બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood's 'Shehenshah' and King Khan will be seen together on screen again after 17 years, fans are happy to see the poster

મનોરંજન / 17 વર્ષ પછી ફરી સ્ક્રીન પર એકસાથે જોવા મળશે બોલિવૂડના 'શહેનશાહ' અને કિંગ ખાન, પોસ્ટર જોઈ ફેન્સ થયા ખુશ

Megha

Last Updated: 09:28 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન અને 'કિંગ' શાહરૂખ ખાન 17 વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. તેના આગામી પ્રોજેક્ટની એક પોસ્ટ પણ સામે આવી જે ખૂબ વાયરલ થઈ રહી છે.

  • અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન 17 વર્ષ પછી ફરી એકસાથે કમ કરશે 
  • બોલિવૂડના 'શહેનશાહ' અને કિંગ ખાન આ લુકમાં જોવા મળ્યા 
  • બીગ બી અને શાહરૂખ છેલ્લે 2006માં સાથે જોવા મળ્યા હતા 

બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન અને 'કિંગ' શાહરૂખ ખાન સ્ક્રીન પર જ્યારે એકસાથે દેખાયા છે તે ફિલ્મ હિટ રહી છે. જોકે દોઢ દાયકા જેટલો સમય થઈ ગયો છે, જ્યારે આ બંને સુપરસ્ટાર્સે એક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. અમિતાભ અને શાહરૂખ છેલ્લે ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' ના કહેમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી અને શાહરૂખ-અમિતાભ બચ્ચનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય 'કભી અલવિદા ના કહેના'માં રાની મુખર્જી, પ્રીતિ ઝિંટા અને અભિષેક બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હતા. હવે ફેન્સ માટે સારા સમાચાર એ છે કે બંને દિગ્ગજ સ્ટાર્સ 17 વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે.

શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન આ લુકમાં જોવા મળ્યા 
હાલ એક પોસ્ટર વાયરલ થયું છે જેમાં બંનેએ બ્લેક આઉટફિટ પહેર્યા છે. તેમજ બંને દોડતા જોવા મળે છે. આ તસવીરમાં તેના ચહેરાના હાવભાવ પણ શાનદાર દેખાઈ રહ્યા છે. આ તસવીરને પહેલી ઝલકમાં જોઈને તમને કભી ખુશી કભી ગમનું તે દ્રશ્ય યાદ હશે જ્યારે શાહરૂખ હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરે છે અને દોડતો જાય છે. આ પોસ્ટરની સાથેના કેપ્શનમાં લખ્યું છે, '17 વર્ષ પછી ટૂંક સમયમાં આવી રહ્યું છે.જો કે તેમનો આ નવો પ્રોજેક્ટ શું છે, તે ફિલ્મ છે કે એડ આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. 

બીગ બી અને શાહરૂખ છેલ્લે 2006માં સાથે જોવા મળ્યા હતા 
બીગ બી અને શાહરૂખ છેલ્લે 2006ની રોમેન્ટિક ફિલ્મ કભી અલવિદા ના કહેનામાં જોવા મળ્યા હતા, જે કરણ જોહર દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાની મુખર્જી, પ્રીતિ ઝિન્ટા અને કિરણ ખેર પણ હતા. સૂત્રના જણાવ્યા અનુસાર હાલ એક રસપ્રદ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે જેમાં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરશે. જો કે આ પ્રોજેક્ટને લઈને વધુ સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ ટૂંક સમયમાં વધુ અપડેટ્સ અને સમાચારો સામે આવશે. આ જોડીએ અગાઉ 'મોહબ્બતેં', 'કભી ખુશી કભી ગમ' અને 'વીર-ઝારા' જેવી આઇકોનિક ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી છે. સાથે જ શાહરૂખ ખાન ફિલ્મ 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવ'માં ભૂતપૂર્વ વૈજ્ઞાનિક 'મોહન ભાર્ગવ'ના રોલમાં કેમિયોમાં જોવા મળ્યો હતો.

અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનની આવનારી ફિલ્મો 
આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે અમિતાભ બ્રહ્માંશના ગુરુ રઘુની મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. વર્ક ફ્રન્ટ પર અમિતાભ હાલમાં ક્વિઝ આધારિત રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'ની 15મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. તેમની પાસે 'ગણપથ', 'ધ ઉમેશ ક્રોનિકલ્સ', 'કલ્કી 2898 એડી' અને 'બટરફ્લાય' પાઇપલાઇનમાં છે. શાહરૂખ તેની એક્શન થ્રિલર 'જવાન'ની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં નયનતારા, વિજય સેતુપતિ પણ છે, જ્યારે દીપિકા પાદુકોણ અને સાન્યા મલ્હોત્રા ખાસ ભૂમિકામાં જોવા મળશે. સાથે જ સલમાન ખાન સ્ટારર 'ટાઈગર 3'માં કેમિયો રોલમાં પણ જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ