બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Blood gets pooled in the veins due to slow blood circulation

હેલ્થ ન્યુઝ / પગમાં દેખાતી આ નસોને ભૂલથી પણ હળવાશમાં ન લેતા, નહીં તો સપડાઇ જશો ગંભીર બીમારીમાં

Pooja Khunti

Last Updated: 02:43 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે નથી થઈ શકતું ત્યારે વેરિકોઝ વેન્સની સમસ્યા સર્જાય છે. રક્ત પરિભ્રમણ ધીમી ગતિથી થવાના કારણે લોહી નસોમાં જમા થઈ જાય છે.

  • વેરિકોઝ વેન્સની સમસ્યા શું હોય છે 
  • જે લોકો ઓછું ચાલે છે તેમને આ બીમારી થવાની સંભાવના છે
  • આ ઉપાય વેરિકોઝ વેન્સની સમસ્યામાં મદદરૂપ થઈ શકે છે 

મનુષ્ય શરીર ઘણી નસોથી બનેલું છે. સંપૂર્ણ શરીરમાં ફેલાયેલી આ લોહીની નસો રુધિરાભિસરણ તંત્રનો ભાગ છે. જે શરીરના દરેક ભાગમાં ઓક્સિજન અને ન્યુટ્રિશન પહોંચાડવાનું કામ કરે છે. તમે ઘણી વાર જોયું હશે કે કેટલાક લોકોની નસો વાદળી, લીલી અને જાંબલી રંગની દેખાતી હોય છે. આ કોઈ સામાન્ય બાબત નથી પરતું વેરિકોઝ વેન્સ નામની એક ઘાતક બીમારી છે. આ તમારા શરીરમાં ત્યારે દેખાય છે, જ્યારે નસોની દીવારો નબળી થઈ જાય છે.  વેરિકોઝ વેન્સ વધુ પડતી પગમાં જોવા મળે છે. તેનાથી નસોમાં સોજો આવી જાય છે અને તેનાથી નસ મોટી, વાદળી અને વળેલી દેખાય છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો ચાલવામાં સમસ્યા થઈ શકે છે. જાણો, વેરિકોઝ વેન્સનાં લક્ષણો કેવા હોય છે. 

આ વેરિકોઝ વેન્સનાં લક્ષણો છે 

  • વાદળી નસો 
  • ફુલેલી નસો 
  • પગમાં સોજો 
  • સ્નાયુઓમાં ખેચાણ 
  • ત્વચા પર અલ્સર 

વેરિકોઝ વેન્સની સમસ્યા શું હોય છે 
જ્યારે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે નથી થઈ શકતું ત્યારે વેરિકોઝ વેન્સની સમસ્યા સર્જાય છે. રક્ત પરિભ્રમણ ધીમી ગતિથી થવાના કારણે લોહી નસોમાં જમા થઈ જાય છે. જેના કારણે નસમાં સોજો આવી જાય છે અને તે વળવા લાગે છે. વેરિકોઝ વેન્સમાં વાદળી રંગની ગાંઠો ઘણી વાર લોકોમાં દુ:ખાવાનું કારણ બને છે. વેરિકોઝ વેન્સની સમસ્યા એવા લોકોને વધુ થાય છે, જે લોકો લાંબા સમય સુધી ઊભા અથવા બેઠા રહે છે. તેથી દુકાનદાર, શિક્ષક, ઓફિસમાં કામ કરતાં લોકો, ટ્રાફિક પોલીસ અને ચોકીદાર વેરિકોઝ વેન્સની સમસ્યાનાં શિકાર બને છે. જે લોકો ઓછું ચાલે છે તેમને આ બીમારી થવાની સંભાવના છે. 

વાંચવા જેવું: સવારે ઉઠતાંવેંત બ્રશ કર્યા વગર પાણી પીવાના 5 ગજબ ફાયદા: ત્વચા ખિલશે, પેટ સાફ રહેશે

આ કારણોથી પણ વેરિકોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે 

  • હોર્મોન્સનું સંતુલન બગડવું 
  • વધતી જતી ઉંમર 
  • વધુ પડતું વજન 
  • લાંબા સમય સુધી ઊભા રહેવું 
  • નસો પર દબાળ પડવું 

આ ઉપાય વેરિકોઝ વેન્સની સમસ્યામાં મદદરૂપ થઈ શકે છે 
તમારે તમારી જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન કરવું જોઈએ. જેનાથી તમને વેરિકોઝ વેન્સ જેવી બીમારીથી છુટકારો મળશે. દરરોજ લીલા શાકભાજી ખાવાથી નસો ખરાબ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. લીલા શાકભાજી નસમાં ફેટ અને કેલ્શિયમ જામવા નથી દેતા. તેથી રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે કામ કરી શકે છે. 

વેરિકોઝ વેન્સની સારવાર 
જો કોઈ પણ ઉપાયથી તમને રાહત ન મળે તો તમારે વેરિકોઝ વેન્સની સારવાર કરાવવી પડશે. જેમ કે, કપીંગ થેરાપી, લીચ થેરાપી, માટીનો લેપ જેવી થેરાપી વેરિકોઝ વેન્સ માટે અસરકારક છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ