બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / BJPs Master Plan 144 for Mission 2024 Party has PM Modi Shah Nadda

તૈયારી તેજ / મિશન 2024 માટે ભાજપનો માસ્ટરપ્લાન '144' : પાર્ટીએ આ બેઠકો કબજે કરવા અત્યારથી જ PM મોદી, શાહ, નડ્ડાંને ઉતાર્યા

Kishor

Last Updated: 10:03 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત જીત બાદ હવે ભાજપ દ્વારા હવે લોકસભાની તૈયારીઓ શરૂ કરાઈ છે. જેમાં ખાસ ગત ચૂંટણીમાં જે બેઠકો પર નબળું પ્રદર્શન રહ્યું તેવી 144 બેઠકો પર ખાસ પ્લાન તૈયાર કરાયો છે.

  • લોકસભામાં 144 બેઠકો પર ભાજપનો પ્લાન '
  • 40 બેઠકો પર મેગા રેલી યોજશે વડાપ્રધાન મોદી
  • અમિત શાહ અને જેપી નડ્ડાને 104 સીટોની જવાબદારી સોંપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત જીત બાદ હવે ભાજપ દ્વારા દેશની લોકસભાની તૈયારીઓ પણ ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ભાજપ દ્વારા 144 લોકસભા બેઠકો માટે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે આ 144 બેઠક એ છે જેમાં મોદી લહેર હોવા છતાં ગત લોકસભાની ચૂંટણી ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આગામી ચૂંટણીમાં આ બેઠકો જીતવા માટે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના શિરે જવાબદારી સોંપાઈ છે.

યુપી-બિહાર ઉપરાંત તેલંગાણા અને ઓડિશા પર ખાસ નજર

યુપી-બિહાર ઉપરાંત તેલંગાણા અને ઓડિશાની લોકસભા સીટો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  2019ની ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી. ત્યારે આગામી લોકસભામાં ભાજપે 350 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.જે માટે ભાજપે 40 મંત્રીઓની અલગ ટીમ બનાવી છે, આ ટીમના સભ્યને ક્લસ્ટર ઈન્ચાર્જ કહેવામાં આવ્યું છે. વધુમાં દરેક મંત્રીને 2-3 લોકસભા બેઠકો સોંપાઈ છે. મંત્રીઓની ટીમ ભૌગોલિક, આર્થિક, સામાજિક અને જાતીય સમીકરણ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે.ન્યૂઝ એજન્સીના સમાચાર દ્વારા મળતી વિગત અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 40 સીટો પર મેગા રેલી કરી શકે છે. આ ઉપરાંત બાકીની 104 સીટો પર અમિત શાહ અને જેપી નડ્ડા રેલીઓ કરશે.

ઉત્તર પ્રદેશની 20 બેઠકો પર પણ મોદી-યોગી જોડી ખીલી શકી નથી

ઉત્તર પ્રદેશમાં લોકસભાની 20 બેઠકો એવી છે કે જ્યાં 2019માં પણ મોદી અને યોગીની જોડી એકસાથે ખીલી ન શકી.  તેમાંથી મૈનપુરી, રાયબરેલી, ગાઝીપુર અને આંબેડકર નગર બેઠકો મુખ્ય છે. વધુમાં 2022માં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ નીતીશ કુમારે બિહારમાં ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. નીતિશે ભાજપ સાથે ગઠબંધન તોડીને આરજેડી સાથે મળીને સરકાર બનાવી.  આ પછી બિહારમાં ભાજપની ખેંચતાણ વધી ગઈ છે. જ્યારે 2019માં નીતીશ અને ભાજપની જોડીએ 40માંથી 39 બેઠકો જીતી હતી.  એનડીએ ગઠબંધનને કિશનગંજની એક સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો.

કર્ણાટક બાદ ભાજપની નજર માત્ર તેલંગાણા પર

વધુમાં દક્ષિણ ભારતમાં કર્ણાટક બાદ ભાજપની નજર માત્ર તેલંગાણા પર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે તેલંગાણામાં 17માંથી 5 બેઠકો જીતી હતી. વધુમાં 2021ની વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ બંગાળમાં રાજ્ય એકમ નબળું પડી ગયું છે. 2019માં ભાજપે બંગાળમાં 42માંથી 18 બેઠકો જીતી હતી. તો 2019 માં તમિલનાડુ એકમાત્ર મોટું રાજ્ય હતું જ્યાં ભાજપ એક પણ સીટ જીતી શકી નથી.  અહીં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર કેન્દ્રીય મંત્રી પણ ચૂંટણી હારી ગયા હતા. બીજી બાજુ 2019માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને મહારાષ્ટ્રની ચૂંટણી લડી હતી. 48 બેઠકોમાંથી બંને પક્ષોએ 41 બેઠકો જીતી હતી.પરંતુ છેલ્લા 3 વર્ષમાં મહારાષ્ટ્રનું આખું સમીકરણ બદલાઈ ગયું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપનારા પ્રથમ નેતા હતા. ઓડિશામાં લોકસભાની 21 બેઠકો છે. જેમાં ગત ચૂંટણી માં ભાજપે અહીં 8 બેઠકો જીતી હતી.  

આ ઉપરાંત કર્ણાટક, આસામ અને પંજાબમાં 4-4 બેઠકો, ઝારખંડ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે કર્ણાટક, આસામ અને પંજાબમાં 4-4 લોકસભા સીટો છે, જેના પર ભાજપે જીતવા માટે ખાસ રણનીતિ અપનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ