બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / 'BJP takes every election seriously', what Anurag Thakur said on the issue of giving tickets to ministers-MPs

રાજકારણ / 'ભાજપ દરેક ચૂંટણીને ગંભીરતાથી લે છે', મંત્રીઓ-સાંસદોને ટિકિટ આપવા મુદ્દે શું બોલ્યા અનુરાગ ઠાકુર

Priyakant

Last Updated: 10:04 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Election 2023 Latest News : ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ઉમેદવાર બનાવવાના પ્રશ્ન પર કહ્યું કે, પાર્ટી જીતવા માટે ચૂંટણી લડે છે

  • મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન 
  • દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પાર્ટી માટે મહત્વની હોય
  • પાર્ટી જીતવા માટે ચૂંટણી લડે છે: અનુરાગ ઠાકુર

Assembly Election 2023 : લોકસભા ચૂંટણીની પહેલા હવે દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. મહત્વનું છે કે, ભાજપ દરેક ચૂંટણીને ગંભીરતાથી લે છે. દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પાર્ટી માટે મહત્વની હોય છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ઉમેદવાર બનાવવાના પ્રશ્ન પર કહ્યું કે,  પાર્ટી જીતવા માટે ચૂંટણી લડે છે. 

મહારાષ્ટ્રમાં અનુરાગ ઠાકુરનું નિવેદન 
મહત્વનું છે કે, આગામી લોકસભા ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવાની યોજનાના ભાગરૂપે ભાજપના નેતાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરવા હાલ અનુરાગ ઠાકુર મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, દરેક ચૂંટણી એ લોકોની સેવા કરવા માટે ફરીથી ચૂંટાવાની તક છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપણે પક્ષને પાયાના સ્તરે મજબૂત કરવાની જરૂર છે. અમે NDAને પણ મજબૂત કરવા માંગીએ છીએ. ભાજપ સંગઠનાત્મક બેઠકો યોજી રહી છે અને 2024ની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી રહી છે.

અમે જીતવા માટે ચૂંટણી લડીએ છીએ: અનુરાગ ઠાકુર 
આ સાથે અનુરાગ ઠાકુરે કહ્યું કે, અમે પૂરી તાકાતથી ચૂંટણી લડીએ છીએ. જો તમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન પર નજર નાખો તો ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે. આ દર્શાવે છે કે, અમે કેટલી ગંભીરતા સાથે ચૂંટણી લડીએ છીએ. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધી જાહેર કરાયેલા ઉમેદવારોમાં ભાજપે ચાર કેન્દ્રીય મંત્રીઓ સહિત 18 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સાત-સાત ઉમેદવારો અને છત્તીસગઢના ચાર ઉમેદવારોનો સમાવેશ થાય છે.  વિધાનસભા ચૂંટણીના તાજેતરના રાઉન્ડ માટે અત્યાર સુધી જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં ભાજપે ચાર કેન્દ્રીય મંત્રીઓ સહિત 18 સાંસદોને નોમિનેટ કર્યા છે, જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સાત-સાત અને છત્તીસગઢના ચાર સાંસદોનો સમાવેશ થાય છે. 

વિપક્ષના ગઠબંધન INDIAના આરોપોને ફગાવ્યાં 
જ્યારે સબકા સાથ અને સબકા વિકાસનું પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મંત્રી ઠાકુરે ભાજપની ભેદભાવપૂર્ણ નીતિઓ અપનાવવાના વિપક્ષના ગઠબંધન INDIAના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે મોદી સબકા સાથ, સબકા વિકાસના સિદ્ધાંતને અનુસરી રહ્યા છે. છેલ્લા સાડા નવ વર્ષમાં તેમની સાથે ભેદભાવ થયો હોવાનો દાવો કોઈ કરી શકે નહીં. નરેન્દ્ર મોદી સરકારમાં ગરીબો અને જરૂરિયાતમંદોને ઘણી યોજનાઓનો લાભ મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ