બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Bihar: 2 Killed, Several Injured As Two Bike-borne Assailants Open Fire in Begusarai; Probe Underway

VIDEO / BIG NEWS : બિહારના બેગુસરાયમાં બે બાઈક સવારનો આતંક, 11 લોકોને ગોળી મારી, 2ના મોત

Hiralal

Last Updated: 10:08 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના બેગુસરાયમાં બે બાઈક સવારે આતંક મચાવ્યો હતો અને 40 કિમીના એરિયામાં 12 લોકોને ગોળી મારી હતી.

  • બિહારના બેગુસરાયમાં અમેરિકા જેવી અંધાધૂંધ ગોળીબારની ઘટના 
  • બે બાઈક પર આવેલા બદમાશોએ વારાફરતી 12 લોકોને ગોળી મારી 
  • 40 કિમીના વિસ્તારમાં ફરી ફરીને આતંક મચાવ્યો 
  • ગોળીબારમાં 2 લોકોના મોત, કેટલાક ગંભીર 

બિહારના બેગુસરાયમાં અમેરિકા જેવી અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે. બેગુસરાયમાં બે બાઈક પર આવેલા ગુનેગારોએ નેશનલ હાઈવે 28 અને 31 પર  40 કિલોમીટર વિસ્તારમાં ફરીને 12 લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાં 2 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકોમાં અફરાતફરી મચી છે. ઘટના બાદ લોકો બહાર નીકળવાનું ટાળ્યું હતું. પોલીસે પણ તાબડતોબ નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડવાનું અભિયાન શરુ કર્યું હતું. 

એક પછી એક 11 લોકો પર ગોળીઓ છોડી 
ગોળીબારની પહેલી ઘટના સાંજના 5.15 શરુ થઈ હતી અને પછી મોડે સુધી ચાલતી રહી હતી. બાઈક સવારની સામે જે પણ આવતા તેમને પર ગુનેગારો ગોળી છોડતા હતા. પહેલા ગોળીબારમાં ઓરિયામાના રહેવાશી રાજેશ મહેતાના 22 વર્ષીય પુત્ર ઘાયલ થયા છે. ત્યાંથી બાઈક સવારો આગળ વધી ગયા અને બીજા વિસ્તારમાં જઈને ફરી ફાયરિંગ શરુ કર્યું હતું, આ રીતે ગુનેગારો બાઈક પર ફરતા ફરતાં 12 લોકોને ગોળી મારતા મારતા આગળ વધતા ગયા. 

ગોળીબારમાં 2 લોકોના મોત
બાઈક સવાર બદમાશોએ જે 12 લોકોને ગોળી મારી છે તેમાંના 2 લોકોના મોત થયા છે અને કેટલાકની હાલત ગંભીર હોવાથી મોતનો આંકડો વધી શકે છે. 

ચારે બાજુ અંધાધૂંધીનો માહોલ 
ગોળીઓનો અવાજ સાંભળીને લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. તે જ સમયે, બેગુસરાય જિલ્લામાં આ સમાચાર ફેલાતાની સાથે જ ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગની આ ઘટના બછવાડા, ફુલબારિયા, બરૌની અને ચાકિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ બરૌની પોલીસ સ્ટેશન હેઠળના પિપરા દેવસ ગામના ચંદન કુમાર તરીકે થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ