બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / વિશ્વ / bollywood sonu sood becomes top global asian celebrity 2020 see list ss

સન્માન / સોનૂ સૂદ બન્યો ટોપ ગ્લોબલ એશિયન સેલિબ્રિટી 2020, જાણો આ યાદીમાં કોનું કોનું છે નામ

Dharmishtha

Last Updated: 10:38 AM, 10 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટર સોનૂ સૂદનું નામ હર કોઈના મોઢા પર છે. લોકડાઉન દરમિયાન તે જે રીતે લોકોની મદદે આવ્યો હતો તેના કારણે તે રીલ નહીં પણ રિયલ હીરો બની ગયો છે. હાલમાં તેને 2020માં નંબર વન એશિયાઈ હસ્તી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. અનેક બોલીવુડ સેલિબ્રિટીને પાછળ છોડી તેમણે આ ખિતાબ મેળવ્યો છે. જાણકારી મુજબ યુકે સ્થિત ઈસ્ટર્ન આઈ અખબાર દ્વારા પ્રકાશિત 50 એશિયાના સેલિબ્રિટીમાં સોનૂ સૂદે મુખ્ય સ્થાન મેળવ્યું છે.

  • જેમણે પોતાના કામથી સમાજમાં સકારાત્મક છાપ છોડી
  • સન્માન પ્રત્યે આભાર વ્યક્ત કરતા સોનૂ સૂદે
  • સંપાદક અસજદ નજીરે યાદી તૈયાર કરી 

સન્માન પ્રત્યે આભાર વ્યક્ત કરતા સોનૂ સૂદે 

જાણકારી મુજબ આ યાદીના માધ્યમથી તે કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે જેમણે પોતાના કામથી સમાજમાં સકારાત્મક છાપ છોડી છે અને લોકોને પ્રેરિત કર્યા છે. સન્માન પ્રત્યે આભાર વ્યક્ત કરતા સોનૂ સૂદે કહ્યું કે મારા પ્રયાસોને ઓળખવા માટે ઈર્સ્ટર્ન આઈ, આભાર. જેવી મહામારી આવી મને અહેસાસ તયો કે મારા દેશવાસીઓને મદદ કરી એ મારી ફરજ છે. આ વસ્તું એવી છે જે મારી અંદરથી આવી. જે મે કર્યુ. આ એક ભારતીય તરીકે મારી જવાબદારી હતી અને પોતાના છેલ્લા શ્વાસ સુધી હું નહીં રોકાઉ.

સંપાદક અસજદ નજીરે યાદી તૈયાર કરી

ઈસ્ટર્ન આઈના સંપાદક અસજદ નજીરે યાદી તૈયાર કરી છે. તેમણે કહ્યું કે સૂદ આ સન્માનનો હકદાર છે કેમ કે લોકોડાઉનના સમયે બીજાની મદદ કરવા માટે બીજા કોઈ સેલિબ્રિટિએ આટલું કામ નથી કર્યુ. આ યાદીમાં સામિલ સિનેમા, સંગીત અને ફેશનની દુનિયાથી અન્ય ભારતીય હસ્તિઓ સામિલ છે.

જાણો લિસ્ટમાં કોણ છે. 

અરમાન મલિક 5માં સ્થાન પર છે. પ્રિયંકા ચોપડા જોનાસ છઠ્ઠા સ્થાન પર છે. તેલૂગુ સુપરસ્ટાર પ્રભાસને 7મું સ્થાન પ્રાપ્ત થયું છે. આયુષ્માન ખુરાના 11માં સ્થાને છે. દિલજીત દોસાંઝ 14માં સ્થાન પર છે. શહનાજ ગિલ 16માં સ્થાને. અમિતાભ બચ્ચન 20માં સ્થાને પંકજ ત્રિપાઠી 23માં નંબર પર છે. ત્યારે અસીમ રિયાજ 25માં સ્થાન પર છે. ડિઝાઈનર મસાબા ગુપ્તા 32માં સ્થાન પર રહી છે. કોમેડિયન સલોની ગૌર 36માં સ્થાન પર છે. ધવાની બચ્ચુશાલી 42માં સ્થાન પર છે. હેલ્લી શાહે 47મું સ્થાન મેળવ્યું છે. અનુષ્કા શંકર 50માં સ્થાન પર રહ્યા છે.


આ રીતે કરી છે સોનૂએ લોકોને મદદ

ઉલ્લેખનીય છે કે આ યાદીમાં મોખરે રહેનાર સોનૂ સૂદે જરૂરિયાતમંદની મદદ કરવા માટે પોતાની 8 પ્રોપર્ટી ગિરવે રાખી છે. તેનાથી તેમને 10 કરોડ રૂપિયા  ઉધાર લીધા છે. આ રૂપિયાથી તેઓ લોકોની મદદ કરવા માટે હાથ લંબાવી રહ્યા છે.  સોનૂએ પોતાની 2 દુકાનો અને 6 ફ્લેટ્સ ગિરવે રાખ્યા છે. આ પ્રોપર્ટીના માલિક સોનૂ અને તેમની પત્ની સોનાલી છે. આ બંને દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને ફ્લેટ્સ શિવસાગર કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે. આ હાઉસિંગ સોસાયટી ઈસ્કોન મંદિરની પાસે એબી નાયર રોડ પર આવેલા છે. દસ્તાવેજ અનુસાર સોનૂએ 10 કરોડ રૂપિયાના લોન પર 5 લાખ રૂપિયાના સ્ટેમ્પ શુલ્કનું ભુગતાન કર્યું છે. જો કે સોનૂ તરફથી આ ન્યૂઝને લઈને કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. નોંધનીય છે કે  સોનૂ સૂદ ટવિટર પર એક્ટિવ છે અને જરૂરિયાતમંદ લોકો તેમની સાથે સોશ્યલ મીડિયા પર જોડાઈ રહ્યા છે. આ સિવાય તેઓએ હેલ્પ લાઈન નંબર પર ચાલુ કર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Sonu Sood global asian celebrity 2020 ગ્લોબલ એશિયન સેલિબ્રિટી 2020 સોનું સુદ Sonu sood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ