બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / budget 2022 gold gems and jewellery expectations from budget central government may reduce import duty on gold
Last Updated: 12:16 PM, 20 January 2022
ADVERTISEMENT
સોના પર આયાત કરને 7.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાની માંગ
આવતા મહિને રજૂ થનારા સામાન્ય બજેટ 2022માં સરકાર સોના પર આયાત ટેક્સમાં કાપ મુકી શકે છે. આનાથી બજેટ બાદ સોનું સસ્તું થવાની આશા છે. હકિકતમાં રત્ન તથા આભૂષણ નિકાસ સંવર્ધન પરિષદે (GJEPC)સરકારને સોના પર આયાત કરને 7.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાની માંગ કરી છે. જેનાથી ઉદ્યોગને વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધામાં બની રહેવામાં મદદ મળશે.
ADVERTISEMENT
GJEPCની ઘાટ તથા પોલિશ હીરા તથા રત્નો પર પણ આયાત કરને ઘટાડવાની સલાહ
GJEPCએ પોતાના બજેટ પૂર્વ ભલામણમાં ઘાટ તથા પોલિશ હીરા અને રત્નો પર પણ આયાત કરને 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવાની સલાહ આપી. સાથે જ ઉદ્યોગ માટે વિશેષ પેકેજ આપવાની અપીલ કરી છે. પરિષદમાં કહ્યું કે આયાત કર ઘટાડીને 4 ટકા કરવાથી 500 કરોડ રુપિયાની જગ્યાએ 225 કરોડ રુપિયાની કાર્યશીલ પૂંજી જ ફસાશે. બાકી રકમનો ઉપયોગ વિસ્તારમાં કરી શકાશે.
ADVERTISEMENT

રત્ન- આભૂષણ પર જીએસટી ઘટાડવાની માંગ
ADVERTISEMENT
અખિલ ભારતીય રત્ન તથા આભૂષણ ઘરેલુ પરિષદ(જીજેસી)એ સરકારને જીએસટીના દરને 3 ટકાથી ઘટાડીને 1.25 કરવાની માંગ કરી છે. સાથે પેન કાર્ડની સીમા 2 લાખથી વધારીને 5 લાખ રુપિયા કરવાનો આગ્રહ પણ કર્યો છે. જીજેસીનું કહેવું છે કે ગ્રામીણ ભારતમાં અનેક ઘરોમાં પેન કાર્ડ નથી. આનાથી જરુરીયાતના સમયે ન્યૂનતમ જરુરી જ્વેલરીની વ્યવસ્થા કરવામાં કઠણાઈ આવે છે. પરિષદે ક્રેડિટ કાર્ડથી આભૂષણોની ખરીદી પર બેંક કમિશન(1-1.5 ટકા)ને માફ કરવાની માંગ કરી છે.

ADVERTISEMENT
ભારત 5મો સૌથી મોટો નિકાસકર્તા
ADVERTISEMENT
ભારત રત્ન તથા આભૂષણની 5મો સૌથી મોટો નિકાસકર્તા છે. વૈશ્વિક રત્ન તથા આભૂષણ નિકાસમાં આની 5.8 ટકા ભાગીદારી છે. GJEPCના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું કે અમે આ વિસ્તારમાં ચાલુ નાણા વર્ષ દરમિયાન 41 અરબ ડોલરનું નિકાસ લક્ષ્ય મેળવી લેશે. આ ઉપરાંત આપણે વસ્તીના શતાબ્દી વર્ષમાં 100 અરબ ડોલર નિકાસનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ ક્રમમાં અમે સરકારને અપીલ કરીએ છીએ કે આગામી બજેટમાં આ સેક્ટર માટે એક વિશેષ પેકેજની જાહેરાત કરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.