બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Boat overturns in Kerala, more than 15 people died due to drowning, 40 people were on board

BIG NEWS / કેરળમાં બોટ પલટતા મોટી દુર્ઘટના, ડૂબવાથી 15થી વધુ લોકોના મોત, 40 લોકો હતા સવાર

Dinesh

Last Updated: 11:14 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા છે, ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

  • મલપુરમમાં બોટ પલટતા મોટી દુર્ઘટના 
  • બોટ પલટતા 15 લોકોના મોત
  • બોટમાં 40 લોકો હતા સવાર 


કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. પાપ્ત માહિતી મુજબ કેરળના મલપ્પુરમ જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થઈ ગયો છે.

મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી 
કેરળના મલપ્પુરમ જિલ્લામાં મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ છે. આ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 15 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ નદીમાં લાપતા છે. નદીમાં ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

દુર્ઘટના બાદ રેસ્ક્યૂ ઓપરેશન પુરજોશમાં 
મળતી માહિતી મુજબ, પુરાપુઝા નદી પર થુવલ થેરમ પર્યટન સ્થળ પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. પ્રવાસી બોટમાં ઘણા બાળકો સવાર હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. નદીમાંથી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ કેરળ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે તેમજ વડાપ્રધાને અકસ્માતમાં મૃત્યું થયેલ લોકોના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ