બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'કાશ્મીર ફાઈલ્સે દર્દ આપ્યું.. બંગાળ ફાઈલ્સ ડરાવશે', વિવેક અગ્નિહોત્રીની ફિલ્મનું ટીઝર રિલીઝ
Chintan Chavda
Last Updated: 07:47 PM, 12 June 2025
બોલ્ડ સ્ટાઈલ ફિલ્મમેકિંગથી બધાને સ્તબ્ધ કરનાર વિવેક અગ્નિહોત્રી બોલીવુડના દિગ્ગજ ફિલ્મ મેકર છે. વિવેક અગ્નિહોત્રીએ મજબૂત કહાની વાળી 'કાશ્મીર ફાઇલ્સ' અને 'તાશકંદ ફાઇલ્સ' થી બધાને ચોંકાવી દીધા હતા. હવે વિવેક અગ્નિહોત્રી ફરીથી ઓડિયન્સને ચોકાવવા માટે એક નવી ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ' લઈને આવી રહ્યો છે. જેનું આજે ટીઝર રિલીઝ થઈ ગયું છે.
ADVERTISEMENT
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ'
વિવેક અગ્નિહોત્રીએ પોતાની નવી ફિલ્મ 'ધ બંગાળ ફાઇલ્સ' નું ટીઝર લોન્ચ કરી દીધું છે. 'ધ કશ્મીર ફાઇલ્સ' માં કાશ્મીરી પંડિત શિવાનું પાત્ર ભજવનાર એક્ટર દર્શન કુમાર આ ફિલ્મમાં પણ તે જ પાત્રને ભજવતા જોઈ શકાશે. ત્યારે ફિલ્મમાં ઘણા અભિનેતાની એન્ટ્રી થઈ છે, જે કદાચ બંગાળમાં આઝાદી દરમિયાન થયેલા પ્રદર્શનોમાં દેખાશે. આ સિવાય અનુપમ ખેર આમાં મહાત્મા ગાંધીનું પાત્રમાં જોવા મળશે.
ADVERTISEMENT
ફિલ્મનું પાછલું ટીઝર પણ થોડા મહિના પહેલા રિલીઝ થયું હતું જેમાં અભિનેતા મિથુન ચક્રવર્તી ભારતના બંધારણની પ્રસ્તાવના બોલતા જોવા મળ્યા હતા. તે ટીઝરમાં તેઓ સ્તબ્ધ, પરેશાન અને થાકેલા દેખાતા હતો. તે ટીઝર દરમિયાન, ફિલ્મનું શીર્ષક 'ધ દિલ્હી ફાઇલ્સ: ધ બંગાળ ચેપ્ટર' રાખવામાં આવ્યું હતું. ફિલ્મની કહાની ચોક્કસપણે પહેલી બે ફિલ્મોથી અલગ હશે. ટીઝરના એન્ડમાં, મેકર્સે એક અનોખી વાતનો પણ ઉલ્લેખ કરે છે. તેઓએ લખ્યું છે કે જો કાશ્મીર ફાઇલ્સે તમને દુખનો અનુભવ કરાવ્યો છે, તો બંગાળ ફાઇલ્સ તમને ડરાવશે.
ADVERTISEMENT
ફિલ્મનું નામ બદલવાનું શું છે કારણ?
ADVERTISEMENT
'ધ બંગાળ ફાઇલ્સ' ફિલ્મના કાસ્ટ ખૂબ મજબૂત દેખાઈ છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મમાં ગત ફિલ્મોની જેવા અનુપમ ખેર, મીઠું ચક્રવર્તી, પલ્લવી જોશી, પુનિત ઈસ્સર, મોહન કપૂર જબરદસ્ત સ્ટાર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું પહેલા નામ 'ધ દિલ્હી ફાઇલ્સ: ધ બંગાળ ચેપ્ટર' હતું, જેને પછીથી બદલીને 'ધ બંગાળ ફાઇલ્સ' રાખવામાં આવ્યું.
વધુ વાંચો:'નિ:શબ્દ છું...' અમદાવાદ વિમાન દુર્ઘટના પર અક્ષય કુમાર સહિત બોલિવૂડ સ્ટાર્સે વ્યક્ત કર્યું દુઃખ
ADVERTISEMENT
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતે આનું કારણ જણાવ્યું હતું. તેને કહ્યું, ફિલ્મનું નામ પબ્લિકની ડિમાન્ડ પર બદલવામાં આવ્યું. જણાવી દઈએ કે, 'ધ બંગાળ ફાઇલ્સ' તેની 'ધ ફાઇલ્સ તરાયોલોજી' ની છેલ્લી ફિલ્મ છે જે 5 સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. 'કાશ્મીર ફાઇલ્સ' પછી, શું 'ધ બંગાળ ફાઇલ્સ' ને પણ ઓડિયન્સનો પ્રેમ મળશે? આ જોવાનું રસપ્રદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.