બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Brijesh Merja's statement following the state-wide strike by Talatis

નિવેદન / ગુજરાતભરમાં હડતાળ પર ઉતર્યા તલાટીઓ, સરકારે કહ્યું અમે બધા પ્રશ્નો ઉકેલ્યા છે, હવે...

Khyati

Last Updated: 03:20 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પડતર માંગણી ન સંતોષાતા રાજ્યના તલાટીઓ હડતાળ પર ઉતર્યા, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આ અંગે આપી પ્રતિક્રિયા

  • પડતર પ્રશ્નોને લઇને રાજ્યના તલાટીઓ હડતાળ પર
  • રાજકોટ-વડોદરા સહિતના તલાટીઓ હડતાળ પર
  • પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર કટિબદ્ધ- મેરજા

રાજ્યના તલાટીઓ આજથી પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં  વડોદરા જિલ્લાના 300 તલાટીઓ જોડાયા છે..તો  રાજકોટની 591 ગ્રામ પંચાયતના તલાટીઓ જોડાયા છે. જેથી રાજકોટ અને વડોદરા ગ્રામ પંચાયતોનો વહીવટ ખોરવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ હડતાળમાં સમગ્ર રાજ્યના 8 હજાર 500 તલાટીઓ જોડાયા છે. જેથી રાજ્યના 18 હજાર 700 ગામમાં હડતાળની અસર થઇ છે. આ અંગે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા એક પણ પ્રશ્નનનું નિરાકરણ થયું નથી. જેથી હર ઘર તિરંગા યાત્રાને બાદ કરતાં તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.

શું છે તલાટીઓની માંગ ?

  • 2004-05 પછીના તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી
  • તલાટીઓને ઉચ્ચ પગાર ધોરણના લાભ આપવા
  • પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ માટે લેવાતી પરીક્ષા રદ કરવામાં આવે
  • રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવામાં આવે 
  • રેવન્યુને મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવામાં આવે
  • પ્રથમ-દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખ મુજબ મંજૂર કરવી
  • પંચાયત વિભાગ સિવાયની કામગીરી તલાટીને ન આપવામાં આવે

 

'તલાટીના પ્રશ્ન મુદ્દે સરકાર હકારાત્મક'

રાજ્યમાં પડતર પ્રશ્નોને લઇ તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે. આ મુદ્દે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ નિવેદન આપતા જણાવ્યું કે  તલાટીઓના પ્રશ્નો ઉકેલાયા છે. આ મુદ્દે સરકાર પણ હકારાત્મક છે. કેટલાક પ્રશ્નોમાં નાણા વિભાગની મંજૂરી લેવી પડે છે. જેથી મંજૂરીના કારણે અમૂક પ્રશ્નો પડતર છે. આ તમામ પ્રશ્નો ઉકેલવા સરકાર કટિબદ્ધ છે. સાથે ગ્રામ્યની વ્યવસ્થા ન ખોરવાવા માટે સરકાર સતર્ક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ