બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / ગુજરાત / bjp-challenges-to-become-patidars

NULL / ચૂંટણીમાં ભાજપ માટે પાટીદારો બન્યા પડકાર રિઝવવા ભાજપની રણનીતિ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ આમ તો બે મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાવવા જઈ રહ્યો છે. જોકે આ ચૂંટણીમાં આ વખતે ઠાકોરો દલિતો અને પાટીદારો મોટા ગેમ ચેન્જર સાબિત થવા જઈ રહ્યા છે. એમા પણ પણ અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમા જોડાવાથી અને જીજ્ઞેશના કોંગ્રેસને સમર્થનથી ભાજપને હવે ઠાકોરો અને દલિતોનો દારોમદાર નથી પરંતુ પાટીદારોની રીસ ભાજપને પોસાય એવી નથી અને એટલે જ ચૂંટણીમાં પાટીદારોને રિઝવવા ભાજપે ખાસ રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે.  
  • ચૂંટણીમાં ભાજપ માટે પાટીદારો બન્યા પડકાર  
  • રૂઠેલા પાટીદારોને રિઝવવા ભાજપની રણનીતિ  
  • સામ દામ દંડ ભેદથી મળશે સત્તાની ખુરશી ?  
  • પાટીદારોને કેવી રીતે મનાવશે ભાજપ સરકાર?  

ગુજરાતના રાજકારણમાં 2015 પહેલા પાટીદારો કિંગ મેકર હતા. ચૂંટણી ફાળાથી માંડીને ભાજપને સત્તા પર બેસાડવાનું શ્રેય પટેલો લેતા આવ્યા છે. પરંતુ 2015ના પાટીદાર અનામત આંદોલને રાજ્યના રાજકીય સમીકરણોને ધરમૂળથી બદલી નાખ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર હશે જ્યારે ગુજરાતની ચૂંટણી જાતિવાદી રાજકારણના નામે રમાઈ રહી છે. ત્યારે પાટીદારો રિસાયેલા રહે એ ભાજપને કોઈ કાળે પોસાય નહીં. અને એટલે જ ભાજપે પાટદીરોને રિઝવવા કહો કે તેમને તોડવા. સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી લીધી છે.  

હાર્દિક પટેલે જ્યારથી કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે ત્યારેથી પટીદારો અનેક જૂથમાં વહેંચાઈ ગયા છે. રેશ્મા અને વરૂણ પટેલનું ભાજપમાં જોડાવવું તેની સૌથી મોટી સબિતી છે. જોકે ભાજપે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી છે. પાટીદારોના એકથી વધુ જૂથો બનતા ભાજપને વોટબેંક તૂટવાની ભીતિ ઓછી છે. એમાં પણ સરદાર સરોવર ડેમ પાટીદારોને રિ{વવા માટે ભાજપનું સૌથી મોટું શસ્ત્ર બની રહેશે. વિસ્થાપન જેવા મહત્વના મુદ્દાઓ છતાં આ ડેમથી ભાજપને ઘણી આશા છે. ડેમને પગલે 18.45 લાખ હે~ટરની જમીનને સિંચાઈનું પાણી મળતું થયું છે. જેને પગલે કૃષિ ઉત્પાદનમાં 87 લાખ ટન વધારો થવાની આશા છે. સાથે જ 9500 ગામો અને 173 શહેરો સુધી નર્મદા નદીનું પાણી પહોંચતું થયું છે. ડેમનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્રના ગામડાઓને થયો. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રના પટેલો પાસેથી ભાજપને ઘણી આશા છે.  
  • પાટીદારોને રિઝવવા સૌથી મોટું શસ્ત્ર
  • સરદાર સરોવર ડેમ પાટીદારોને રિઝવવા સૌથી મોટું શસ્ત્ર  
  • વિસ્થાપન જેવા મુદ્દા છતાં ડેમને કારણે ભાજપને ઘણી આશા  
  • ડેમને પગલે 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળતું થયું  
  • કૃષિ ઉત્પાદનન્માં 87 લાખ ટન વધારો થવાની આશા  
  • 9500 ગામો અને 173 શહેરો સુધી નર્મદાનું પાણી પહોંચ્યું  

ભાજપના એક વરિષ્ઠ નેતાનું માનીએ તો પાટીદાર સમુદાયનો મોટો ભાગ શિક્ષિત છે. અને આ સમુદાય રાજ્યમાં નબળી સરકાર નહીં ઈચ્છે. ગુજરાતમાં 52 યુનિવર્સિટીઓ આવેલી છે જેમાંથી સાત 7 સરકારી યુનિવર્સિટીઓ છે. જેમાથી 45 યુનિવર્સિટીઓ પર પટેલેનું આધિપત્ય છે ભાજપના રાજમાં પાટીદારોનું કદ જે રીતે વધ્યું છે એ જોતા તેઓ ખુદ પણ ભાજપ સરકારનું મહત્વ સમજે છે.  

ભાજપે એક મજબૂત ટીમ બનાવી છે જેનું કામ દરેક સ્તરે સરકારની ટીકાઓને અટકાવવાનું અને સરકારની સફળતાઓને લોકો સુધી પહોંચાડવાનું છે. પાર્ટીએ બૂથ લેવલ પર 7 લાખ જેટલા કર્મચારીઓને તૈનાત કર્યા છે. જેઓ મતદાતાઓને પોલિંગ સ્ટેશનો સુધી લઈ આવશે. આ સાથે જ 60 શહેરી અને અર્ધ શહેરી વિસ્તારમાં પોતાની મજબૂત છબીને જાળવી રાખવા આ બૂથ લેવલ ઇન્ચાર્જ મહત્વની ભૂમિકા ભજવશે.  

શિક્ષિત પાટીદારો તો કોઈ રીતે ભાજપના ખિસ્સામાં છે ત્યારે પાટીદાર અનામત સાથે જોડાયેલા પાટીદારો માટે ભાજપે ભાગલા પાડોને રાજનીતિ અપનાવી છે ભાજપ પાટીદારોમાં ફૂટ પાડવાના પ્રયાસો કરી રહી છે એ વાત હવે જગ જાહેર થઈ ચૂકી છે  અને ભાજપ પણ ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયું છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ