બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood news mamta kulkarni controversies drug racket to topless photoshoot

મનોરંજન / બોલિવૂડની વિવાદિત હસીના: ડોન છોટા રાજન સાથે સંબંધ, ટોપલેસ પોઝથી આવી ચર્ચામાં, સાધ્વી બની ગઈ અને ફરાર

Arohi

Last Updated: 02:40 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mamta Kulkarni Controversies: હૈદરાબાદમાં મમતા કુલકર્ણીનું મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. તે માતાના કહેવા પર મોડલ બની હતી. 2000 કરોડના ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટમાં તે આજે પણ ફરાર છે.

  • હૈદરાબાદમાં છે મમતા કુલકર્ણીનું મંદિર 
  • માતાના કહેવા પર બની હતી મોડલ 
  • 200 કરોડના ડ્રગ રેકેટમાં છે ફરાર 

20 એપ્રિલ 1972એ મમતા કુલકર્ણીનો જન્મ મુંબઈના મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. એક દિવસ મમતા કુલકર્ણીના માતાએ છાપામાં જાહેરાત જોઈ, જેમાં લખેલું હતું કે મોડલિંગ એજન્સીને નવા ચહેરાની તલાશ છે. તે સમયે મમતા સ્કૂલમાં હતી. 

 

જેવી મમતા ઘરે આવી તો માતાએ પુછ્યું કે તું મોડલિંગ કરવા માંગે છે? મમતાએ કહ્યું જોવું. આગળ માતાએ કહ્યું, ઓકે સાંજે તૈયાર રહેજે આપણે એડ એજન્સીની પાસે જઈ રહ્યા છીએ. મમતા એજન્સીમાં પહોંચી અને તેને સતત મોડલિંગના ઓફર મળવા લાગ્યા. 

સાઉથ ફિલ્મોમાં મળવા લાગ્યું કામ 
મોડલિંગ કર્યા બાદ મમતાને સાઉથ ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. તેમની પહેલી ફિલ્મ નનબારગલ હતી. મેરા દિલ તેરે લીયેથી મમતા હિંદી ફિલ્મોમાં આવી અને સતત ફિલ્મો કરવા લાગી. સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર, સૈફ અલી ખાન, સની દેઓલ જેવા મોટા સ્ટાર્સની સાથે કામ કરતા મમતાની પાસે ઘણી ફિલ્મો હતી.
 

પરંતુ તેને ક્યારેય ટોપ એક્ટ્રેસની લિસ્ટમાં જગ્યા ન મળી. મમતાના કરિયરની સૌથી ચર્ચિત ફિલ્મો આશિક આવાર, કરણ અર્જુન, સબસે બડા ખેલાડી, આંદોલન, બાજી, ચાઈના ગેટ રહી છે.   

 

હૈદરાબાદમાં મમતા કુલકર્ણીનું મંદિર 
1992માં મમતા કુલકર્ણી ફિલ્મ પ્રેમ શિકારમમાં જોવા મળી હતી. જેણે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. સાઉથમાં મમતાની ફેન ફોલોવિંગ એવી વધી ગઈ હતી કે તેના ફેંસે તેમના માટે હૈદરાબાદમાં એક મંદિર બનાવ્યું હતું. 

ફિલ્મ રિલીઝ બાદ મમતાને સાઉથથી ઘણા ફેનમેલ આવતા હતા. જેવું તેને તેની જાણકારી મળી તો તેને કહ્યું હતું મને ક્યારેય તેની આશા ન હતી. જો ક્યારેય નેલ્લોરથી પસાર થઈ તો જરૂર તે મંદિર જઈશ. એક ઈન્ટરવ્યૂમાં મમતાએ આ વાતને કન્ફર્મ કરી ચે. 

ટોપ લેસ પોઝ આપી ચર્ચામાં આવી હતી મમતા 
1993માં આવેલી સ્ટારડસ્ટ મેગેઝીનના કવર પેજ માટે મમતાએ ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. મેગેઝીન સામે આવતા જ મમતા વિવાદોમાં ફસાઈ. તેના માટે મમતાએ માફી માંગી અને સ્પષ્ટતા કરી. મમતાએ કહ્યું હતું હું જાણું છું કે મારાથી ભુલ થઈ ગઈ છે. મને લોકો ખૂબ સીધી-સાદી સમજે છે. જ્યારે પણ મારી પાસે ફેનલેટર્સ આવે છે તો તેમની મુલાકાત આદરણીય મમતા કુલકર્ણી સાથે થાય છે. 

એવામાં મારા ફેન્સને આઘાત લાગ્યો છે. મને નથી ખબર કે તેનું રિઝલ્ટ આવું હશે. લોકોને વધારે આશ્ચર્ય એટલે થયો કે મારી ઈમેજ અલગ હતી. લોકો મને દેવીની જેમ પુજતા હતા. કહેવાય છે કે તે સમયે 20 રૂપિયાની આ મેગેઝીન 100-100 રૂપિયામાં વેચાઈ રહી હતી. 

અંડરવર્લ્ડ ડોન સાથે કનેક્શન 
ફિલ્મ ઘાતકના ગીત મારા રે માં મમતાનું સ્પેશિયલ અપીયરન્સ હતું. આ ફિલ્મને રાજકુમાર સંતોષીએ ડાયરેક્ટ કર્યું હતું. જ્યારે રાજકુમારે 1999ની ફિલ્મ ચાઈના ગેટ બનાવવાનો નિર્ણય કર્યો. તો તેમણે મમતાને જ સાઈન કરી લીધી. રાજકુમાર કાસ્ટિંગથી ખુશ ન હતા અને હીરોઈન બદલવા પર વિચાર કરી રહ્યા હતા. 

જેવું રાજકુમારે તેને ફિલ્મમાંથી કાઢી મુકી તો તેમને સતત અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ધમકી ભરેલા કોલ આવવા લાગ્યા. છોટા રાજનની ધમકીઓ મળવા બાદ રાજકુમારે મમતાને જ ફિલ્મમાં રાખી. 

ગ્લેમર વર્લ્ડ છોડી બની ગઈ હતી સાધવી 
ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ મમતા વિક્કી ગોસ્વામી સાથે દુબઈ અને કેન્યામાં રહેવા લાગી. ત્યારબાદ અચાનક 2013માં મમતાની એક તસવીર સામે આવી, જે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તસવીરમાં મમતા સાધ્વીના અવતારમાં જોવા મળી હતી. તે જ વર્ષે મમતા કુલકર્ણીએ બુક આટોબાયોગ્રાફી ઑફ અ યોગિની લૉન્ચ કરી. 

આ તસવીર અને પુસ્તકથી મમતા ફરી ચર્ચામાં આવી. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, મેં વિક્કી સાથે લગ્ન કર્યા નથી. હું અત્યારે કોઈની પત્ની નથી. કેટલાક લોકો કામ માટે જન્મ્યા છે અને કેટલાક ભગવાન માટે. હું ભગવાન માટે જન્મી છું. મમતા સંપૂર્ણ રીતે સાધ્વી બની ગઈ હતી.

2000 કરોડના ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટમાં નામ 
2016માં મમતા કુલકર્ણી અને તેમના રૂમર્ડ પતિ વિક્કી ગોસ્વામીનું નામ 2000 કરોડના ડ્રગ રેકેટમાં સામે આવ્યું હતું. આરોપ હતો કે બન્ને કેન્યામાં એક મોટુ ડ્રગ રેકેટ ચલાવી રહ્યા છે.

નામ આવ્યા બાદ બન્નેની તલાશ શરૂ થઈ ગઈ. પરંતુ બન્ને ન મળ્યા. 2016માં ઠાણેની એક સ્પેશિયલ કોર્ટે બન્નેને ભાગેડુ જાહેર કર્યા હતા. 2017માં મમતા કુલકર્ણીની મુંબઈ સંપત્તિ જપ્ત કરી લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ