બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bunny buffalo got the separate identification on national level says pm modi

નિવેદન / PM મોદીએ ગુજરાતની આ ભેંસ વિશે વાત કરી અને ખેડૂત આંદોલન પર કરી ટિપ્પણી, જુઓ શું કહ્યું

Kavan

Last Updated: 07:22 PM, 15 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ કચ્છમાં 3 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં ખેડૂત આંદોલનને લઇને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા તો કચ્છની જાણીતી બન્ની ભેસને મળેલી રાષ્ટ્રીય માન્યતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

  • કચ્છમાં PM મોદીએ 3 પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
  • બન્ની ભેંસ અને કૃષિ આંદોલનને લઇ આપ્યું નિવેદન 
  • પંજાબી ખેડૂતો સાથે કર્યો સંવાદ 

પ્રધાનમંત્રી મોદીએ બન્ની ભેંસ વિશે કહ્યું હતું કે, બંન્ની ભેંસ દુનિયામાં પોતાની નામના આગળ વધારી રહી છે. કચ્છમાં તાપમાનનો પાર 45 ડિગ્રીને પાર પહોંચે કે, શૂન્યની નીચે હોય બન્ની ભેંસનો કોઇ જ અસરથી થતી નથી અને તેને પાણી પણ ઓછું જોઇએ છે . 

જેટલામાં એક નાની કાર ખરીદી શકાય તેટલી કિંમતમાં વેચાય છે બન્ની ભેંસ 

PM મોદીએ વધુમાં કહ્યું કે, બન્ની ભેંસ ચારા માટે દૂર-દૂર સુધી ચારાની શોધમાં જાય છે અને દરરોજ આશરે 15 લિટર જેટલું દુધ આપે છે. તેનાથી વાર્ષિક કમાણી 2થી3 લાખ રૂપિયા સુધીની થાય છે. તાજેતરમાં એક ભેંસ 5 લાખથી વધુ રૂપિયામાં વેચાઇ છે. જેટલામાં એક નાની કાર ખરીદી શકાય તેટલામાં બન્નીની એક ભેંસ મળે છે. 2010માં બન્ની ભેંસને રાષ્ટ્રીય માન્યતા મળી હતી અને આઝાદી પછીની આ પહેલી બ્રીડ હતી જેને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. કચ્છમાં ભેંસ સાથે જોડાયેલ કારોબાર ખૂબ સફળતા પૂર્વક વિકસ્યો છે. 

શું છે બન્ની ભેંસ 

બન્ની ભેંસને કેન્દ્ર સરકાર દ્વારા 11 મી નસલ તરીકે માન્યતા આપવામાં આવેલ છે. બન્ની ભેંસની એક અલગ ઓળખાણ છે. તેના શિંગડા સુંદર હોય છે. બન્નીની ભેંસ ની કિંમત 50 હજારથી શરૂ કરી 6 લાખ સુધી છે.

ભેંસની જાતો

  •     સુરતી ભેંસ
  •     મહેસાણી ભેંસ
  •     જાફરાબાદી ભેંસ
  •     મુરાહ ભેંસ
  •     મરાઠવાડી ભેંસ
  •     નીલીરાવી ભેંસ
  •     નાગપુરી ભેંસ
  •     પંઢરપુરી ભેંસ
  •     ભદાવરી ભેંસ
  •     ટોડા ભેંસ
  •     સ્વામ્પ ભેંસ
  •     બન્ની ભેંસ

ખેડૂતોના આંદોલનને લઇને સાધ્યું નિશાન 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દિલ્હીની આસપાસના ખેડૂતોને ડરાવવાનું કાવતરું ચાલી રહ્યું છે. જો કોઈ તમારી પાસેથી દૂધ લેવાનો કરાર કરે છે, તો તે ભેંસ લઇ જાય છે?  આપણે ત્યાં જેવી આઝાદી પશુપાલકોને મળી રહી છે તેવી ખેડૂતોને આઝાદી આપવામાં આવી છીએ. ખેડૂત સંગઠનો ઘણા વર્ષોથી આ માંગણી કરતા હતા, વિપક્ષ આજે ખેડુતોને ગેરમાર્ગે દોરે છે, પરંતુ તેમની સરકાર દરમિયાન આવી જ વાતો કહેતા હતા.

118 વર્ષ પહેલાંના પ્રસંગને કર્યો યાદ 

પીએમ મોદીએ કહ્યું કે 118 વર્ષ પહેલાં 15 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેનું આકર્ષણ ભાનુ થર્મોમીટર હતું, જે સૂર્યનું ગરમી સંચાલિત ઉપકરણ હતું. હવે 118 વર્ષ બાદ સૂર્યની ગરમીમાં ચાલતા આટલા મોટા ઉદ્યાનનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ ઉદ્યાનો હવે વીજ બિલ ઘટાડવામાં મદદ કરશે. 

પીએમ મોદીએ કહ્યું કે આ એનર્જી પાર્ક પ્રદૂષણ સામે લડવામાં મદદ કરશે, તે લગભગ નવ કરોડ વૃક્ષો વાવવા યોગ્ય છે. પીએમ મોદીએ કહ્યું કે આ સાથે એક લાખ યુવાનોને નોકરી મળશે, ખેડૂતો માટે વિશેષ સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. પીએમએ કહ્યું કે અમે કેનાલો પર સોલર પેનલ પણ લગાવીએ છીએ.

3 પ્લાન્ટનું કર્યું લોકાર્પણ 

વિવિધ ત્રણ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું જેમાં કચ્છના ગુંદિયાળી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન, કચ્છની સરહદ ડેરીના અત્યાધુનિક ડેરી પ્લાન્ટની પણ સ્થાપના અને કચ્છના ખાવડા નજીક હાઈબ્રિડ પાર્કની સ્થાપના કરાશે. 

pm modi in Gujarat Kutch for inauguration

ગુજરાતે અનેક અસંભવ કામને સંભવ કરી બતાવ્યું છે :  CM રૂપાણી 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને તેમણે કચ્છ વિશે કહ્યું હતું કે, કચ્છે અનેક કુદરતી આફતનો સામનો કર્યો છે તેમ છતાં  દોઢ દાયકામાં તેણે ખૂબ જ ઉપલબ્ધિઓ મેળવી છે અને હાલ ગુજરાતમાં વિશ્વની તમામ કંપનીઓ છે. તો તેમણે એમપણ કહ્યું હતું કે, આજે કોઈ એવી ઈન્ડસ્ટ્રી નથી જે કચ્છમાં ન હોય. 

ખેડૂતો સાથે સંવાદ સાધ્યો

ઉલ્લેખનીય છે કે, એકતરફ દિલ્હી બોર્ડર પર પંજાબ અને હરિયાણાના ખેડૂતો 3 કૃષિ કાયદાના વિરોધમાં  આંદોલન કરી રહ્યા છે ત્યારે આ તરફ આજે પ્રધાનમંત્રી મોદી ધોરડો ખાતે પ્રધાનમંત્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ યોજ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ