બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Brendan Taylor Reveals Details About Spot-Fixing Approach From An Anonymous Businessman

સ્પોટ ફિક્સીંગ / ભારતીય ઉદ્યોગપતિએ કોકિન આપીને બ્લેકમેઈલ કર્યો, ફિક્સીંગ માટે ધમકી આપી, મોટા ક્રિકેટરના ખુલાસાથી હડકંપ

Hiralal

Last Updated: 03:39 PM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટની દુનિયામાં સ્પોટ ફિક્સીંગ નવી વાત નથી પરંતુ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વાર કોઈ ખેલાડીએ સામે ચાલીને ફિક્સીંગનો ખુલાસો કરતા ખળભળાટ મચ્યો છે.

  •  ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન ટેલરનો ચોંકાવનારો ખુલાસો
  • ભારતીય બિઝનેશમેન કોકિન લેતો વીડિયો બનાવ્યો
  • ત્યાર બાદ મને ફિક્સિંગ માટે બ્લેક મેઈલિંગ કરવા લાગ્યો 

ક્રિકેટની દુનિયામાં ફરી એકવાર સ્પોટ ફિક્સિંગનું ભૂત ધૂણ્યું છે.  ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન ટેલર સામે ચાલીને ક્રિકેટના સડા સમાન સ્પોટ ફિક્સીંગનો મોટો ખુલાસો કરતા ચકચાર મચી છે.  બ્રેન્ડન ટેલરે સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેણે અનેક ગંભીર ખુલાસા કર્યા હતા. બ્રેન્ડન ટેલરના જણાવ્યા અનુસાર, તેનો સ્પોટ ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો અને તે એક ભારતીય ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવ્યો હતો. બ્રેન્ડન ટેલરને પણ એક કોકેન આપવામાં આવ્યું હતું, જે પછી વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો. 

શું ખુલાસો કર્યો બ્રેન્ડન ટેલરે 
ટ્વિટર પર એક મોટી પોસ્ટ મૂકતા ટેલરે કહ્યું કે એક ભારતીય બિઝનેશમેને કોકિન ડ્રગ્સ લેતો મારો વીડિયો બનાવ્યો હતો અને પછી મને સ્પોટ ફ્કિસીંગ માટે બ્લેકમેલ કરવા લાગ્યો હતો. જો આવું ન કરવામાં આવે તો મારો વીડિયો વાયરલ કરી દેવાની પણ તે ઉદ્યોગપતિએ મને ધમકી આપી હતી. તેણે કહ્યું કે હું કદી પણ તે ભારતીય ઉદ્યોગપતિની વાતમાં આવ્યો નહોતો અને પૂરી પ્રામાણિકતાથી રમત રમતો રહ્યો હતો. બ્રેન્ડન ટેલરે આ દુ:ખદ સમયમાં તેમના સમર્થન માટે તેના પરિવારનો આભાર માન્યો છે. પરંતુ 25 જાન્યુઆરીથી, તે ડ્રગની લતમાંથી બહાર નીકળવા અને વધુ ખરાબ થયેલી પરિસ્થિતિમાં સુધારો કરવા અને જીવનને પાટા પર લાવવા માટે પુનર્વસન માં જઈ રહ્યો છે.

આ ખુલાસા બાદ ICCએ બ્રેન્ડન ટેલર પર પ્રતિબંધ મૂક્યો 

આ ખુલાસા બાદ ICC દ્વારા બ્રેન્ડન ટેલર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ટૂંક સમયમાં આઇસીસી આ કેસમાં પણ કેટલાક ખુલાસા કરી શકે છે. ઝિમ્બાબ્વે તરફથી 200થી વધુ વન ડે રમી ચૂકેલા બ્રેન્ડન ટેલરની ગણતરી શાનદાર ખેલાડી તરીકે થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ