બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રણવીર સિંહને અચાનક શું થયું? બર્થડેના એક દિવસ પહેલા ફેન્સને આપ્યો મોટો ઝટકો
Chintan Chavda
Last Updated: 11:44 PM, 5 July 2025
બોલીવુડ અભિનેતા રણવીર સિંહ, જે હંમેશા પોતાના દમદાર અંદાજ માટે ચર્ચામાં રહે છે, તેણે ઇન્સ્ટાગ્રામ પરથી પોતાની બધી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. તેણે શનિવારે સાંજે આ કામ કર્યું. હવે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પણ પોસ્ટ દેખાઈ રહી નથી. તેણે પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા આ નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં તેના ફેન્સ ચોંકી ગયા છે.
ADVERTISEMENT
રણવીરનો જન્મદિવસ 6 જુલાઈએ છે. તે પોતાનો 40મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. ફેન્સ તેના જન્મદિવસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને X દ્વારા તેને અભિનંદન આપી રહ્યા છે. હવે, તેના જન્મદિવસના એક દિવસ પહેલા જ ઇન્સ્ટાગ્રામ પરથી બધી પોસ્ટ્સ ડિલીટ કરવાના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે. એટલું જ નહીં, રણવીરે પ્રોફાઇલ પિક્ચરમાંથી પોતાનો ફોટો પણ હટાવી દીધો છે અને તેનો રંગ કાળો કરી દીધો છે.
ADVERTISEMENT
રણવીરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શું લખ્યું?
બધી પોસ્ટ ડિલીટ કરવાની સાથે, રણવીરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. તેણે ક્રોસ સ્વોર્ડ ઇમોજી પોસ્ટ કરી છે અને તેની સાથે 12:12 લખ્યું છે. હવે તેણે બધી પોસ્ટ કેમ ડિલીટ કરી? આ 12:12 અને તલવાર ઇમોજીનો અર્થ શું છે? આ વિશે ફક્ત રણવીર જ વધુ સારી રીતે કહી શકે છે. જોકે, એવું પણ માનવામાં આવે છે કે આવું કરવા પાછળનું કારણ તેની આગામી ફિલ્મ 'ધુરંધર' સાથે સંબંધિત હોઈ શકે છે.
ADVERTISEMENT
'ધુરંધર'નો ફર્સ્ટ લુક બહાર આવશે
ADVERTISEMENT
'ધુરંધર' ફિલ્મ ડાયરેક્ટ આદિત્ય ધર કરી રહ્યો છે, જેને અગાઉ 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક' બનાવી છે. એવા અહેવાલો છે કે તેને રણવીરના 40મા જન્મદિવસ નિમિત્તે 'ધુરંધર' ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવાની યોજના બનાવી છે. રણવીરના જન્મદિવસ નિમિત્તે તેમના બધા ફેન્સ માટે આ એક સરપ્રાઈઝ હશે.
વધુ વાંચો: 'જો પત્નીને ખુશ રાખવી હોય તો...' અમિતાભ બચ્ચને કપિલ શર્માને આપ્યો ગુરુ મંત્ર
ADVERTISEMENT
હવે રણવીરની પોસ્ટ ડિલીટ કરવાનું કારણ આ ફિલ્મ સાથે સંબંધિત છે કે નહીં, તે આવનારા સમયમાં ખબર પડશે. 'ધુરંધર'માં રણવીર સિંહની સાથે સંજય દત્ત, અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર. માધવન પણ જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર ઇંડિયન સ્પાઈ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.