બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Biharwali in Ahmedabad: Attempted robbery with firing at jeweler's shop in Maninagar, accused brandishes gun

ક્રાઈમ / અમદાવાદમાં બિહારવાળી: મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ વિથ લૂંટનો પ્રયાસ, આરોપીએ સરેઆમ લહેરાવી બંદૂક, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 10:24 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં મણિનગરમાં આવેલ એક જ્વેલર્સની દુકાનાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કરતા નાસભાગ મચી જવા પામી હતી. લૂંટ કર્યા બાદ આરોપી રોડ ઉપર દોડતો જઈ રહ્યો હતો. તે દરમ્યાન પબ્લીકે તેને પકડી પાડ્યો હતો.

 

  • અમદાવાદનાં મણિનગરમાં LG હોસ્પિટલ નજીક લૂંટનાં ઈરાદે ફાયરિંગ
  • લૂંટારૂ દ્વારા જ્વેલર્સની દુકાનમાં કર્યો લૂંટનો પ્રયાસ
  • પોલીસે ઘટનાં સ્થળે પહોંચી લૂંટારૂની અટકાયત કરી

 અમદાવાદનાં મણિનગરમાં એલજી હોસ્પિટલ નજીક લૂંટનાં ઈરાદે જ્વેલર્સની દુકાનાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરતા નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર લૂંટનાં પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારે પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી. જ્વેલર્સની દુકાનમાં આરોપીએ લૂંટ કરવાનાં ઈરાદે ફાયરિંગ કર્યું હતું. ત્યારે સદનસીબે ગોળી રોડ પર વાગતા મોટી જાનહાનિ ટળી હતી.

લૂંટારૂને લોકોએ જીવનાં જોખમે પકડી પાડ્યો
મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ થઈ હોવાની જાણ આજુબાજુનાં દુકાનદારોને થતા લોકો લૂંટારૂને પકડવા દોડ્યા હતા. તે દરમ્યાન લૂંટારૂ યુવક દ્વારા તેઓ પર ફાયરિંગ કરતા ગોળી રોડ પર વાગતા સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે લૂંટ કરીને ભાગી રહેલા યુવકને રસ્તા પરથી પસાર થતા લોકોએ જીવનાં જોખમે યુવકને પકડી પાડ્યો હતો.

પોલીસે ઘટનાં સ્થળે પહોંચી યુવકની અટકાયત કરી

જ્વેલર્સની દુકાનમાં ફાયરીંગ કરી લૂંટ થઈ હોવાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચી લૂંટારૂ યુવકની અટકાયત કરી હતી. હાલ પોલીસે લૂંટારૂ યુવક સામે ગુનો નોંધી તેની પૂછપરછ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ