બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / bjp candidte defeated telangana cm kcr and congress cm candidate revanth reddy from kamareddy know who is katipally venkata ramana reddy articleshow

તેલંગણા / ભાજપનો બાહુબલી નેતા જેણે CM અને 'ભાવી CM' બંનેને હરાવ્યા, કટિપલ્લી રેડ્ડી નામ જ કાફી છે!

Dinesh

Last Updated: 09:38 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly election 2023: કટિપલ્લી વેંકટ રમણ રેડ્ડી 53 વર્ષના છે અને વ્યવસાયે બિઝનેસમેન છે. તેમણે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

  • તેલંગણા રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે
  • ભાજપના કટિપલ્લી વેંકટ રમણ રેડ્ડીની થઈ રહી છે ચર્ચા
  • 'આ ગ્રેટ મેનની જીતની ચર્ચા થવી જોઈએ'


telangana elections assembly: તેલંગણામાં મોટી જીત બાદ કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી નવા હીરો તરીકે ઉભરી આવ્યા છે જ્યારે ભાજપના કટિપલ્લી વેંકટ રમણ રેડ્ડી નવા મજબૂત વ્યક્તિ છે. ભાજપના આ ઉમેદવારે વર્તમાનમાં તેલંગણાના સીએમ કે ચંદ્રશેખર રાવ (કેસીઆર) અને એ રેવંત રેડ્ડીને હરાવ્યા છે. જેમને ભાવી સીએમ તરીકે જોવામાં આવી રહ્યા છે. કટિપલ્લી વેંકટ રમન રેડ્ડીની જીત પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે આ ગ્રેટ મેનની જીતની ચર્ચા થવી જોઈએ. ભાજપના કટ્ટીપલ્લી વેંકટ રમનાએ કામરેડ્ડી વિધાનસભા બેઠક પરથી વર્તમાન તેલંગાણાના સીએમ કેસીઆર અને કોંગ્રેસના સીએમ ઉમેદવારને હરાવ્યા હતા. 

બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની હરીફાઈ
ઉત્તર તેલંગાણામાં કામરેડ્ડી સીટ માટે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને પછી રેવંત રેડ્ડીના પ્રવેશને કારણે સમાચારમાં હતા. બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની હરીફાઈમાં અહીંથી બીજેપી ઉમેદવાર કટિપલ્લી વેંકટ રમન રેડ્ડીની જીત થઈ છે. તેમણે વર્તમાન સીએમ કેસીઆરને ત્રણ હજારથી વધુ મતોથી હરાવ્યા છે, જ્યારે રેવન્ત રેડ્ડી આ બેઠક પર ત્રીજા સ્થાને રહ્યા છે. 2018ની ચૂંટણીમાં BRS ઉમેદવાર ગમ્પા ગોરવધને આ સીટ જીતી હતી. અગાઉ 2014ની ચૂંટણીમાં પણ અહીંથી કોંગ્રેસે જીત મેળવી હતી, પરંતુ 2023માં ભાજપે આ બેઠક પર કબજો કર્યો.

વેંકટ રમણ રેડ્ડી 53 વર્ષના
કટિપલ્લી વેંકટ રમણ રેડ્ડી 53 વર્ષના છે અને વ્યવસાયે બિઝનેસમેન છે. તેમણે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. ચૂંટણીમાં જાહેર કરાયેલી સંપત્તિ અનુસાર તેમની પાસે લગભગ 50 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ઉદ્યોગપતિમાંથી રાજકારણી બનેલા રેડ્ડીએ રાજ્યના મુખ્યમંત્રી અને ભાવી મુખ્યમંત્રી બંનેને હરાવીને સનસનાટી મચાવી દીધી છે. રેડ્ડી વિરુદ્ધ 11 ફોજદારી કેસ નોંધાયેલા છે પરંતુ તેમણે કામરેડ્ડી વિધાનસભા ક્ષેત્રમાં ઘણી શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. 

'આ જીત કામરેડ્ડી મત વિસ્તારના તમામ લોકોની'
કામરેડ્ડી બેઠકની વાત કરીએ તો અહીં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી અનુક્રમે 14.73 અને 4.67 ટકા છે. અહીં સાક્ષરતા દર લગભગ 49 ટકા છે. તેમણે પોતાના પૈસાથી અહીં હોસ્પિટલ, સ્કૂલ અને મંદિર બનાવ્યા છે. આ જ કારણ છે કહેવાય છે કે કટીપલ્લી વેંકટ રમણ રેડ્ડી કામરેડ્ડીની બાહુબલી તરીકે ઉભરી આવ્યા હતા. વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ કટિપલ્લી વેંકટ રમન રેડ્ડીએ પોતાની જીત લોકોને સમર્પિત કરી છે. તેમણે લખ્યું છે કે આ જીત કામરેડ્ડી મત વિસ્તારના તમામ લોકોની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ