યોજાશે. 1975 કર્મચારીઓ પેટાચૂંટણીમાં ફરજ બજાવશે. 81 મતદાન મથક પરથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. અહીં સુરક્ષામાં પેરામિલેટ્રીની 4 કંપનીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે ,કોંગ્રેસનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતાં બેઠક ખાલી પડી હતી.
ADVERTISEMENT
ખેરાલુંમાં 2.9 લાખ મતદારો મતદાન કરશે
મહેસાણામાં ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી અંતર્ગત પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ બેઠક પર 2.9 લાખ મતદારો મતદાન કરશે. અહીં 269 મતદાન મથકો પર મતદાન કરવામાં આવશે. સુરક્ષા માટે 600 પોલીસકર્મીઓ તૈનાત કરાયાં છે. જેમાં ચુંટણી ટાણે સુરક્ષાનાં ભાગ રૂપે 3 PI, 4 PSI અને 400 પોલીસ કર્મી, CISF- BSF 2-2 ટીમ અને 100 હોમગાર્ડ તૈનાત રહેશે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરનાં ભાજપનાં ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.
ADVERTISEMENT
55 સંવેદનશીલ કેન્દ્રો પર વેબ કમેરાથી રખાશે નજર
બનાસકાંઠાનાં થરાદમાં પણ EVM, VVPAT સહિતની સામગ્રીની ફાળવણી કરાઈ ચૂકી છે. અહીં મતદાન કેન્દ્રો પર સામગ્રી ST બસથી મોકલવામાં આવી છે. જ્યારે 260 મતદાન કેન્દ્રો પર પ્રિસાઈડિંગ ઓફિસર તૈનાત કરાયાં છે. તેમજ 168 માઈક્રોઓબ્જર્વ, 320 મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે 55 સંવેદલશીલ કેન્દ્રો પર વેબ કેમેરાથી ચૂંટણી પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. 2 લાખ 17 હજાર 849 મતદાતાઓ મતદાન કરશે. અહીં પોલીસ, હોમગાર્ડ અને BSFના જવાનો મતદાન કેન્દ્રો પર સુરક્ષાનો કારભાર સંભાળશે. થરાદ બેઠક પરનાં ભાજપનાં ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતાં આ બેઠક ખાલી પડી હતી.
ADVERTISEMENT
બાકીનાં મથકો પર પેટા ચૂંટણીની તડમાર તૈયારી
આ ઉરાંત લુણાવાડા, અને રાધપુર બેઠકો પર પણ સુરક્ષા કર્મીઓ તહૈનાત થઈ ચુક્યાં છે. ત્યાં પણ EVM અને VVPAT મશીનો સ્ટોંગરૂમમાંડિસ્પેચ થઈ ચુક્યાં છે. ઉલ્લેખનીય છે કે લુણાવાડા બેઠક પરનાં ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતાં બેઠક ખાલી પડી હતી. તેમજ રાધનપુર બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતાં બેઠક ખાલી પડી હતી. જેનાં કારણે અહીં પેટા ચૂંટણી યોજવાની જરુરિયાત ઊભી થઈ હતીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.