બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Bihar jehanabad hospital administration did not give ambulance death child

કરૂણાંતિકા / લૉકડાઉન વચ્ચે બિહારમાં એક એવી તસવીર સામે આવી જે જોઈને હૈયુ કંપી ઉઠશે

Hiren

Last Updated: 04:41 PM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ કોરોના વાયરસ વિરૂદ્ધ દેશ જંગ લડી રહ્યો છે તો બીજી તરફ બિહારમાં એક દર્દનાક તસવીર સામે આવી છે. બિહારમાં બેદરકારીના કારણે એક માસૂમ બાળકનો જીવ ગયો છે. બિહારના જહાનાબાદના સદર હોસ્પિટલમાં એક ત્રણ વર્ષીય માસૂમ બાળકની સમયસર સારવાર ન થવા પર મોત થયું છે. બાળકની તબિયત બહુ જ ખરાબ થઇ ગઇ અને તેને હોસ્પિટલ લઇ જવા માટે એમ્બ્યુલન્સ ન મળી શક્યું, જ્યારબાદ તેને અંતિમ શ્વાસ લીધા.

અમે આવી તસ્વીરો બતાવવા નથી માંગતા પરંતુ તંત્રની હકીકત અને એક પરિવારની મજબૂરીનો ચિતાર સરકાર સામે આવે તો અન્ય કોઈ સાથે આવું ન બને તે માટે બતાવી રહ્યાં છીએ. 

બિહારના જહાનાબાદના સદર હોસ્પિટલમાં એક ત્રણ વર્ષીય માસૂમ બાળકની સમયસર સારવાર ન થવા પર મોત થયું છે. બાળકની તબિયત બહુ જ ખરાબ થઇ ગઇ અને તેને હોસ્પિટલ લઇ જવા માટે એમ્બ્યુલન્સ ન મળી શક્યું, જ્યારબાદ તેને અંતિમ શ્વાસ લીધા.    

સિસ્ટમની હેરાનગતી અહીં ન અટકી. સ્થાનિક અધિકારીઓએ આ બાળકના મૃતદેહને ગામ સુધી લાવવા માટે પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન કરાવી દીધી. મૃત બાળકના પિતા ગિરજેશ કુમારે જહાનાબાદ સદર હોસ્પિટલના કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, સારવાર બાદ રેફર કરવા પર તેમને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન કરાવવામાં આવી. બાળકને એમ્બ્યુલન્સથી સારવાર માટે પટના સુધી લઇ જવાનો હતો પરંતુ એમ્બ્યુલન્સ ન મળતા તેને દમ તોડ્યો હતો.

શું છે સમગ્ર મામલો

જોકે આ પરિવાર અરવલ જિલ્લાના કુર્થા પોલીસ સ્ટેશન વિસ્તારના લારી સહોપુર ગામમાં રહે છે. બાળકની તબિયત ખરાબ હોવાના કારણે પરિવારજનોએ તેના સારવાર માટે પહેલા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર કુર્થામાં દાખલ કરાવ્યો, જ્યાંથી ડૉક્ટરોએ તેને ઉચ્ચ સારવાર માટે જહાનાબાદ રેફર કર્યો.

લોકડાઉનના કારણે પરિવારજનો કોઇ રીતે ઓટોથી જહાનાબાદ સદર હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડૉક્ટરોએ બાળકની ગંભીર સ્થિતિ જોતા પટના રેફર કરી દીધો, પરંતુ બાળકના પરિવારજનો એમ્બ્યુલન્સ માટે લગભગ બે કલાક સુધી આમથી આમ ભટકતા રહ્યા અને ત્યાં સુધીમાં બાળકે દમ તોડ્યો.

ત્યારબાદ હદ તો ત્યારે થઇ જ્યારે બાળકના મોત બાદ પણ તેને પોતાના ઘરે જવા માટે સરકારી સ્તરે કોઈ વાહન ન મળ્યું. થાકી હારીને તે બાળકની માં પોતાના બાળકને ગોદમાં લઇને પોતાના ઘર જહાનાબાદથી 25 કિલોમીટર દૂર લારી ગામ માટે નિકળી પડી.

સિવિલ સર્જન અને જહાનાબાદના ડીએમએ શું કહ્યું

જિલ્લામાં સ્વાસ્થ્ય સેવા માટે જવાબદાર સિવિલ સર્જને કહ્યું કે, જો એમ્બ્યુલન્સ કર્મી દોષી સાબિત થરશે તો કાર્યવાહી કરવામાં આવશે. અમે તપાસ કરી રહ્યા છીએ કે કોના દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે.

ત્યારે, જહાનાબાદના ડીએમ નવીનકુમારે સરકારના બે ડૉક્ટર, ચાર નર્સ વિરૂદ્ધ કાર્યવાહીની બાહેંધરી આપી. એક જહાનાબાદ સદર હોસ્પિટલના હેલ્થ મેનેજરને સસ્પેન્ડ કરી દીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ