બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / bobby deol revealed his son aryaman deol dharam deolplanning to enter in bollywood

મનોરંજન / હવે બોબી દેઓલનો પુત્ર કરશે બોલિવુડમાં એન્ટ્રી, ફિલ્મ Animalના એક્ટરે કર્યું કન્ફર્મ, જુઓ શું કહ્યું

Manisha Jogi

Last Updated: 12:04 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'એનિમલ'માં રણબીરની સાથે-સાથે બોબી દેઓલની એક્ટિંગનાં પણ ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે. બોબી દેઓલે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે, તેમના બંને દીકરા બોલીવુડમાં એન્ટ્રી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

  • ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે
  • બોબી દેઓલના દીકરાની બોલીવુડમાં એન્ટ્રી !
  • બંને દીકરાને બોબી દેઓલની પલબ્ધિ પર ગર્વ

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સંદીપ રેડ્ડી વાંગાની આ વાયલેન્ટ ફિલ્મમાં રણબીરની સાથે-સાથે બોબી દેઓલની એક્ટિંગનાં પણ ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે. મૂવી રિલીઝ પહેલાં મેકર્સે બોબી દેઓલનાં પાત્રને લઈને ગજબ હાઈપ ક્રિએટ કર્યો હતો પણ ફિલ્મમાં બોબીનો સ્ક્રીન ટાઈમ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. બોબી દેઓલે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે, તેમના બંને દીકરા આર્યમન દેઓલ અને ધરમ દેઓલને તેમની ઉપલબ્ધિ પર ગર્વ છે. બોબી દેઓલે તેમના દીકરાની બોલીવુડમાં એન્ટ્રી થવા બાબતે જણાવ્યું છે. 

બંને દીકરાને બોબી દેઓલની સક્સેસ પર ગર્વ
બોબી દેઓલે જણાવ્યું છે કે, ‘બંને દીકરાને મારી સફળતા પર ગર્વ છે. તેમને મારા પર ગર્વ છે, જે હું તેમની આંખોમાં જોઈ શકું છું. આર્યમન દેઓલ અને ધરમ દેઓલ સતત ફિલ્મ ‘એનિમલ’ની ખબરને ટ્રેક કરી રહ્યા છે. પ્રિવ્યૂઝ, બોક્સઓફિસના આંકડા પર ધ્યાન આપી રહ્યા છે.’ બંને દીકરા ટીઝર રિલીઝથી લઈને ટ્રેલર લોન્ચ અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે ટીવી જોતા રહે છે. બોબી દેઓલે વધુમાં જણાવ્યું કે, ‘બંને દીકરાએ મને મુશ્કેલ સમયમાંથી પસાર થતો જોયો છે. મને જાણીને ખુશી થઈ કે, મેં બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે અને આભારી છું.’

શું બોબી દેઓલના દીકરા બોલીવુડમાં એન્ટ્રી કરશે?
બોબી દેઓલે જણાવ્યું છે કે, ‘આર્યમન અને ધરમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેમાં 3-4 વર્ષ લાગી શકે છે. આર્યમને ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને તેણે ટ્રેનિંગ અને ખુદ પર મહેનત કરવાની જરૂર છે. બંને દીકરા ક્ષમતા ધરાવે છે. નાના દીકરા ધરમે કોરોનાકાળ દરમિયાન ફિલ્મ મેકિંગ શીખ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ તમામ ફોટોઝ નાના દીકરા ધરમે ક્લિક કર્યા છે.’

ફિલ્મ 'એનિમલ'ની રેકોર્ડબ્રેક કમાણી
ફિલ્મ 'એનિમલ'એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ રિલીઝ થયાના એક સપ્તાહમાં 350 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે અને વૈશ્વિક સ્તરે 500 કરોડથી વધુની કમાણીનો આંકડો પાર કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના અને અનિલ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ