બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Politics / BJP Maha Manth on prospective candidates for second list today

લોકસભા ચૂંટણી 2024 / આજે બીજા લિસ્ટ માટેના ભાવિ ઉમેદવારો પર ભાજપનું મહા મંથન, યોજાશે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક

Vishal Khamar

Last Updated: 08:46 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજેપીની લોકસભાના ઉમેદવારોની બીજી યાદી 12 માર્ચ મંગળવારના રોજ આવી શકે છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સોમવારે એટલે કે આવતીકાલે યોજાવાની નિશ્ચિત માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બીજી યાદીના ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવશે. જે બાદ મંગળવારે બીજી યાદી જાહેર કરવામાં આવશે.

 દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ જોર પકડ્યો છે. આ વખતે ભાજપે 400થી વધુનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ છે. હવે બધાની નજર બીજી યાદી પર છે. 10 માર્ચે યોજાનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. હવે આ બેઠક સોમવારે 11 માર્ચે સાંજે 6 વાગ્યે યોજાશે. એવી ધારણા છે કે આ બેઠકમાં બીજી યાદીને મંજૂરી મળી શકે છે. બીજેપીની બીજી યાદી 12 માર્ચે જાહેર થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બીજેપી બીજી યાદીમાં 150થી વધુ નામોની જાહેરાત કરી શકે છે. બીજી યાદી માટે ભાજપ હાઈકમાન્ડની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યવાર નામોની ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા બીજેપીની પહેલી યાદી 2 માર્ચે આવી હતી જેમાં 195 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસીથી, ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગર, ગુજરાત અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને લખનૌથી મેદાનમાં ઉતાર્યા છે.

વધુ વાંચોઃ ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે મોટી અપડેટ સામે આવી, આ તારીખે યોજાઇ શકે છે સિલેક્શન કમિટીની બેઠક
 

રાજ્ય મુજબ પ્રથમ યાદી
પ્રથમ યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 51 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 24, પશ્ચિમ બંગાળમાં 20 અને ગુજરાત અને રાજસ્થાનમાં 15-15 બેઠકો માટે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે કેરળમાં 12, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ઝારખંડમાં 11-11 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. દિલ્હીમાં 5, ઉત્તરાખંડમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં એક-એક અને દમણ અને દીવની એક-એક બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ