બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Birth control pills can be the reason of women not interested in sex anymore
ADVERTISEMENT
વ્યસ્ત લાઈફસ્ટાઈલને લીધે આજકાલ કપલ્સ અડધો સમય ઘર બનાવવામાં અને પોતાની લાઈફને સેટ કરવામાં કાઢી નાખે છે. તેવામાં કપલ્સ બાળક કરવામાં પણ વિલંબ કરે છે. વર્કિંગ મહિલાઓ બાળક કંસિવ ન કરવા માટે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું સેવન કરે છે. બર્થ કંટ્રોલ પિલ્સ એકપ્રકારે ગર્ભનિરોધક હોય છે જે દરરોજ સતત ખાવાથી પ્રેગ્નેંસી અટકાવવામાં 99% અસરકારક રહે છે.

ADVERTISEMENT
સેક્સની ઈચ્છા ઘટી જાય છે...
મહિનાનાં 21 દિવસ સુધી બર્થ કંટ્રોલ પિલ્સનું સેવન કરવાની અસર મહિલાઓની લવ લાઈફ પર થાય છે. ઘણી મહિલાઓનાં એવા કેસ આવે છે જેમાં જોવા મળે છે કે જે મહિલાઓ સતત બર્થ કંટ્રોલ પિલ્સનું સેવન કરે છે તેમની યૌનઈચ્છાઓ ઘટવા લાગે છે.
એક્સપર્ટસ્ કહે છે કે મોટાભાગની મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓનું સારી રીતે સેવન તો કરી લે છે પણ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 15% મહિલાઓમાં આ પિલ્સનું સેવન કરવાથી અલગ-અલગ સંવેદનશીલતાઓ અને યૌનઈચ્છાઓમાં કમી અનુભવાતી હોય છે. તેવામાં એક્સપર્ટસ્ પિલ્સ ખાયા બાદ આવાં અનુભવ ન થાય તે માટે કેટલીક ટિપ્સ આપે છે:
ADVERTISEMENT
વેજાઈનામાં ડ્રાયનેસ
બર્થ કંટ્રોલ પિલ્સનું સેવન કરવાથી વેજાઈનામાં ડ્રાયનેસ વધે છે જેથી યૌન સંબંધ બનાવવાની ઈચ્છા મહિલાઓમાં ઘટી જાય છે. કેટલાક કપલ્સ વર્ષો સુધી ગર્ભનિરોધક પિલ્સનું સેવન કરે છે અને પછી જ્યારે તેઓ ગર્ભધારણ કરવા ઈચ્છે છે અથવા તો આ ઓરલ પિલ્સ ખાવાનું બંધ કરી દે છે ત્યારે સ્વાભાવિકપણે પીરિયડ્સ પણ નોર્મલ આવતાં નથી. આવી સ્થિતિને મેડિકલ ભાષામાં એમેનોરિયા કહે છે.

ADVERTISEMENT
શું છે લક્ષણો?
ગોળી ખાયા બાદ આવી સ્થિતિ પેદા થાય છે જેમાં પિરીયડ નથી હોતાં. એમેનોરિયાનાં લક્ષણોની વાત કરીએ તો મહિલાનો અવાજ ભારે થવો, માંસપેશીઓનાં આકારમાં વૃદ્ધિ, માથાનો દુખાવો, દ્રષ્ટિની સમસ્યાઓ, કામેચ્છા- સેક્સની ઈચ્છાઓમાં ઘટાડો વગેરે લક્ષણો જોવા મળે છે. ઓવ્યૂલેશન ન થવાનો અર્થ એ છે કે તમારા પીરિયડ દરમિયાન હોર્મોનમાં વૃદ્ધિ નથી થતી.
હોર્મોન અને શરીર પર અસર
ઓરલ બર્થ કંટ્રોલ પિલ્સ એસ્ટ્રેજોન અને પ્રોજેસ્ટેરોનનું કોમ્બિનેશ છે જે ઓવ્યૂલેશનને દબાવી દે છે જેનાથી બ્રેસ્ટ ટેંડરનેસ, મૂડમાં બદલાવ, વજન વધવું, સ્કિન પર દાણી આવવી, વેજાઈનામાં ડ્રાયનેસ જેવા લક્ષણો જોવા મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રસોઈમાં દરરોજ સંચળ વાપરતા હોય તો કરી દેજો બંધ, શરીરને થઈ શકે આવા ગંભીર નુકસાન
શું છે સુરક્ષિત રીત?
એક્સપર્ટ અનુસાર હાલનાં સમયમાં અલ્ટ્રા- લો- ડોઝવાળી ગોળીઓ ખાવી સુરક્ષિત છે. ફીમેલ કોન્ડમ અને કોપર આઈયૂડી જેવા ગર્ભનિરોધકનાં અન્ય ઉપાયો પણ અપનાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.