બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / મનોરંજન / બોલિવૂડ / bobby deol play aurangzeb in telugu star pawan kalyan hari hara veera mallu

સાઉથ ઈન્ડસ્ટ્રી / બાબા નિરાલા બનશે ઔરંગજેબ, સાઉથની આ કહાનીનુ કોહિનૂર સાથે છે રોચક કનેક્શન

Premal

Last Updated: 04:41 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોબી દેઓેલે સાઉથમાં ડેબ્યુ કરવામાં સફળતા મેળવી છે. તેમની પહેલી ફિલ્મ સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણની સાથે થશે. આ ઐતિહાસિક ફિલ્મમાં બૉબી મુઘલ બાદશાહ ઔરંગજેબના રોલમાં દેખાશે અને કહાનીનુ કનેક્શન મૂલ્યવાન કોહિનૂર હીરા સાથે જોડાયેલુ હશે.

  • બોબી દેઓેલે સાઉથમાં ડેબ્યુ કરવામાં સફળતા મેળવી
  • પહેલી ફિલ્મ સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણની સાથે થશે
  • ઐતિહાસિક ફિલ્મમાં બૉબી મુઘલ બાદશાહ ઔરંગજેબના રોલમાં દેખાશે 

બૉબી દેઓલ મુઘલ બાદશાહ ઔરંગજેબના રોલમાં દેખાશે 

બૉલીવુડની ડૂબતી ફિલ્મો વચ્ચે અહીંના અભિનેતા સાઉથમાં જગ્યા તપાસી રહ્યાં છે. અહીં હીરોથી નાનો રોલ નહીં સ્વીકાર કરનારા અભિનેતા સાઉથની ફિલ્મોમાં સાઈડ રોલ અથવા કેરેક્ટર રોલ કરવા માટે રાજી છે. હાલમાં વેબસીરીઝ આશ્રમમાં બાબા નિરાલાનુ પાત્ર ભજવીને કમબેક કરીને લોકપ્રિય બનેલા બૉબી દેઓલ પણ સાઉથના રસ્તે આગળ વધ્યાં છે. તેઓ આવતા વર્ષે તેલુગુ પીરિયડ ડ્રામા હરિ હર વીર મલ્લૂમાં મુઘલ બાદશાહ ઔરંગજેબની ભૂમિકા નિભાવતા દેખાશે. નિર્માતાએ શનિવારે તેની જાહેરાત કરી. પહેલા આ રોલ બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ નિભાવવાના હતા. પરંતુ તેમની જગ્યાએ હવે બોબી દેઓલ આવી ગયા છે. 

આ તકની તલાશ હતી  

નિર્દેશક કૃષની આ ફિલ્મમાં તેલુગુ સ્ટાર પવન કલ્યાણ મુખ્ય રોલમાં છે. તેમની હીરોઈન તરીકે નિધિ અગ્રવાલ દેખાશે. ફિલ્મનુ શૂટિંગ હૈદ્રાબાદમાં શરૂ થયુ છે અને બૉબી ઓરંગજેબની ભૂમિકા નિભાવવા માટે ત્યાં પહોંચી ગયા છે. ફિલ્મની ટીમે સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેઓ બૉબીનુ સ્વાગત કરતા દેખાય છે. બૉબીનુ સાઉથ સિનેમામાં આ પહેલુ પગલુ છે અને આ પેન-ઈન્ડિયા ફિલ્મ હશે. 53 વર્ષના બૉબીએ કહ્યું કે તેઓ સાઉથમાં કામ કરવાની તક તપાસી રહ્યાં હતા અને સુપરસ્ટાર પવન કલ્યાણની સાથે ઓરંગજેબની ભૂમિકા કરતા વધુ ઉત્સાહિત છે. આ ફિલ્મ 2023માં તેલુગુ, તામિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રીલીઝ થશે. 

ડાયરેક્ટરનુ બોલીવુડ કનેક્શન 

હરી હર વીર મલ્લૂ 17મી સદીમાં મુઘલ કાળની કહાની છે. આ કહાની બાગી વીર મલ્લૂની છે, જે ઔરંગજેબની પાસે સુરક્ષિત દુનિયાનો સૌથી કિમતી હીરો કોહિનૂરને ચોરવા માટે નિકળે છે. ફિલ્મમાં પહેલા મુઘલ બાદશાહ ઔરંગજેબની બહેન રોશન આરાના રોલ માટે જેકલીન ફર્નાન્ડીસને સાઈન કરવામાં આવી હતી. પરંતુ પોતાની વ્યસ્તતાના કારણે તે ફિલ્મથી અલગ થઇ. અહેવાલ છે કે તેમની જગ્યા હવે નર્ગિસ ફખરીએ લીધી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ