બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Botad, Gadhada, start Railway station service, facility

રજૂઆત / આસ્થાના કેન્દ્ર ગઢડામાં ફરીથી રેલવે શરૂ કરવા ઉઠી લોક માંગ, બોટાદ જિલ્લાનો સૌથી મોટો તાલુકો વિકાસથી વંચિત

Kishor

Last Updated: 06:07 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ જિલ્લાના સૌથી મોટા તાલુકા ગઢડામાં આવેલ રેલવે સ્ટેશનને ફરી ધમધમતુ કરવા માંગ ઉઠી છે.

  • ગઢડામાં રેલવેની સુવિધા ઝંખતા લોકો
  • 1972થી બંધ થયેલી રેલવે સેવા શરૂ કરવા માંગ 
  • અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ

લાખો લોકોના આસ્થાના કેન્દ્ર અને સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થ ધામ એવા બોટાદના ગઢડા શહેરમાં રેલવેની સુવિધા શરૂ કરવાની માંગ ઉઠી છે. ગઢડા શહેરમાં વર્ષો પહેલા ધમધમતું રેલવે સ્ટેશન હાલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. 1972માં આ સ્ટેશન પર ટ્રેન આવતી હતી. પરંતુ હાલ તે બંધ હાલતમાં છે જેને ફરી શરૂ કરવાની લોકોમાંથી માંગ ઉઠી છે. 

ગઢડામાં લોકો રેલવેની સુવિધાથી વંચિત 
ધાર્મિક ક્ષેત્રે વિશ્વ ફલક પર મોટુ સ્થાન ધરાવતું ગઢડા શહેર રેલ્વે સહિતની સુવિધાઓથી વંચિત છે. ગઢડાથી ઢસા જંકશન માત્ર 21 કિલોમીટર થાય છે ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે અને ગઢડાથી બોટાદ પણ 20 કિલોમીટર થાય છે ત્યાં પણ રેલેવ જંકશન છે. આથી વર્ષોથી વિકાસ ઝંખતા ગઢડા શહેરમાં બંધ પડેલું રેલવે સ્ટેશન ફરી ધમધમતું થાય તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. નોંધનિય છે કે, 1972 સુધી ગઢડા શહેરમાં રેલવે સેવા શરૂ હતી. જે સુવિધામાં કોઇ કારણસર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ રેલવે બંધ થતાં આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી. આથી વર્ષોથી મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. જે મામલે સ્થાનીક આગેવાનો દ્વારા કેન્દ્ર સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા માંગને ગણકારવામાં ન આવી હોવાની પણ રાવ ઉઠી છે. 

રેલવે સેવા શરૂ થાય તો ભક્તો-સ્થાનિક મુસાફરોને મોટો ફાયદો
મહત્વનું છે કે, ગઢડા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય બે મંદિર આવેલા છે અને સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ એટલે ગઢડા શહેર. ત્યારે લોકોની માંગણીને ધ્યાને લઇને આ રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો દર્શને જતા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને સ્થાનિક મુસાફરો સહિતનાઓને મોટો ફાયદો થઇ શકે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. બીજી તરફ લોકોએ સ્થાનિક અગ્રણીઓને રજૂઆત કરી આગામી સમયમાં કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવાની તૈયારી દર્શાવી છે. આગામી સમયમાં વેપારી આગેવાનો, સામાજિક સંસ્થાઓ સહિતના એક સૂર થઇ રજૂઆત કરશે તેવી ખાતરી આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ