ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / 'છોકરા અપાવી દઈશ', બોટાદમાં બે રાજકીય નેતાઓ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર, એક પકડાયો બીજાએ દવા પીધી

ગુજરાત / 'છોકરા અપાવી દઈશ', બોટાદમાં બે રાજકીય નેતાઓ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર, એક પકડાયો બીજાએ દવા પીધી

Last Updated: 07:38 AM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં એક મહિલાએ બે નેતાઓની સામે દુષ્કર્મનો કેસ દાખલ કરતાં એક નેતાની ધરપકડ થઈ છે અને બીજા એકે ધરપકડથી ડરીને ઝેરી દવા પીધી હતી.

ADVERTISEMENT

બોટાદના રાણપુર પોલીસ સ્ટેશમાં બે નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. કાઠીયા ઘાંચી સમાજના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના રાણપુરના પૂર્વ પ્રમુખ અનીશ માંકડ તથા બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પતિ અને કોંગ્રેસના મકસુદ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

બોટાદમાં લીવ ઇન રીલેશનમાં રહેતી મહિલા કે જેને તેમા પતિ સાથે ઝઘડો થતા શબીર નામના વ્યક્તિ સાથે રહેતા હતા. મહિલાને તેના પ્રથમ પતિના બે બાળકો છે. જે બાળકોઆ મહિલાના પિતા પાસે હતા. આ બાળકો પરત લાવવા અનીશ માંકડને વાત કરી હતી.

અનીશ માંકડે મહિલાને બાળકો પરત અપાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ મહિલાને બાળકો પરત નહીં આવે તેમ કહી અનીશ માંકડ અને મકસુદ શાહે મહિલાને મારી નાંખવાની ધમકી આપી હતી.

વધુ વાંચો : VIDEO : ટ્રેન બાદ હવે સ્ટેશન પર ઈશ્કબાજી, ચીપકીને ઊભાં ઊભાં જ પ્રેમીઓએ કરી કિસ

ફરીયાદ નોંધાતા રાણપુર પોલીસે કોંગ્રેસના નેતા મકસુદ શાહની ધરપકડ કરી છે. જ્યારે આપના રાણપુર શહેરના પૂર્વ પ્રમુખ અનીશ માંકડે ધરપકડથી ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ અનીશ માંકડ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Botad woman rape Botad woman rape case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ