બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Politics / BJP president J P Nadda releases menifesto for tripura elections

દેશ / ત્રિપુરા વિધાનસભામાં ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યું અમે રાજનીતિની સંસ્કૃતિ બદલી

Vaidehi

Last Updated: 05:03 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે 'આપણી પાર્ટીએ રાજનૈતિક સંસ્કૃતિ બદલી છે, હવે અમે અમારા કામનું 'રિપોર્ટ કાર્ડ' રજૂ કરીએ છીએ.'

  • ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા ત્રિપુરા પ્રવાસે
  • અગરસલામાં ચૂંટણીને લઈને ઘોષણાપત્ર જાહેર 
  • મુખ્યમંત્રી માણિક સાહા પણ રહ્યાં હાજર

ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીને લઈને ગુરૂવારે ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજધાની અગરસલામાં મુખ્યમંત્રી માણિક સાહાની સાથે જનતા માટે પોતાનો સંકલ્પ જનતા સમક્ષ રાખ્યો. નડ્ડાએ આ દરમિયાન કહ્યું કે ભાજપનાં સંકલ્પ પત્રની લોકો રાહ જોતા હોય છે. 

સંકલ્પ પત્ર અને તેના મહત્વનો કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે 'સંકલ્પ પત્રની ચર્ચાની સાથે જ હું તેના મહત્વની પણ ચર્ચા કરૂં છું. બીજી પાર્ટી ઘોષણા પત્ર લાવે છે તો તેને તેમની પાર્ટીનાં લોકો જ મહત્વ આપતાં નથી પરંતુ ભાજપ કોઈ પ્રતિબદ્ધતા આપે છે તો તેને લોકો સમજે છે. દેશનાં લોકો તેના પર વાત કરે છે. '

કામનું 'રિપોર્ટ કાર્ડ' રજૂ કરીએ છીએ- નડ્ડા
ભાજપ અધ્યક્ષે અગરતલામાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું કે અમારી પાર્ટીએ રાજનૈતિક સંસ્કૃતિ બદલી છે, અમે પોતાના કામનું 'રિપોર્ટ કાર્ડ' રજૂ કરીએ છીએ. અમે ત્રિપુરાને બંધ અને નાકાબંધીથી મુક્ત કરાવ્યું...તેમણે આગળ કહ્યું કે ત્રિપુરામાં છેલ્લાં પાંચ વર્ષોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3.5 લાખ મકાન બનાવવામાં આવ્યાં છે. 2018માં ત્રિપુરામાં સુરક્ષિત પીવાનું પાણી માત્ર 3% હતું પરંતુ 'જળ જીવન મિશન' ની મદદથી હવે આંકડો વધીને 55% થયો છે. 

'સૌ મંગલમય રહે...'
આ પહેલાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષે ઉદયપુર સ્થિત ગોમતીમાં ત્રિપુરા સુંદરી મંદિરનાં દર્શન કર્યાં અને પૂજા પણ કરી. આ દરમિયાન ત્રિપુરાનાં મુખ્યમંત્રી માણિક સાહા પણ તેમની સાથે જ હતાં. તેમણે કહ્યું કે 'જ્યારે હું ત્રિપુરા આવું છું તો અહીં જરૂરથી પહોંચું છું. આ 51 શક્તિપીઠોમાંનું એક છે. મારી કામના છે કે સૌ મંગલમય રહે...અહીં આવીને મને એક નવી ઊર્જા અને શક્તિ મળે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ