બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Assembly election 2023 / Politics / bjp caste equation patidar obc candidates

ગુજરાત ઇલેક્શન / ગુજરાતમાં જાતિ સમીકરણને ધ્યાને રાખી BJPએ રચ્યો ચક્રવ્યૂહ, પાટીદાર-OBC કાર્ડ ઉઘાડ્યું, આ સમાજો ઉપર 'ભરોસો'

Vaidehi

Last Updated: 05:14 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપનાં ઉમેદવારોની યાદીમાં 45 પાટીદારોને સ્થાન મળ્યું છે. તેમાંથી 25 લેઉઆ પટેલ અને 20 કડવા પટેલ છે. પાટીદાર આંદોલનનાં મોટાં માથાં એવા હાર્દિક પટેલને વીરમગામની સીટ આપવામાં આવી છે.

  • પાટીદાર અને OBC સમાજને આપી ટિકીટ
  • હાર્દિક પટેલને પણ આપ્યો છે મોકો
  • 13 પૂર્વ વિધાયકોને આપી ટિકીટ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી અને પાટીદાર ઉમેદવારો પર વધુ વિશ્વાસ દર્શાવ્યો છે. પાર્ટીએ આ વખતે 58 ઓબીસીનાં ઉમેદવારોને ચૂંટણીનાં મેદાનમાં ઊતાર્યાં છે. તે સિવાય કુલ 45 જેટલા પાટીદાર ઉમેદવારોને ભાજપની ટિકીટ આપવામાં આવી છે.  આ ચૂંટણીમાં અનુસૂચિત જનજાતિ અને 15 અનુસૂચિત જાતિનાં ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી છે. 

45 પાટીદારોને ટિકીટ
બીજેપીનાં ઉમેદવારોની યાદીમાં 45 પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું છે.  તેમાંથી 25 લેઉઆ પટેલ અને 20 કડવા પટેલ છે. 2015નાં પાટીદાર આંદોલને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઘણું નુક્સાન પહોંચાડ્યું હતું. આ વખતે પાટીદાર આંદોલન શાંત છે. ભાજપે પાટીદાર આંદોલનનો મોટો ચહેરો હાર્દિક પટેલને પણ વીરમગામની સીટ આપી છે. તો ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર બીજેપીની ટિકીટથી ચૂંટણી લડશે.

આ સમુદાયનાં વોટરોને આપી ટિકીટ
બીજેપીએ જે ઓબીસી ઉમેદવારોને ચૂંટણીનાં મેદાનમાં ઊતાર્યાં છે તે કોલી, આહીર, ઠાકોર, કરદિયા, ચૌધરી, વધેર, મેર, ખારવા, રાણાગોલા, માડી, પંચાલ, બારોટ, મોદી, મિસ્ત્રી, રબારી અને સતવારા સમુદાય સાથે સંકળાયેલા છે. બીજેપીએ કેવળ 16 મહિલા ઉમેદવારોને આ વખતે ટિકીટ આપી છે. બીજેપીનાં 13 ઉમેદવારોની ઉંમર 40 વર્ષથી ઓછી છે.

13 પૂર્વ વિધાયકોને આપી ટિકીટ
પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 13 પૂર્વ વિધાયકોને મેદાવમાં ઊતાર્યાં છે જેને 2017માં ટિકીટ આપવામાં આવી નહોતી. તેમાં પૂર્વ વિધાયક કાંતિલાલ અમૃતિયા પણ સમાવિષ્ટ છે. તેમણે મોરબી પુલની દુર્ઘટનામાં મચ્છૂ નદીમાં કૂદીને લોકોનો જીવ બચાવ્યો હતો. પાર્ટીએ આ વખતે તેમને મોરબીની ટિકીટ આપી છે.

બીજેપીનાં આ ચહેરાઓ કરશે ચૂંટણી પ્રચાર
આ વખતે ચૂંટણી જીતવા માટે બીજેપી જોરદાર તૈયારીઓ કરી રહી છે. પાર્ટીનાં કેટલાય દિગ્ગજ નેતા પ્રદેશમાં અલગ-અલગ જનસભાઓ અને રેલીઓ કરવાનાં છે. આ નેતાઓમાં મહારાષ્ટ્રનાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી વી કે સિંહ, ઉત્તરપ્રદેશનાં ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને પશ્ચિમ બંગાળમાં વિપક્ષ નેતા શુભેંદુ અધિકારી સમાવિષ્ટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ